ચીઝી પીઝા બોમ્બસ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#ઇબુક૧
#૩૨
#સ્ટફ્ડ

અત્યારે ફાસ્ટફૂડ નો જમાનો છે અને પીઝા લગભગ બઘા ને ભાવતી વાનગી છે એમાં પણ અત્યારે ઘણી વેરાયટી મળી રહે છે..મે પણ એવી જ એક વાનગી બનાવી છે જે બધાને ભાવશે..મે પ્રથમવાર જ બનાવ્યું છે.... પણ ખુબ જ સરસ બન્યું છે..

ચીઝી પીઝા બોમ્બસ

#ઇબુક૧
#૩૨
#સ્ટફ્ડ

અત્યારે ફાસ્ટફૂડ નો જમાનો છે અને પીઝા લગભગ બઘા ને ભાવતી વાનગી છે એમાં પણ અત્યારે ઘણી વેરાયટી મળી રહે છે..મે પણ એવી જ એક વાનગી બનાવી છે જે બધાને ભાવશે..મે પ્રથમવાર જ બનાવ્યું છે.... પણ ખુબ જ સરસ બન્યું છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 કલાક
6 સર્વિંગ્સ
  1. 1/2 કપગરમ પાણી
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીડ્રાય ઇસ્ટ
  4. 1 1/2 કપમેદો
  5. 1/4 ચમચીમીઠું
  6. 2 ચમચીતેલ
  7. 1/4 કપપીઝા સોસ
  8. 1ટમેટા ની સ્લાઇસ
  9. 6ક્યુબ મોઝરીલા ચીઝ
  10. 2 ચમચીદુઘ
  11. 2 ચમચીબટર
  12. 2 ચમચીલીલું લસણ
  13. 1/2 ચમચીમીક્સ હર્બસ

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    પાણી માં ખાંડ અને યીસ્ટ ઉમેરી મીક્સ કરી 5 મીનીટ રહેવા દો પછી એમાં મેદો,તેલ, મીઠું, ઉમેરી 5 મીનીટ મસળીને લોટ બાંધવો.

  2. 2

    લોટ પર તેલ લગાવી એક વાસણમાં ઢાંકી 2 કલાક મુકી દો. લોટ ડબલ થાય એટલે પંચ કરી મસળી લો.

  3. 3

    થોડો લોટ હાથથી થેપી પીઝા સોસ લગાવો તેના પર ટમેટા ની સ્લાઇસ અને ચીઝ મુકી ફરી બોલ બનાવી લો.

  4. 4

    તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ મા આ બોલ મુકી દુઘ થી બ્રશ કરી પ્રીહીટ કરેલા માઇક્રોવેવ માં 15 મીનીટ બેક કરી લો..

  5. 5

    એક બાઉલમાં બટર,ચીલી ફ્લેક્સ, મીક્સ હર્બસ અને લીલું લસણ ઉમેરી મીક્સ કરો આ મીશ્રણ બેક થયેલા બોલ પર લગાવો.

  6. 6

    ગરમાગરમ ચીઝી પીઝા બોમ્બસ પીઝા સોસ કે સેઝવાન સોસ સાથે પીરસો.

  7. 7

    નોંધ:- પીઝા નું સ્ટફીગ બનાવી ને પણ આ બોલ સ્ટફ્ડ કરી શકાય છે..બોમ્બસ નો કલર વધારે ડાર્ક કરવો હોય તો 5-7 મીનીટ વધારે બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes