પડવાળી ફરસી પૂરી

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 2+2 ટેબલ સ્પૂન ઘી અને તેલ
  3. 1 ટીસ્પૂનમરી પાવડર
  4. 1/2 ટીસ્પૂનજીરું
  5. મીઠું સ્વાદાનુસાર
  6. સ્ટફ માટે:+
  7. 2 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  8. 2 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં મીઠું,મરી અને જીરું નાખી મિક્સ કરો.

  2. 2

    તેમાં તેલ અને ઘી નાખી મુઠ્ઠી પડતું મોણ લાગે તેવો લોટ પુરી જેવો બાંધી લો.

  3. 3

    લુવા પાડી મોટી રોટલી વણો.એક વાટકી માં ચોખા નો લોટ અને ઘી ઉમેરી પેસ્ટ તૈયાર કરો.

  4. 4

    વણેલી રોટલી પર પેસ્ટ લગાડી બીજી રોટલી મુકી રોલ વાળો.

  5. 5

    રોલ ને કાપી, દબાવી બધી પુરી વણી લો.

  6. 6

    તેલ મૂકી મીડીયમ તાપે આછા ગુલાબી તળી લો.

  7. 7

    પુરી ઠંડી પડે એટલે એરટાઈટ ડબ્બા માં ભરી લો.
    આ પુરી એક મહિનો સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes