ધનુરમાસ નો ખીચડો (Khichdo Recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

આ ખીચડો ધનુર્માસ માં બનાવવા મા આવે છે. ઉત્તરાયણ માં આ ખીચડો ઘણી જગાએ અચૂક ખવાય છે. આ એકદમ ટેસ્ટી અને ઘી તથા તેજાના થી ભરપૂર હોવાથી શિયાળા મા ખાવાની ખુબ મજા આવે છે.

ધનુરમાસ નો ખીચડો (Khichdo Recipe in Gujarati)

આ ખીચડો ધનુર્માસ માં બનાવવા મા આવે છે. ઉત્તરાયણ માં આ ખીચડો ઘણી જગાએ અચૂક ખવાય છે. આ એકદમ ટેસ્ટી અને ઘી તથા તેજાના થી ભરપૂર હોવાથી શિયાળા મા ખાવાની ખુબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો
  1. ૧/૪ વાડકીતુવેર દાળ
  2. ૧/૪ વાડકીચણા દાલ
  3. ૧/૪ વાડકીમગ દાળ
  4. ૧/૪ વાડકીઘઉં ના ફાડા
  5. ૧ વાડકીચોખા
  6. ૧ વાડકીઘી
  7. ૧/૪ વાડકીતેલ
  8. 4-5કાજુ
  9. 8-10સૂકી દ્રાક્ષ
  10. 3-4બદામ સમારેલી
  11. 4સૂકી ખારેક
  12. 2 ચમચીશીંગદાણા અધકચરા વાટેલા
  13. 3-4લીલાં મરચા
  14. 1 ટુકડોતજ
  15. 4-5લવિંગ
  16. 2સૂકા લાલ મરચા
  17. 1ડગર ફૂલ
  18. ચપટીજાયફળ પાઉડર
  19. 1/2 ચમચીખાંડ
  20. મીઠુ સ્વાદાનુસાર
  21. 1 ચમચીલાલ મરચું
  22. 1/2 ચમચીહળદર
  23. 1/2 ચમચીગરમ મસાલો
  24. 1 ચમચીરાઈ
  25. 1/2 ચમચીજીરૂ
  26. 1/4 ચમચીહિંગ
  27. 1/2 ચમચીઅડદ દાળ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    બધી દાળ, ફાડા અને ચોખા ને 1 કલાક પલાળી રાખવું.

  2. 2

    હવે કૂકર મા ઘી અને તેલ લઇ એમાં રાઈ જીરું અને હિંગ નાખી સૂકા લાલ મરચા, લીલા મરચ, તજ, લવિંગ, દગર ફૂલ, કાજુ, બદામ, દ્રાક્ષ, ખારેક, શીંગદાણા અધકચરા, અડદ દાળ નાખી સાંતળી લેવું.

  3. 3

    હવે એમાં બધાં મસાલા નાખી 1 1/2 ગ્લાસ પાણી ઉમેરી દો. હવે એમાં પલાળેલા દાળ ચોખા મિકસ કરો. મીઠું અને ખાંડ નાખી. જરૂર લાગે તો પાણી ઉમેરી થોડું ઉકળવા દેવું.

  4. 4

    હવે ઢાંકણ બંધ કરી 3-4 સિટી માં ખીચડો તૈયાર થઈ જસે. કઢી સાથે ખાવાની બહુ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

Similar Recipes