ઠંડો દહીં રોટલો [શિરામણ]

Juliben Dave
Juliben Dave @julidave

#બ્રેકફાસ્ટ
#ઇબુક૧
પોસ્ટ ૨

ઠંડો દહીં રોટલો [શિરામણ]

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#બ્રેકફાસ્ટ
#ઇબુક૧
પોસ્ટ ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ બાજરાનોલોટ
  2. મીઠું સ્વાદમુજબ
  3. પાણી લોટ બાંધવા માટે
  4. ઘી રોટલા પર લગાવવા માટે
  5. પીરસવા માટે
  6. ઠંડો રોટલો
  7. મલાઈદાર દહીં
  8. વલોણાનું માખણ
  9. લસણની ચટણી
  10. રાયતા ગાજર...ચીભડાં...મરચાં.
  11. ઘઉંનો સેકેલો પાપડ
  12. આદુવાળી ગરમાગરમ ચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શિયાળાનીઋતુમાં ઠંડો રોટલો ખુબ જ મીઠો લાગે છે.આના માટે રોટલો આગલે દિવસે રાત્રે ઘડી લેવાનો છે.

    બાજરાનો લોટ ચાળીને કથરોટમાં લ્યો.સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
    જરુરમુજબ પાણી ઉમેરતા જઈ લોટ કેળવતા જવું.લોટ ખુબ જ મસળવાનો છે.
    જેમ લોટ કેળવાશે તેમ રોટલો વધુ સરસ બનશે.
    લોટનોલુંઓં લઇ હાથ પાણી વાળો કરી રોટલો ઘડી લો.
    ઘણા પાટલી પર થેપી ને પણ કરે છે.પણ ઘડેલા રોટલાની મીઠાશ જ જુદી હોય છે.

  2. 2

    રોટલો હમેશા માટીની તાવડીમાં જ શેકવામાં આવે છે.
    તાવડી ગરમ થાય એટલે ઘડેલો રોટલો તાવડીમાં હળવેથી નાખવો.
    રોટલો એ રીતે નાખવો કે નીચે ની બાજુએ હવા ના રહે નહીં તો રોટલામાં ભમરો પડી જાય છે.
    રોટલો નાખ્યા પછી ઉપરની બાજુ એ પાણીવાળો હાથ ફેરવવો.
    એક બાજુ સેકાય એટલે ઉથલાવી લેવો.આ રીતે બન્ને બાજુ સેકી લો.
    ચડી જાય એટલે ગેસ પર ફુલાવી લેવો.
    ઉપરની કપોટી તોડી અંદર અને બહાર ઘી લગાવવું.

  3. 3

    આગળ દિવસે રાત્રે ઘડેલો રોટલો લેવો.ઉપર વલોવેલા માખણનો પિંડો મુકવો.
    સાથે દડબા જેવું મલાઈદાર દહીં..લસણની ચટણી...રાયતા ગાજરમરચાં...ઘઉંનો સેકેલો પાપડ..આદુવાળી ગરમ ગરમ ચા પીરસવી.

  4. 4

    શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરાનો ઉપયોગ લોકો વધુ કરે છે.બાજરામાં રહેલા પોશક્તત્વોને કારણે ઠંડીમાં શરીરને તંદુરસ્તીની સાથે ગરમાવો પણ મળી રહે છે
    સાથે ખવાતા અને પિરસાતી વસ્તુ પણ પોસક છે.
    શિરામણ માટે આના થી ઉત્તમ બીજો કોઈ વિકલ્પ નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes