ખાજા પ્રસાદ

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#Goldenapron2#
જગન્નાથ પ્રસાદ

ખાજા પ્રસાદ

#Goldenapron2#
જગન્નાથ પ્રસાદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાટકી મેંદો
  2. ૩ ચમચી ચોખા નો લોટ
  3. ૧નાની વાટકી ઘી (૪ ચમચી નાની મોહણ માટે બાકી નું સ્લરી બનવા માટે)
  4. ૩ વાટકી ખાંડ
  5. ૨.૧/૨ વાટકી પાણી
  6. ૧ નાની ચમચી ઇલાયચી પાઉડર
  7. તળવા માટે તેલ
  8. મીઠું ચપટી
  9. લીંબુ ના ફૂલ ૧ નાની ચપટી
  10. સજાવટ માટે
  11. મિક્સ ડ્રાય ફ્રુટ નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક વાસણ મા ચોખા નો લોટ લઈ ને તેમાં ૨ થી ૩ ચમચી ઘી ઉમેરી ને તેની સલરી ત્યાર કરી ને સાઇડ પર રાખી દો.

  2. 2

    હવે બીજા વાસણ માં મેંદો લઇ ને તેમાં સહેજ અમથુ મીઠું ઉમેરવું ને પછી ઘી નું મોહણ ઉમેરવું ને આ બધું સરખું મિક્સ કરવું ને પછી પાણી થી પરોઠા જેવો લોટ બાંધવો ને પછી તેને સહેજ ઘી વાળી કરી ને તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે ઢાંકી ને રહેવા દેવું

  3. 3

    હવે બીજા વાસણ મા ત્યાં સુધી ખાંડ લઇ ને તેમાં પાણી ઉમેરી ને ઉકળવા મૂકવું ને પહેલા ૫ મિનિટ સાવ ધીરા તાપે ને પછી ૫ મિનિટ ફૂલ ગેસ પર ને ફરી પાછી ૧૦ મિનિટ ધીરા તાપે ચાસણી ને ઉકળવા મૂકવી પછી તેમાં ઇલાયચી પાઉડર અને લીંબુ ના ફૂલ નાખી ને ૫ મિનિટ ઉકાળવું ને ૧ તારી આસપાસ ની ચાસણી લેવી

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકવું પણ સાવ જ ધીરા તાપે ગરમ કરવું અને બીજી સાઇડ આ બાંધેલા લોટ માંથી એક સરખા ૭ ભાગ કરી લેવા ને એના લોયા પાડી રાખવા પછી તેની એક સરખી પાતળી પાતળી પૂરી ઓ વણી લેવી.

  5. 5

    હવે જ્યારે બધી પૂરી ઓ વણાઈ જાય એટલે એક પૂરી ને પાટલા પર મૂકી ને આ રીતે તેમાં જે સહુ થી પહેલા જે ચોખા ના લોટ અને ઘી ને જે સલરી લગાવી

  6. 6

    આવી રીતે બધી પૂરી પર આ લઈ ને વ્યવસ્થિત લગાવી દેવી ને પછી તેનો રોલ વાળી લેવો ને પછી તેના નાના ના ના ટુકડા કરી લેવા હવે તેને ૨ આંગળી ની મદદ થી થોડા પ્રેસ કરવા

  7. 7

    હવેજ્યારે બધા ખાજા પ્રેસ થઈ જાય એટલે તેમાં થી એક લઇ ને તેને હલકા હાથે થોડું વણી લેવુ ને સાઇડ પર રાખવું

  8. 8

    હવે તેલ માં સાવ ધીરા તાપે તળવા માટે મૂકવું અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા ને સાઇડ પર ચાસણી ને સહેજ ગરમ કરી ને આ ખાજા તેમાં ઉમેરતા જવા ને તેને ચાસણી માં ૧૦ મિનિટ માટે રાખવા પછી ચાસણી માંથી બહાર કાઢવા

  9. 9

    મિત્રો જ્યારે આ ખાજા તડાઈ ને બહાર કાઢો ત્યારે જ જે એની બધી લેયર જે ખુલી છે એ જોય ને જ મોઢા માં પાણી આવા નું શરુ થઇ જાય પણ ચાસણી માં ૧૦ મિનિટ માટે રાખ્યા પછી જે ઇલાયચી ની સુગંધ આવે છે મિત્રો રહી ના શકો મોઢા માં મૂક્યા વગર પણ પ્રસાદ છે તો ભગવાન ને ધરાવિયા પહેલા કેમ ખાઈ શકાય તો એક પ્લેટ માં આ ખાજા ને મૂકો ને ઉપર મિક્સ ડ્રાય ફ્રુટ ના ભૂકા થી ગાર્નિશ કરી ને ભગવાન ને પ્રસાદ ધરાવી ને મજા માણો આ ખાજા ની મિત્રો આ ખાજા એટલા મસ્ત બને છે કે ના પૂછો વાત અને મોઢા માં મૂકતા ની સાથે જ પીગળી જઈ છે એટલા મસ્ત

  10. 10

    કે. ના પૂછો વાત.અને આમ પણ પ્રસાદ હોય એમાં કશું કહેવું પડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

ટિપ્પણીઓ

Similar Recipes