હરિયાળી હાંડવો

#નાસ્તો
પારંપરિક ગુજરાતી નાસ્તો જેમાં સીઝનલ લીલા શાક નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવ્યું છે!!
હરિયાળી હાંડવો
#નાસ્તો
પારંપરિક ગુજરાતી નાસ્તો જેમાં સીઝનલ લીલા શાક નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવ્યું છે!!
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિકસી જારમાં પાલક ના પાન, લસણ, આદુ, લીલા લસણના પાન અને લીલા મરચાને થોડું થોડું પાણી ઉમેરી એકદમ સરસ પેસ્ટ બનાવો. એજ રીતે મેથીના પાન, લીલા વટાણા અને તુવેરના દાણા પણ વાટી લો.
- 2
ચોખા 2 3 વાર ધોઈ લો.બધી દાળ ધોઈને મિક્સ કરી 4 5 કલાક પલાળો. 5 કલાક પછી દહીં ઉમેરી ઝીણું અને થોડુ કરકરું વાટી લો. આ મિશ્રણ ને 5 કલાક આથો લાવવા રહેવા દો.
- 3
પછી તેમાં વાટેલો પાલક નો પેસ્ટ, વટાણા નો પેસ્ટ,હળદર,મીઠું, 2 મોટી ચમચી સફેદ તલ અને બધો મસાલો મિક્સ કરો.
- 4
એક નોનસ્ટિક પેનમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો તેમાં 1/2 નાની ચમચી જીરું, 1/2 નાની ચમચી રાઈ, 5 -6 લીમડાના પાન અને 1 મોટી ચમચી સફેદ તલ સાંતળો.
- 5
બેકિંગ સોડા અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો.
- 6
હવે આ મિશ્રણ પેન પર ઠાલવો.
- 7
ઢાંકી ને 8 થી 10 મિનિટ રહેવા દો. એક બાજુ થઈ જાય તો પ્લેટ પર કાઢો, પેનમાં ફરી 1 મોટી ચમચી તેલ, બાકીની રાઈ, જીરું,લીમડો અને 1 મોટી ચમચી સફેદ તલ સાંતળો. અને તેના પર હાંડવા નો નીચેનો ભાગ મૂકી ઢાંકી 10 મિનિટ પકવો.
- 8
ગેસ બંદ કરી પ્લેટ પર કાઢી સર્વ કરો. હેલ્દી હરિયાળી હાંડવો બ્રેકફાસ્ટ માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘુટ્ટો મિક્સ રોટલા સાથે
#શિયાળા/પારંપરિક જામનગર ની વાનગી છે, બધા જ શાક અને દાળનો ઉપયોગ કરી બને છે. મેં અહીં કૂકરમાં બનાવી છે, તેલ ઘી વગરની આ વાનગી ખુબજ પોષ્ટીક છે.સાથે મિક્સ લોટનો ઉપયોગ કરી રોટલો બનાવ્યો છે. Safiya khan -
વેજિટેબલ તવા હાંડવો
#ટિફિનઆ એક સ્વાસ્થ્યવર્ધક ગુજરાતી વાનગી છે.ઓછા તેલ માં બનતી સ્વાદિષ્ટ વાનગી છે, જે વિવિધ દાળ,ચોખા અને શાક નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.સવાર ના નાસ્તા,કે સાંજ ના નાસ્તા કે ટિફિન,કે લંચબોક્સ માટે પરફેક્ટ વાનગી છે. Jagruti Jhobalia -
મલ્ટી ગ્રેઇન્સ કપુરિયા
#હેલ્થી#Indiaઆમ તો કપુરીયા બનતા જ હોય છે પણ અહીં મેં મલ્ટી ગ્રેઇન માંથી હેલ્ધી કપૂરિયા બનાવ્યા છે જેમાં ભરપૂર લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. Grishma Desai -
વટાણા ઇડલી
#ઇબુક૧#૧૪ઈડલી એકદમ સોફ્ટ બને છે અને આને બનાવવી ખૂબ જ સહેલી છે શિયાળાની ઋતુમાં તાજા લીલા વટાણા સરસ મળતા હોય છે મેં આ વટાણા નો ઉપયોગ કરીને ઈડલી બનાવી છે જે ટેસ્ટ પણ ખુબ જ સરસ લાગે છે Hiral Pandya Shukla -
-
ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati)
#MBR9 હવે ખીચડી અલગ અલગ ટેસ્ટ અને કલર માં જોવા મળે છે..મે અહી પાલક પ્યુરી નો ઉપયોગ કરી વધુ હેલ્થી બનાવી છે Sonal Karia -
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
ફણગાવેલા મગ ની ઈડલી
#હેલ્થીઆ એક સાત્વિક, સ્વાસ્થ્યવર્ધક વાનગી છે જેમાં મરચા,સોડા જેવી કોઈ વસ્તુ નો ઉપયોગ કરવામાં નથી આવ્યો. Jagruti Jhobalia -
વેજિટેબલ પેન હાંડવો
હાંડવો એક ગુજરાતી ડીશ છે અને તે લગભગ બધા ગુજરાતી ઘરો માં બનતો હોય છે પણ એ હાંડવાના કૂકરમાં જેમાં નીચે રેત ભરી ને ઉપર કાણાં વળી ડીશ માં ખીરું મુકાય છે. જેને ચઢતા ઘણી વાર લાગે છે. આજે આપણે સરળ રીત થી હાંડવો બનાવતા શીખશું।.જે ડાયરેક્ટ પેનમાં બનાવામાં આવે છે અને એને ઉપર થી વઘાર કરવાની જરૂર પણ નહિ રહે.#મિલ્કી Yogini Gohel -
.. પાલક વેજ મસાલા
આ શાક ઘણા બધા શાક એડ કરી ને બનાવ્યું છે,, જેથી ઘણુ હેલ્ધી છે ..આ શાક ભાત અને પરોઠા બન્ને સાથે ખાઈ શકો છો.. #શાક Tejal Vijay Thakkar -
ટિફિન ઉપમા (Tiffin upama Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_gujarati#RB12બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. બાળકોને લંચ બોકસ માં રોજ નવું અલગ-અલગ નાસ્તો લઈ જવાની મજા આવે છે.ઉપ મા એક એવો નાસ્તો છે. જે ખૂબ જ હેલ્ધી નાસ્તો છે. ઉપમા અલગ અલગ પ્રકારનો બનાવવામાં આવે છે.અહીં મે સોજી નો ઉપમા બનાવ્યો છે. જેમાં વેજિટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે. Parul Patel -
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
પેન કેક હાંડવો (Pan Cake Handvo Recipe In Gujarati)
મારી આ ગુજરાતી રેસીપી બહુજ જાણીતી ને સેહલી છે. #GA4#Week4Amandeep Kaur
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#week21#બોટલગાર્ડહાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે દરેક Gujarati ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. અહીં દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. અહીં બે રીતે recipe આપી છે.. Daxita Shah -
હાંડવો
#માઇલંચ દરેક ગુજરાતી ની પહેલી પસંદ... મીક્સ દાળ નો હાંડવો... #StayHome Kshama Himesh Upadhyay -
હરિયાળી પાવભાજી
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે એટલે આપણે લીલા શાકભાજીનો સૌથી વધુ જમવા માં કરવો જોઈએ. તેથી આજે તમારે માટે લાવીશું વિટામિન ભરપુર લીલી પાવભાજી. Heena Nikul Gadhvi -
હરિયાળી પાવ ભાજી
#જોડીઆ પાવભાજી રેગ્યુલર પાવભાજી કરતાં અલગ છે કારણ કે લીલા રંગના ઈનગ્રીડીયન્ટસ વાપરી ને બનાવ્યું છે. જે એટલું જ હેલધી છે. Bijal Thaker -
ટીક્કી હરિયાલી પરાઠા
#પરાઠા/થેપલા આ પરોઠા ઘઉં નો લોટ, ચોખા નો લોટ અને બેસન માંથી બનાવ્યા છે, જેમાં મેથી, લીલી ડુંગળી, કોથમીર ઉમેરી લોટ બાંધ્યો છે, અને બાફેલા બટેટા, કોબી, કેપ્સિકમ,ટામેટા ની ટીક્કી બનાવી સ્ટફ કરી છે. Safiya khan -
