રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા ઘઉં ને રાતે પલાળી દેવા, બીજા દિવસે ઘઉં ને બાફી લો પછી તુવેર ની દાળ ને પણ બાફી લો, આદું, મરચાં ને પણ વાટી લો,
- 2
પછી વઘાર માટે કાજુ, લવિંગ, તજ લો, લીલું લસણ, કોથમી તૈયાર કરો,
- 3
અેક તપેલા માં બાફેલા ઘઉં, તુવેર ની દાળ,લઇ ને જરૂર મુજબ પાણી ઉમેરો પછી થોડું ખદખદે અેટલે અેક કઢાઈ માં તેલ લઇ તેમાં તજ, લવિંગ, તલ,થી વઘાર કરો, પછી તેમાં બઘા મસાલા, મીઠું સ્વાદ મુજબ નાંખી ને હલાવો પછી તેની પર કોથમી, લીલું લસણ નાંખીને સજાવો, પછી ગરમ ગરમ, ઘી, તેલ નાંખી ને ખાવ. તલ નુંતેલ પણ બવ સરસ લાગે છે ટેસ્ટ માં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ધનુર્માસ નો ખીચડો(ઘઉં નો ખીચડો)
#ગુજરાતીઆ ખીચડો ધનુર્માસ માં મંદિરમાં ભગવાન ને ધરાવવામાં આવે છે જે છડેલા ઘઉં માં થી બને છે. આ એક ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે. Bijal Thaker -
ઘઉં નો તીખો ખીચડો (Wheat khichdo Recipe in Gujarati)
ખૂબજ ફાઇબર યુક્ત. ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
-
-
રજવાડી ગળ્યો ખીચડો જૈન (Royal Sweet Khichdo Jain Recipe In Gujarati)
#MS#Uttarayan#Sweet_khichado#wheat#dryfruits#prasad#CookpadIndia#COOKPADGUJRATI ઘઉં એ દુનિયાના મોટાભાગના દેશમાં ઉપયોગમાં લેવાતું ધાન્ય છે. તેનો સમાવેશ એક મુખ્ય ધાન્ય તરીકે કરી શકાય છે. મોહેં-જો-દડો અવશેષોમાં પણ કાર્બનિક ઘઉં મળેલ છે જેથી એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલાં પણ ઘઉં નું અસ્તિત્વ હતું. મકરસંક્રાંતિ/ઉતરાયણના દિવસે ઘણા મંદિરો માં પારંપરિક રીતે ઘઉં નો ખીચડો બનાવી પ્રસાદરૂપે પીરસવામાં આવે છે. આ માટે છડેલા ઘઉં નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તમે મનપસંદ બીજાં સૂકા મેવા ઉમેરી શકો છો. આમ તો તેમાં ગળપણ માં ખાંડ ઉમેરવામાં આવે છે, પરંતુ જો ગોળ પણ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. દેશી ઘી સાથે બનાવવા તે ખીચડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
વેજીટેબલ ખીચડો
વેજીટેબલ ખીજડો ઉતરાયણમાં બનાવવામાં આવે છે જેમાં આપણે છડેલા ઘઉં નો ઉપયોગ કરીએ છીએ આ ઉત્તરાયણમાં ખવાતો આ વેજીટેબલ ખીજડા ની રેસિપી આજે આપણે જોઈએ Kankshu Mehta -
-
છડેલા ઘઉંનો ખીચડો
#લોકડાઉન #goldenapron3 week11અત્યારે કોરોના વાયરસનાં કારણે લોકડાઉન ચાલી રહ્યું છે જેનાં લીધે ઘરમાં જ રહેવું સુરક્ષિત છે. શાકભાજી લેવાં પણ બહાર જવું સુરક્ષિત નથી. તો આવી પરિસ્થિતિમાં ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને રસોઈ કરવી જોઈએ. તો આજે લંચ/ડિનરમાં વનપોટ મિલ તરીકે ખાઈ શકાય તેવી હેલ્ધી તથા ટેસ્ટી વાનગી પોસ્ટ કરું છું જેનું નામ છે છડેલા ઘઉંનો ખીચડો આ ખીચડો ઉત્તરાયણ દરમિયાન તો અવશ્ય બનતો જ હોય છે પરંતુ હજુ માર્કેટમાં તુવેરનાં લીલવા મળે છે અને મારા ત્યાં ફ્રિજમાં પણ સ્ટોર કર્યા હતા તો મેં તેનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ તીખો ખીચડો બનાવ્યો છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
તીખો ખીચડો
#MSધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ. Priti Shah -
ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો
