સ્ટંફિંગ પાત્રા

Namrataba Parmar
Namrataba Parmar @290687namee

#સ્ટફડ

#ઇબુક૧
#૩૯

આપડે બધાયે એ પાત્રા તો ખાધા જ હશે પણ આજે પહેલી વાર સ્ટફિંગ પાત્રા જે નવી સોચ સાથે બનાવ્યા છે.ને આવા પાત્રા ક્યારેય કોઈ એ નહીં બનાવ્યા હોય.પાત્રા તો આપે ઘણા ખાધા હશે પણ પહેલી વાર મારા બનાવેલા પાત્રા આપ બનાવશો તો નવીન ખાસો.ને નવી જ રીતે ને એક જોરદાર નવા સ્વાદ સાથે ફ્યુઝન માં વેજિટેબલ્સ ,પનીર ને ન્યૂડલ્સ નો ટોમેટો ગ્રેવી નો ઉપયોગ કરી ને વેજ.ચાઇનીઝ વિથ પંજાબી પાત્રા ને વઘાર ગુજરાતી ....સો આજે નવા જ પાત્રા ની રેસિપિ આપણી પાસે મુકતા આનંદ ની અનુભૂતિ થાય છે.આ પાત્રા બનાવો નો વિચાર મારા પતિદેવ ને આવ્યો ને પછી અમે બંને એ મહેનત કરી પેલી વાર બનાવ્યા થોડી વાર લાગી પણ જમ્યા બાદ...આહ...ને વાહ...એવું જ લાગ્યું...

સ્ટંફિંગ પાત્રા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટફડ

#ઇબુક૧
#૩૯

આપડે બધાયે એ પાત્રા તો ખાધા જ હશે પણ આજે પહેલી વાર સ્ટફિંગ પાત્રા જે નવી સોચ સાથે બનાવ્યા છે.ને આવા પાત્રા ક્યારેય કોઈ એ નહીં બનાવ્યા હોય.પાત્રા તો આપે ઘણા ખાધા હશે પણ પહેલી વાર મારા બનાવેલા પાત્રા આપ બનાવશો તો નવીન ખાસો.ને નવી જ રીતે ને એક જોરદાર નવા સ્વાદ સાથે ફ્યુઝન માં વેજિટેબલ્સ ,પનીર ને ન્યૂડલ્સ નો ટોમેટો ગ્રેવી નો ઉપયોગ કરી ને વેજ.ચાઇનીઝ વિથ પંજાબી પાત્રા ને વઘાર ગુજરાતી ....સો આજે નવા જ પાત્રા ની રેસિપિ આપણી પાસે મુકતા આનંદ ની અનુભૂતિ થાય છે.આ પાત્રા બનાવો નો વિચાર મારા પતિદેવ ને આવ્યો ને પછી અમે બંને એ મહેનત કરી પેલી વાર બનાવ્યા થોડી વાર લાગી પણ જમ્યા બાદ...આહ...ને વાહ...એવું જ લાગ્યું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 8નંગ અળવી ના પણ
  2. 300 ગ્રામચણા નો લોટ
  3. 100 ગ્રામન્યૂડલ્સ
  4. 100 ગ્રામપનીર
  5. 5નંગ ટામેટા
  6. 5નંગ ડુંગરી
  7. 100 ગ્રામકોબીજ
  8. 3લીલા મરચાં
  9. 3નંગ ગાજર
  10. 1વાટકી સમારેલી કોથમીર
  11. 1વાટકી ફ્રુટ ચટની
  12. 1વાટકી ટોમટો ગ્રેવી
  13. નિમક સ્વાદ અનુસાર
  14. 4 ચમચીલીંબુ નો રસ
  15. 2 ચમચીખાંડ
  16. 3 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  17. 1 ચમચીસાજી ના ફૂલ
  18. 2ગ્લાસ પાણી
  19. 3 ચમચીતલ
  20. 1 ચમચીઆખું જીરું
  21. 1 ચમચીવળીયાળી
  22. પાત્રા વઘાર માટે ની સામગ્રી
  23. 2ચમચા તેલ
  24. 1ગ્લાસ પાણી
  25. 2નંગ મરચાં
  26. 10 ચમચીખાંડ
  27. નિમક સ્વાદ અનુસાર
  28. 2 ચમચીતલ
  29. 1 ચમચીહળદર
  30. 1વાટકી કોથમીર સમારેલ
  31. 1તીરખી મીઠા લીમડા ની
  32. 1 ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ન્યૂડલ્સ બાફવા મુકી દેવા.ને એ દરમિયાન અળવી ના પાન મથજ રેસ સાથે દાંડી કાઢી લેવી.

