ચીઝ મયસુર મસાલા ડોસા

Pina Shah
Pina Shah @cook_17371279
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામડોસા બેટર
  2. 5બાફેલા બટાકા
  3. 2સમારેલી ડુંગળી
  4. 1/2 ચમચીઝીણું સમારેલું આદુ
  5. 1ઝીણું સમારેલું લીલું મરચું
  6. 6-7લીમડા ના પાન
  7. 4 ચમચીતેલ
  8. 1/2 ચમચીરાઇ
  9. પાણી જરૂર મુજબ
  10. મીઠું
  11. 1 ચમચીધાણાજીરું
  12. 1/4 ચમચીહળદર
  13. 1/2 ચમચીખાંડ
  14. 3થી ૪ લીંબુ ના રસ ના ટીપા
  15. મયસુર ચટણી**
  16. 6લાલ સૂકા મરચા
  17. 1/2 કપદાડીયા (શેકેલા ચણા)
  18. 8કડી લસણ
  19. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં મસાલો બનાવીએ. પેન માં તેલ લો. એમાં રાય નો વઘાર કરો. એમાં આદુ, મરચા, લીમડા ના પાન, ડુંગળી નાખી 2 મિનિટ સાંતળો. ત્યાર બાદ એમાં સમારેલા બાફેલા બટાકા ઉમેરો. એમાં મીઠું, લીંબુ, ધાણાજીરું, હળદર, ખાંડ ઉમેરી હલાવો. બટાકા તબથા થી થોડા ક્રશ કરી લો.

  2. 2

    ચટણી બનાવા. મિક્સર જાર માં સૂકા મરચા, દાળિયા, લસણ, લીંબુ અને થોડું પાણી લઇ ક્રશ કરી લો.

  3. 3

    ડોસા બેટર મા થોડું મીઠું અને પાણી નાખી સરખું કરી લો. એક ચમચા માં બેટર લઈ લોડી પર પાથરો. ઉપર ચટણી લગાવો. ઉપર મસાલો અને ચીઝ મૂકી શેકવા દો.

  4. 4

    હવે રાઉન્ડ વાળી ગરમ ગરમ સાંભાર અને દાળિયા ની લિલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Shah
Pina Shah @cook_17371279
પર

ટિપ્પણીઓ

Similar Recipes