તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)

તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાત્રા માટે: સૌ પ્રથમ અળવી ના પાન ને ધોઈ ને કોરા કપડા થી લુછી લો. હવે છરી વડે હળવા હાથે પાન માંથી નસ કાપી લો.
- 2
હવે એક બોલ લઈ તેમાં ચણા નો લોટ, મીઠું, હળદર, આંબલી નો પલ્પ, ગોળ, અજમા, આદુ ની પેસ્ટ, ગરમ મસાલો, લાલ મરચુ પાઉડર અને ધાણાજીરૂ ઉમેરો. બધુ બરાબર મિક્સ કરી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ને જાડું મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે પાન ને ઊંધા રાખી તેના પર તૈયાર કરેલ મિશ્રણ લગાવી લો. તેના પર બીજું પાન મૂકી મિશ્રણ લગાવો. આવી રીતે પાન ના લેયર કરી ને ટાઇટ રોલ વાળી લો. રોલને 15 મિનિટ માટે વરાળે બાફવા મુકો.
- 4
બફાઈ ગયા બાદ તેને સ્લાઈસ માં કાપી લો. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ, મીઠા લીમડા ના પાન અને તલ ઉમેરો. હવે પાત્રા ની સ્લાઈસ ઉમેરી ને મિક્સ કરી લો. કોથમીર ભભરાવી દો. પાત્રા ના નાના ટુકડા કરીને રાખો.
- 5
હવે તુરીયા ને ધોઈ ને છાલ કાઢી લો. તુરીયા ના નાના નાના ટુકડા કરી લો.
- 6
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં જીરું, હિંગ, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ, તલ અને મીઠા લીમડા ના પાન ઉમેરી ને સાંતળો. ત્યારબાદ સમારેલ તુરીયા ઉમેરી લો. મીઠું ઉમેરી ને મિક્સ કરી લો. હવે ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો.
- 7
તુરીયા ચઢી જાય પછી તેમાં પાત્રા ના ટુકડા ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. હવે તેના પર ટોપરા નું છીણ અને કોથમીર ભભરાવી દો.
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ એવું તુરીયા પાત્રા નું શાક. રોટલી અથવા પૂરી સાથે આ શાક ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)
#cookpad#cookpad_guj#cookpadindia#Fam#traditionalrecipe#EB#week6તુરીયા ના શાક માં અળવી ના પાન ના પાત્રા કરી ને ઉમેરવાથી આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.પાત્રા બનાવતી વખતે બધા મસાલા ચડિયાતા નાખવા . દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.Thank you all admins.Thank you cookpad Gujarati. Mitixa Modi -
તુરીયા પાત્રા (Turiya Patra recipe in Gujarati)
આ એકદમ સામાન્ય વસ્તુઓ ને વાપરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી રેસીપી છે. હું પાત્રા ને અલગથી બાફતી નથી એને શાકની સાથે ધીમા તાપે ચડવા દઉં છું. એના લીધે એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ શાક ને રોટલી અથવા રાઈસ સાથે પીરસી શકાય પણ મને તો એમનેમ જ ખાવાનું ખૂબ જ પસંદ છે.#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#post19 spicequeen -
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
તુરીયા પાત્રા નું શાક(turiya Patra nu shaak recipe in Gujarati)
#JSR તુરીયા સાથે અળવી નાં પાન નાં પાત્રા ઉમેરી ને બનાવવા માં આવે છે.પાત્રા બનાવતી વખતે મસાલા ચડીયાતા ઉમેરવાંથી એકદમ મસાલેદાર બને છે. આ શાક ખાસ કરી ને દક્ષિણ ગુજરાત માં લગ્ન પ્રસંગે બનતું હોય છે. Bina Mithani -
તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week6#turiya#weekendchef ગુજરાતી જમણવાર તુરીયા પાત્રા નું શાક જોવા મળતું હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
તુરીયા માં પાત્રા
#સ્ટફડપાત્રા માં સ્ટફિંગ ચોપડી ને રોલ કરી ને તુરીયા ના મસાલા માં પકાવા માં આવે છે. લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા ખાસ કરીને બનાવાતું આ શાક છે.આ શાક રોટલા, પૂરી, રોટલી ,ભાખરી બધા સાથે એનું કોમ્બિનેશન એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.#AM3 Chandni Kevin Bhavsar -
તુરીયા પાત્રા
જુલાઈ સપર રેસિપી#JSR : તુરીયા પાત્રાતુરીયા ના શાક માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે. તો તેમાં નું એક મેં આજે તુરિયા પાત્રા નું શાક બનાવ્યું. Sonal Modha -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#RC4 પાત્રા ના બાફેલા વીંટા અને તુરીયા ના કોમ્બીનેશન થી બનતું આ શાક દક્ષિણ ગુજરાત મા લગ્નપ્સંગો ખાસ હોય જ. Rinku Patel -
તુરીયા પાત્રાનું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#cookoadgujarati ચોમાસા ના આ વરસાદી માહૌલ માં દરેક પ્રકાર ના લીલાછમ તાજાં શાક્ભાજીઓ મળી રહે છે. તુરીયા અને અળવી ના પાન પણ હમણા હમણા શાક માર્કેટમાં બહુ જોવા મળે છે. તુરીયાથી તો સૌ પરિચિત છો જ, સાથે અળવી અને પાત્રા વિષે થોડી માહિતી મેળવીએ. પાત્રા ને સ્ટફ્ડ રોલ કે પતરવેલીયા પણ કહેવામાં આવે છે. તેના રોલ ની સ્લાઇઝ કરી ને તેને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરીને કે વઘારીને પણ નાસ્તા તરીકે અથવા તો જમણ માં ફરસાણ તરીકે ઉપયોગ માં લઇ શકય છે. હેલ્થ કોંશ્યશ લોકો પાત્રા ની બાફેલી સ્લાઇઝ પણ ખાય છે. તો હેલ્થ માટે ખૂબજ ઉપયોગી એવા આ તુરીયા તેમજ અળવી ના પાન માંથી બનતાં પાત્રા નુ શાક જરુરથી બનાવવું જોઇએ. તુરિયા જેને ગીસોડા પણ કહેવાય છે જેમાં સારી માત્રામાં રેસા હોવા ના કારણે સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે એમ કહી શકાય કે ગુજરાતી દરેક વાનગીમાં કઈક નવું લાવી ને કોઈ પણ વાનગી ને નવો સ્વાદ આપી દે છે ને એ સ્વાદ દરેક ને પસંદ પણ આવતો હોય છે ક્યારેક કઈ નવી વાનગી બનાવે તો ક્યારેક બચેલ વાનગી ને મિક્સ કરી ને બનાવે આજ આપણે એવીજ એક વાનગી તુરીયા પાત્રાનું શાક બનાવતા શીખીશું. Daxa Parmar -
તુરીયા માં પાત્રા (turiya ma patra in Gujarati)
આ મારી બા ની સ્પેશીયલ ડિશ છે અમારે ત્યાં બધાને ખુબ ભાવે છે.મારા કાકા નું ફેવરીટ શાક છે. Jenny Nikunj Mehta -
સ્વાદિષ્ટ તુરીયા પાત્રા નું શાક (Swadist Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#Post10# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujaratiચોમાસામાં સાથે લસણની પેસ્ટ સાથે તુરીયા પાત્રા નુ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આરોગ્ય માટે પણ ઉપકારક છે Ramaben Joshi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5#week5#WDC#Cookpadgujarati પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને. Daxa Parmar -
-
તુરીયા પાના નું શાક (Turiya Pan Shak Recipe In Gujarati)
#EB#Week6તુરીયા ની સિઝન માં માં આ શાક મારી ઘરે બને જ છે. આ શાક મારું પ્રિય છે. જોં તમારી પાસે તુરીયા ના હોય તો ગલકા પણ લઇ શકાય છે. Arpita Shah -
તુરીયા માં પાત્રા નું શાક (Turiya ma patra nu shaak Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૬આ શાક અમારા અનાવિલ માં લગ્નપ્રસંગે ખૂબ જ વખણાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા સાસુ પાસેથી આ શાક શીખ્યુ છે અને પહેલા વાર બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું. Sachi Sanket Naik -