  2. 2

    ફ્રુટ ચટણી ને ટામેટા ની ગ્રેવી મિક્સ કરી લેવી.પાન બહુ મોટા હોવાના લીફહે વચ્ચે થી કટ કરી લેવા નાના પાન હોય તો આખા ચાલે. પનીર ને પનીર ને ખમણી લેવું.

  3. 3

    ચણા ના લોટ નું બેટર ત્યાર કરવા માટે લોટ માં હળદર,ખાંડ,આખું જીરું,વરિયારી,તલ, ધાણાજીરું,આદુ,-મરચાં-લસણ ની પેસ્ટ,લાલ મરચું પાઉડર,નિમક,ખાંડ,સાજી ના ફૂલ લીંબુ નો રાસનાખી પાણી ઉમેરી ઘટ્ટ બેટર ત્યાર કરવું.

  4. 4

    કોબીજ નું ખમણ કરી લેવું.ગાજર નું ખમણ,પનીર નું ખમણ,ગાજર ખમણી લેવું.મરચા નું બારીક કટિંગ.ડુંગરી એકદમ લાંબી જીની સમારી લેવી.કોથમીર સમારી લેવી.બધું મિક્સ કરી લેવું.તેમાં નિમક ધાણાજીરુ,લીંબુ નો રસ,મરચુ નાખી હલાવી લેવું.હોવી બધી સામગ્રી ત્યાર છે.

  5. 5

    પાન લેવું 1 તેમાં ચણા ના લોટ નું બેટર લગાવવું.તેના પર બીજું પાન મૂકી ફ્રુટ ચટણી લગાવી ને સહેજ સાવ પાતળું બેટર લગાવી તેના પર આપને જે બધા વેજ.ને પાણી નું જે ખમણ સ્ટફિંગ ત્યાર કર્યું છે તેને પાથરવું.

  6. 6

    હવે તેમાં પાર 3 પાન રાખવું તેના પર ફ્રુટ ચટણી લગાવી.ને આપડે જે બાફેલા મસાલા ન્યૂડલ્સ ને પાથરવા.હવે તેના પર 4 પાન રાખી ફરી ચણા ના લોટ નું બેટર છે તેને ઘટ્ટ લગાવવું.ને ત્યાર બાદ રોલ ધીમે ધીમે વારી લેવો.

  7. 7

    4 રોલ ત્યાર થશે ઢોકળિયા માં સ્ટફિંગ ના લીધે 4 રોલ મોટા હોવાથી એક સાથે ના સમાય માટે બે ત્યાર કરી ને બે રોલ ને બાફવા મૂકી દેવા.ત્યાં બીજા બે ત્યાર કરીી લેવા.

  8. 8

    બફાવા માટે 1વાર માં 20 થી 25 મિનિટ સમય થશે.બફાય જાય એટલે.તેના ધીમે ધીમે ગોળ કટિંગ કરી લેવા.આ સ્ટફિંગ પાત્રા ને એમને ચટણી સાથે પણ ખાય શકાય છે ને ચા સાથે પણ સરસ લાગે છે

  9. 9

    ને આ સ્ટફિંગ પાત્રા ને વઘાર કરવાથી સ્વાદ માં વધારો થાય છે તો તેના વધારવાની રીત જણાવીશ.પેન માં તેલ મુકો તેલ આવી જાય એટલે તેમાં રાઈ ને આખું જીરું.લીમડો નાખવો.રાય જીરું તાંતણે અટલે હિંગ ની ચપટી નાખવી.ત્યાર બાદ તેમાં તલ.મરચાં નું કટિંગ.ખાંડ.નિમક નાખવું હવે 1 ગ્લાસ પાણી નાંખી ને તેને ઉકાળો ઉકલે એટલે કોથમીર નાખી દો વઘાર ત્યાર છે જે પાત્રા છે તેના પર માથે રેડી દેવો.

  10. 10

    લો ત્યાર છે. નવી જ રીતે ને નવા સ્વાદ સાથે સ્ટફિંગ પાત્રા જેમાં સ્વાદ ગુજરાતી,ચાઇનીઝ,ને પંજાબી ના સંગમ સાથે....

  11. 11

    પાત્રા નું અલગ અલગ રીતે પ્લેટિંગ કરી શકો છો.આશા છે બધા ને મારી આ નવી રીતે બનાવેલા સ્ટફિંગપાત્રા ગમ્યા હશે.એકવાર અચૂક બનાવજો.હુંબ સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrataba Parmar
Namrataba Parmar @290687namee
પર

ટિપ્પણીઓ

Similar Recipes