મિક્સ વેજ હાંડવો
#ચોખા#India post 6#goldenapron8th week recipeવરસાદી વાતાવરણમાં કંઇક ચટપટું ખાવા નું મન થાય તેમજ એક જ વાનગી બનાવવાની હોય તો તરત જ હાંડવા નો ઓપ્શન યાદ આવે એક ગૃહિણી ઘરનાં સભ્યો ની હેલ્થ માટે ખૂબ જ સજાગ હોયછે સાથે સાથે બીજા કામ પણ કરવાના અને હા વરસાદી માહોલ ને પણ એન્જોય કરવો હોય છે તો હાંડવા થી બીજો કોઈ સારો ઓપ્શન જ નથી .ગુજ્જુ લોકો નો ફેવરીટ,પીકનીક ના મેનું માં પણ પહેલા નંબરે આવતો એવો ગુજરાતી હાંડવો જેમાં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે વપરાય છે અને કાબોર્હાડેટ થી ભરપૂર છે. એમાં બધાં શાકભાજી એડ કરવામાં આવે તો સોના માં સુગંધ ભળે. તો મિક્સ વેજ હાંડવા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કેરી પાલક દાળ
#શાકઆ એક હૈદરાબાદ ની ખાસ વાનગી છે. જેમાં કાચી કેરી ને લીધે સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
-
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Linlmaખીચડી એક હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે.મેં ચાર પ્રકારની દાળ અને ચોખા નો ઉપયોગ કરી ખીચડી બનાવી છે. તેમાં જે વેજીટેબલ્સ ઉપયોગ કરવો હોય તે નાખી અને પૌષ્ટિક બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
વન પોટ સુરતી બિરયાની
#હેલ્થી#indiaઆ બિરયાની માં બધા લીલા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી હેલ્ધી પણ છે અને એક જ વાસણ માં બનાવી છે એટલે આસાની થી બની જાય છે. Grishma Desai -
મિક્સ દાળ ના સ્વીટ કોર્ન હાંડવો અપ્પે
#ટીટાઈમ#પોસ્ટ7 હાંડવો અને અપ્પે બધાં નું ફેવરેટ ફૂડ છે. એ બંનેને કમ્બાઇન કરીને આજે મેં હાંડવો અપે બનાવ્યું છે. હા બનાવવામાં મિક્સ દાળ નો ઉપયોગ કર્યો છે અને એના કારણે હેલ્થ બની ગયું છે. Khyati Dhaval Chauhan -
-
કાચા કેળા કરી(Raw Banana Curry Recipe in Gujarati)
આ કરી સાઉથમાં મોટાભાગે બધા જુદી-જુદી રીતે બનાવતા હોય છે.કરી એટલે રસવાળું શાક,પણ સાઉથમાં બધા શાકમાં કોકોનટ નો ઉપયોગ થતો હોય છે. Mital Bhavsar -
ગુજરાતી કઢી મસાલો (Gujarati kadhi masalo recipe in Gujarati)
ગુજરાતી કઢી એ ગુજરાતના લોકોની પ્રિય વસ્તુ છે જે જમવાનો એક મહત્વનો હિસ્સો છે. ગુજરાતી કઢી દહીં, ચણાનો લોટ અને લીલા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. ગુજરાતી કઢી નો મસાલો બનાવવો એકદમ સરળ છે જેમાં મુખ્ય રૂપે તુવેરના દાણા અને આંબા હળદર નો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળામાં આ મસાલામાં વપરાતી બધી વસ્તુઓ સહેલાઈથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. આ મસાલો બનાવીને આખું વર્ષ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે. આ મસાલો ગુજરાતી કઢી ના સ્વાદ અને સુગંધમાં ઘણો વધારો કરે છે.#GA4#Week13 spicequeen
More Recipes
ટિપ્પણીઓ