ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)

Foram Bhojak
Foram Bhojak @cook_15862179

#goldenapron3
#week5
#soup
#એનિવર્સરી
#સૂપ
#વીક -1
ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે.

ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)

#goldenapron3
#week5
#soup
#એનિવર્સરી
#સૂપ
#વીક -1
ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૩ વ્યકિત
  1. ૧ કપ ગાજર ક્ટ કરેલા
  2. ૧ કપ બીટ કટ કરેલા
  3. ૩ કપ ટામેટાં કટ કરેલા
  4. નાનો ટુકડો આદુ
  5. સુકુ લસણ ની ૫ થી ૬ નંગ કળીઓ
  6. લવિંગ
  7. કાળા મરી
  8. 1તમાલપત્ર
  9. 1ચમચી લીંબુ નો રસ
  10. ૨ ચમચી ખાંડ
  11. ઘી ૪ ચ મચી
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. પાણી જરૂર મુજબ
  14. ગાર્નિશ માટે ફુદીના નાં પાન

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી ને કુકર મા ઘી ૨ ચમચી નાખવું, ઘી ગરમ થાય પછી એક તમાલપત્ર નાંખી, કાળા મરી, લવીંગ, લસણ નાખી, મીક્સ કરવું.

  2. 2

    પછી ગાજર, બીટ, ટામેટાં,, આદુ, ૨ ગ્લાસ પાણી નાખવું, કુકર બંધ કરી ૩ સિટી મારવી.

  3. 3

    કુકર સિટી માર્યા પછી ગ્રાઈન્ડર ફેરવી દેવું, એક રસ કરી દેવું,

  4. 4

    પછી મોટી ઘરની ગરણી થી સૂપ ગાળી દેવો, પછી ગેસ ચાલુ કરી ને ઘી ૨ ચમચી ગરમ કરવા મૂકવું. તેમાં સૂપ નાંખી દેવો ગરમ કરવા મૂ કવો.

  5. 5

    સૂપ માં જરૂર મુજબ મીઠું, ખાંડ, લીંબુ નો રસ થોડું પાણી નાખી, સૂપ ને ઉકાળવો.

  6. 6

    સૂપ ને એકદમ ઘટ્ટ થવા દેવો, ચમચા મદદ થી ધીમા તાપે હલાવતા રહેવું, પછી ગેસ બંધ કરી દેવો.

  7. 7

    સૂપ ને એક બાઉલ માં કાડી ને ઉપર ફુદીના પતા નાખીને, સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Bhojak
Foram Bhojak @cook_15862179
પર

ટિપ્પણીઓ

Similar Recipes