ફુલાવર ના પેંડા

Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945

#ZayakaQueens
#અંતિમ
આપણે અલગ-અલગ જાતની મીઠાઈ અને પેંડા ખાઈએ છીએ .હું આજે આપની સમક્ષ મારી ફ્યુઝન રેસીપી લઈ ને આવી છું જેનું નામ છે ફુલાવર ના પેંડા જે ખરેખર ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.

ફુલાવર ના પેંડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ZayakaQueens
#અંતિમ
આપણે અલગ-અલગ જાતની મીઠાઈ અને પેંડા ખાઈએ છીએ .હું આજે આપની સમક્ષ મારી ફ્યુઝન રેસીપી લઈ ને આવી છું જેનું નામ છે ફુલાવર ના પેંડા જે ખરેખર ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 500 ગ્રામમિર્ચી કટર માં ક્રશ કરેલું ફુલાવર
  2. 500મિલી અમુલ ગોલ્ડ દૂધ
  3. 250 ગ્રામખાંડ
  4. 3 ચમચીકાજુ, બદામનીપેસ્ટ્
  5. 5-6ઈલાયચીનો ભૂકો
  6. 2 ચમચીકેવડા જળ
  7. 3 ચમચીઘી,1 વાટકી દૂધની મલાઈ અથવા માવો
  8. ડેકોરેશન માટે:
  9. કાજુ,પિસ્તા ની કતરણ
  10. કોબીજ ના પત્તા કાપીને ડિઝાઈન કરેલા
  11. 1વાટકીમાં તૈયાર કરી દેવો
  12. રોટલો બનાવવાની કલાડી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક પેન માં ઘી મૂકી મિર્ચી કટરમાં ક્રશ કરેલું ફ્લાવર નાખી 30 મિનિટ સુધી ધીમા તાપે સતત હલાવવું. ફ્લાવરનું પાણી સૂકવી દેવું.ફ્લાવરનો કલર બદલાઈ જાય અને ફ્લાવર સૂકું થઈ જાય ત્યારબાદ તેમાં દૂધ અને ખાંડ ઉમેરવું સાથે કાજુ બદામની પેસ્ટ પણ ઉમેરવી.મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં દૂધ ની મલાઈ અથવા તો માવો ઉમેરવો અને સતત હલાવતા રહેવું.

  2. 2

    પેંડા ના મિશ્રણનું બધું દૂધ બળી જાય પછી ઈલાયચી પાવડર, કાજુ,બદામ અને પીસ્તા ની કતરણ ઉમેરવા.બે ચમચી કેવડા જળ ઉમેરવું.અને મિશ્રન વાસણ ના તળિયા માંથી છૂટું પડવા લાગે એટલે કે ઘી દેખાવા લાગે પછી ગેસ બંધ કરી પેંડાના મિશ્રણને ઠંડુ થવા એકબાજુ મૂકો.પેંડાના મોલ્ડમાં પીસ્તા ની કતરણ નાખી ઉપર માવો મૂકવો અને માવો દબાવી પેંડા નો આકાર આપવો. પેંડા ને ડિશ માં મૂકી ઉપર કાજુ નો નાનો ટુકડા લગાવી ડેકોરેશન કરવું.

  3. 3

    એક કલાડી લઈ એમાં કાપી ને ડિઝાઈન કરેલા કોબીજના પાંદડા મુકી પિસ્તા અને કાજુ ની કતરણ થી ડેકોરેટ કરેલ ફ્લાવર ના પેંડા ને ગોળ ફરતી ગોઠવવા અને વચ્ચે એક દીવો મૂકી ડેકોરેટ કરવું.તૈયાર છે આપણે ફ્લાવર ના પેંડા જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કેવડાના લીધે ફ્લાવરનો ટેસ્ટ ખબર નથી પડતો હોતો અને કેવડાની ભીની સુગંધ અને સ્વાદ થી મન ખુબજ પ્રસન્ન થઈ જાય છે. ખાવા માટે રેડી છે ફ્લાવર ના પેંડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945
પર

ટિપ્પણીઓ

Similar Recipes