-
ઓટ્સ પાત્રા (Oats Patra Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે પાત્રા બનાવવા માટે ચણા ના લોટ નો ઉપયોગ કરી એ છીએ.મે અહી ઓટ્સ નો ઉપયોગ કરી ને થોડું healthy version તૈયાર કર્યું છે.ઓટ્સ ખૂબ જ healthy hoy છે, વેઇટ લોસ કરવા માટે કે લો બ્લડ ખાંડ વાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.aentiaoxidant,ફૂડ છે જે માં હાઈ ફાઇબર છે જે આપણા પેટ ને ફૂલ રાખે છે માટે વારંવાર ભૂખ લાગતી નથી માટે રૂટિન ડાયટ માં ઓટ્સ હોવા જરૂરી છે. Bansi Chotaliya Chavda -
કાકડી તુરીયા માં પાત્રા નું શાક (Kakdi turiya ma paatra nu Shak recipe in Gujarati)
#સાતમઅત્યારે શ્રાવણ માસ ચાલે છે અને પાત્રા બધા ના ઘર માં બનતા હશે. આપણે પાત્રા હંમેશા એક જ રીતે બનાવી ને ખાધા છે પણ કાકડી તુરીયા સાથે પાત્રા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. અને મારા ઘર માં ખૂબ બને છે સીઝન આવે એટલે અને બધા ને ખૂબ ભાવે છે. અને આ શાક તમે છઠ્ઠ, સાતમ, આઠમ માં પણ બનાવી શકો છો. આ શાક બધા ને નથી ભાવતું તુરીયા ના લીધે પણ એકવાર આ શાક બનાવી ને ગરમ ગરમ રોટલા સાથે ખાશો તો ખરેખર ભાવશે. Chandni Modi -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
-
પાત્રા તેલ વગર (Patra Without Oil Recipe In Gujarati)
ફરસાણ માં ગુજરાતી પાત્રા એ બેસ્ટ ઓપ્શન છે.પાત્રા ભોજન સાથે અદભૂત સાઇડ ડીશ બનાવે છે. કેટલાક લોકો તેને કોરા બાફેલા ખાય છે તો કેટલાક લોકો તેને તેલ થી વઘારીને ખાય છે.આજે ને પાત્રા ને તેલ વગર બનાવ્યા છે.તેને મે ગળી ચટણી ગરમ કરી ને બનાવ્યા છે.જે લોકો ડાયેટ કરતા હોય તેને કઈક અલગ ખાવું હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે#AsahiKaseiIndia Nidhi Sanghvi -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
પાત્રા મૂઠિયાં.(Patra Muthiya in Gujarati.)
પાત્રા ચોપડવાની ઝંઝટ વગર ટેસ્ટી પાત્રા નો સ્વાદ માણો.બાફેલાં મૂઠિયા પાત્રા એક વીક સ્ટોર કરી જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય.છઠ સાતમ ના તહેવાર માં ઉપયોગી થશે. Bhavna Desai -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
આ શાક મારી રીતે થોડા પંજાબી ટચ સાથે બનાવેલું છે. Hetal Chirag Buch -
શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ21આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે Krishna Hiral Bodar -
પાત્રા(patra recipe in Gujarati)
# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 8 Nayna prajapati (guddu) -
પાત્રા (Patra Recipe in Gujarati.)
#વેસ્ટપાત્રા એટલે અળવી ના પાન.અળવી ના પાન સાથે લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે.ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે.મહારાષ્ટ્ર માં પણ આ વાનગી બને છે.સ્વાદ માં ખાટા,મીઠા અને તીખા પાત્રા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તહેવારો માં અને લગ્ન પ્રસંગો માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.બધા ની બનાવવાની રીત અલગ હોય છે.મે મિક્સ લોટ અને ગોળ આંબલી નો ઉપયોગ કરી વાનગી બનાવી છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (10)