વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath

#એનિવર્સરી # મેઈન કોર્સ
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જીરા રાઈસ બનાવવા માટે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં મીઠું નાખી બાસમતી ચોખા નાખો અને ૧૫ મિનિટ સુધી ઉકાળો.ચોખા ચડી જાય પછી તેને ચાળણીમાં કાઢીને ઠંડા કરી લો.વઘાર માટે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું નાખી તતડે એટલે ભાત માં નાખી ઉપર ધાણા નાખી બાજુ પર મૂકી દો.
- 2
લહસુની દાળ તડકા માટે એક કૂકરમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ જીરું નાખી તતડે એટલે તેમાં ટામેટા નાખી બરાબર હલાવી લો હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ, લીલું લસણ નાખી હલાવી લો.હવે દાળ ને ધોઈ લો.ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો મીઠું અને ખાંડ નાખી બરાબર મિક્સ કરો.હવે તેમાં દાળ નાખો અને મિક્સ કરી લો.જરૂર મુજબ પાણી ઉમેરવું.લીબુનો રસ ઉમેરી હલાવતા રહો.
- 3
કૂકરમાં ૪-૫ સીટી વગાડી લો.લહસૂની દાળ તડકા તૈયાર છે.
- 4
દિવાની વેજ હાંડી માટે બધાં શાકભાજી ધોઈને કાપી લો.પાલક ની પેસ્ટ બનાવી લો.કાજુ ડુંગળી ની પેસ્ટ બનાવી લો.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી નાખી લસણ અને લીલાં મરચાં આદું ની પેસ્ટ ઉમેરવી પછી તેમાં ડુંગળી ઉમેરીને બરાબર હલાવો.બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો પછી તેમાં બધા શાક ભાજી નાખી મીઠું નાખી ૪-૫ મિનિટ સુધી ચડવા દો.હવે તેમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 6
હવે તેમાં કાજુ ડુંગળી ની પેસ્ટ ઉમેરવી અને જરૂર મુજબ પાણી ઉમેરવું.હલાવી લો.હવે તેમાં પાલક ની પેસ્ટ ઉમેરવી અને ઢાંકીને ૫-૭ મિનિટ સુધી ચડવા દો.
- 7
ચડી જાય પછી તેમાં એક ચમચી ઘી અને મલાઈ નાખી બરાબર મિક્સ કરો.વેજ દિવાની હાંડી તૈયાર છે.
- 8
પરોઠા માટે એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી નરમ લોટ બાંધો અને પરોઠા વણી ગરમ તવા પર તેલ મૂકી ધીમા તાપે શેકી લો.
- 9
તો તૈયાર છે આપણું વેજ દિવાની હાંડી લહસુની દાળ તડકા પરોઠા સાથે જીરા રાઈસ.... ગરમ ગરમ સર્વ કરો.સાથે સલાડ પાપડ અને દહીં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાલફ્રાય જીરા રાઈસ
#એનિવર્સરી#મેઈન કોર્સદાલફ્રાય મારી દીકરી ના ફેવરીટ એટલે અવારનવાર બને અને બધી દાળ ના ઉપયોગ ના કારણે પ્રોટીન ભરપુર મળે. Nilam Piyush Hariyani -
-
-
-
-
દાળ તડકા & જીરા રાઈસ (Dal tadka & Jeera rice recipe in gujarati)
#સુપરશેફ4દાળ રાઇશ લગભગ આપને બધા ને ભાવતા જ હોય એ ના મળે તો જમવામાં કંઇક ખૂટતું હોય એવું લાગે આપને હોટેલ મા ગયા હોય તો પણ છેલે દાળ રાઈસ તો મંગાવીએ તો ચાલો આપણે આજે દાળ તડકા & જીરા રાઈસ બનાવીએ. Shital Jataniya -
-
-
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
More Recipes
ટિપ્પણીઓ