#શિયાળાઅત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. જેને આપણે કમૂર્તા તરીકે પણ ઓળખીએ છીએ. આ માસમાં કોઈપણ માંગલિક કાર્ય કરી શકાતું નથી. કેમકે આ માસમાં સૂર્ય પોતાના મિત્ર ગુરૂ બૃહસ્પતિ રાશિ એટલે કે ધન રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી માંગલિક કાર્ય કરી શકાય છે. આ માસ દરમિયાન મહાભારતનું યુદ્ધ થયું હતું. ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે. જેના લીધે આ માસમાં ભાગવત પારાયણ, ભજન, કીર્તન, દાન જેવા ધાર્મિક કાર્યો કરવાનો મહિમા છે. પવિત્ર ધનુર્માસમાં મંદિરોમાં ઠાકોરજીને ખીચડાની સામગ્રી અવશ્ય ધરાવવામાં આવે છે. ઘણા મંદિરોમાં મકરસંક્રાંતિ (ભોગી ઉત્સવ) નાં દિવસે ખીચડો ધરાવવામાં આવે છે. ધનુર્માસમાં બે પ્રકારના ખીચડા બને છે તીખો અને મીઠો. તીખો ખીચડો છડેલા ઘઉં - બાજરી- જુવાર, ચણાની દાળ, ચોખા જેવા વિવિધ ધાન્યમાંથી બનાવવામાં આવે છે અને મીઠો ખીચડો છડેલા ઘઉં, ગોળ, ઘી, સૂકોમેવો વગેરે ઉમેરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
ખાટો ખીચડો
#સંક્રાંતિમિત્રો આજે હું સંક્રાંતિ સ્પેશ્યલ માં મારા ઘર નો ટ્રેડિશનલ વાનગી તમારી સાથે શેર કરી રહી છું. જે સંક્રાંતિમાં મારે ત્યાં બનતો જ હોય છે. Kripa Shah -
ધનુરમાસ નો ખીચડો (Khichdo Recipe in Gujarati)
આ ખીચડો ધનુર્માસ માં બનાવવા મા આવે છે. ઉત્તરાયણ માં આ ખીચડો ઘણી જગાએ અચૂક ખવાય છે. આ એકદમ ટેસ્ટી અને ઘી તથા તેજાના થી ભરપૂર હોવાથી શિયાળા મા ખાવાની ખુબ મજા આવે છે. Kinjal Shah -
-
-
-
-
-
-
તીખો ખીચડો જૈન (Spicy Khichado Jain Recipe In Gujarati)
#US#મકરસંક્રાતિ#ઉત્તરાયણ#તિખોખીચડો#ઘઉં#ચણાદાળ#તુવેરદાળ#લીલવા#LUNCH#HEALTHY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
તીખો ખીચડો (Spicy khichado recipe in Gujarati) (Jain)
#MS#uttrayan#spicy#wheat#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ભારત દેશમાં ઘઉંની ત્રણ પેટાજાતિઓનું વાવેતર કરવામાં આવે છે. તે પૈકી લગભગ 88 % વિસ્તારમાં એસ્ટિવમ ઘઉંનું વાવેતર થાય છે. દેશનાં લગભગ બધાં જ રાજ્યોમાં તે વવાય છે. આ ઘઉંને બ્રેડ વ્હીટ (ટુકડા ઘઉં) તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના આટામાંથી બ્રેડ અને રોટલી ખૂબ જ સારી ગુણવત્તાવાળી થાય છે; જ્યારે લગભગ 11 % વિસ્તારમાં ડ્યૂરમ ઘઉં જેને મૅકરોની વ્હીટ (દાઉદખાની) પણ કહે છે, તેનું વાવેતર થાય છે. તેમાંથી પેસ્ટ્રિની વાનગીઓ અને સ્પગેટી જેવી વાનગીઓ તેમજ લાડવા, સોજી, ભાખરી વગેરે વાનગીઓ સારી થાય છે. ડ્યૂરમ ઘઉંનું વાવેતર ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ ઉપરાંત ખૂબ જ ઓછા વિસ્તારમાં ડાયકોકમનું પણ વાવેતર થાય છે; તેને ઇમર વ્હીટ (પોપટિયા) પણ કહે છે. આ પ્રકારના ઘઉંના દાણા ઉપર ફોતરી ચોંટેલી રહે છે અને દાણા છૂટા પાડવા માટે તેને ખાંડણિયામાં ખાંડવા પડે છે. આ પ્રકારના ઘઉંમાંથી લાપશી અને શીરા જેવી વાનગીઓ ખૂબ જ સારી અને મીઠાશવાળી થાય છે. આમ, જુદાં જુદાં પ્રકારના ઘઉં નો જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા માટે થાય છે. જે ઘઉં ની પ્રજાતિ પર આધારિત છે. અહીં છડેલા ઘઉં માંથી મકરસંક્રાંતિના પર્વ પર બનાવવામાં આવતા પરંપરાગત તીખો ખીચડો તૈયાર કરેલ છે. જે ખુબ જ સ્વાદિષ્ટ તો છે જ, આ સાથે તે ખાવામાં વધુ ગુણકારી હોય છે. કારણ કે આખા ધાન્ય માંથી પોષક તત્વો વધુ સારા પ્રમાણમાં મેળવી શકાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11348522
ટિપ્પણીઓ