તીખો ખીચડો (Spicy khichado recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#MS
#uttrayan
#spicy
#wheat
#winterspecial
#CookpadIndia
#COOKPADGUJRATI
ભારત દેશમાં ઘઉંની ત્રણ પેટાજાતિઓનું વાવેતર કરવામાં આવે છે. તે પૈકી લગભગ 88 % વિસ્તારમાં એસ્ટિવમ ઘઉંનું વાવેતર થાય છે. દેશનાં લગભગ બધાં જ રાજ્યોમાં તે વવાય છે. આ ઘઉંને બ્રેડ વ્હીટ (ટુકડા ઘઉં) તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના આટામાંથી બ્રેડ અને રોટલી ખૂબ જ સારી ગુણવત્તાવાળી થાય છે; જ્યારે લગભગ 11 % વિસ્તારમાં ડ્યૂરમ ઘઉં જેને મૅકરોની વ્હીટ (દાઉદખાની) પણ કહે છે, તેનું વાવેતર થાય છે. તેમાંથી પેસ્ટ્રિની વાનગીઓ અને સ્પગેટી જેવી વાનગીઓ તેમજ લાડવા, સોજી, ભાખરી વગેરે વાનગીઓ સારી થાય છે. ડ્યૂરમ ઘઉંનું વાવેતર ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ ઉપરાંત ખૂબ જ ઓછા વિસ્તારમાં ડાયકોકમનું પણ વાવેતર થાય છે; તેને ઇમર વ્હીટ (પોપટિયા) પણ કહે છે. આ પ્રકારના ઘઉંના દાણા ઉપર ફોતરી ચોંટેલી રહે છે અને દાણા છૂટા પાડવા માટે તેને ખાંડણિયામાં ખાંડવા પડે છે. આ પ્રકારના ઘઉંમાંથી લાપશી અને શીરા જેવી વાનગીઓ ખૂબ જ સારી અને મીઠાશવાળી થાય છે.
આમ, જુદાં જુદાં પ્રકારના ઘઉં નો જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા માટે થાય છે. જે ઘઉં ની પ્રજાતિ પર આધારિત છે. અહીં છડેલા ઘઉં માંથી મકરસંક્રાંતિના પર્વ પર બનાવવામાં આવતા પરંપરાગત તીખો ખીચડો તૈયાર કરેલ છે. જે ખુબ જ સ્વાદિષ્ટ તો છે જ, આ સાથે તે ખાવામાં વધુ ગુણકારી હોય છે. કારણ કે આખા ધાન્ય માંથી પોષક તત્વો વધુ સારા પ્રમાણમાં મેળવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામછડેલા ઘઉં
  2. 50 ગ્રામતુવેરની દાળ
  3. 50 ગ્રામચણાની દાળ
  4. 2 ચમચીસિંગદાણા
  5. બેથી ત્રણ ચમચી તેલ
  6. અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ
  7. 1 કપમિક્સ લીલા દાણા (તુવેર, ચણા વટાણા,પાપડી)
  8. અડધો કપ મિક્સ સૂકોમેવો (કાજુ, દ્રાક્ષ, બદામ, ખારેક, ટોપરું)
  9. અડધો કપ ઝીણી સમારેલી કોથમીર
  10. પા ચમચી હળદર પાવડર
  11. પા ચમચી હિંગ
  12. 1આખું લાલ મરચું
  13. 4 નંગલવિંગ
  14. 2 ટુકડાતજ
  15. 2-3મરી
  16. 1તમાલપત્ર
  17. 1/8 ટી સ્પૂનગરમ મસાલો
  18. 1/4 ટી સ્પૂનસૂંઠ/સૂકું આદું
  19. મીઠું સ્વાદાનુસાર
  20. સાથે સર્વ કરવા માટે: ગળ્યો ખીચડો

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ છડેલા ઘઉં ને આઠ થી દસ કલાક માટે હૂંફાળા પાણીમાં પલાળી દો. પછી 6/7 વ્હિસલ સુધી પ્રેશર કુકર માં બાફી લો.

  2. 2

    બધા જ લીલા દાણાની ચપટી ખાંડ અને મીઠું ઉમેરીને બાફી લેવા, જેથી તેનો કલર લીલો જળવાઈ રહે. બંને દાળ ને દાણો આખો રહે તે રીતે બાફી લેવી. સુકામેવા અને સિંગદાણા ને પણ બાફી લેવા.

  3. 3

    અભી એક જાડા તળિયાવાળા ઊંડા વાસણમાં તેલ મૂકી, તેમાં તજ, લવિંગ, મરી, તમાલપત્ર, આખું લાલ મરચું, હિંગ, હળદર ઉમેરવા. પછી તેમાં લીલા મરચા ની પેસ્ટ ઉમેરો અને બાફેલા છડેલા ઘઉં ઉમેરવા.

  4. 4

    હવે તેમાં બાફેલી દાળ અને બધા જ લીલા દાણા તથા સુકામેવા ઉમેરી બરાબર મિક્સ કરી લો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો અને ધીમા તાપે સાત થી ૮ મિનીટ માટે તેને કુક કરવું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં. છેલ્લે ચપટી ગરમ મસાલો ઉમેરી બે મિનિટ માટે રહેવા દો પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો.

  5. 5

    તૈયાર કરવું નથી અને સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને કોપરાની છીણ ભભરાવી સર્વ કરો.

  6. 6

    અહીં મેં તીખા ખીચડા ને ગળ્યા ખીચડા સાથે કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes