રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મુકી ગરમ થાય એટલે તેમા હિંગ નાખી આદું મરચાં લસણ અને જીરું ની પેસ્ટ નાખી સાંતળી લેવુ પેસ્ટ નો કલર થોડો બદલાઈ જાય એટલે તેમા ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી થવા દેવુ. પછી તેમા ટામેટા અને ઝીણી સમારેલી કોથમીર નાખી ટામેટા એકદમ નરમ થઇ જાય એટલે તેમા લાલ મરચું, હળદર અને ધાણા જીરું નાખી તેલ છુટું પડે ત્યાં સુધી થવા દેવુ.
- 2
હવે મિશ્રણ ને દાળ મા નાખી જરૂર મુજબ પાણી અને મીઠું નાખીને ઉકળવા દેવુ. દાળ ઉકળી જાય એટલે તેમા દાળ ફૃાય નો ગરમ મસાલો અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્ષ કરી લેવુ. હવે એક વઘારિયા મા ઘી મુકી ગરમ થાય એટલે તેમા જીરું નાખી તતડી જાય એટલે તેમા હિંગ અને લાલ મરચું નાખી તરત જ વઘાર ને દાળ મા નાખી દેવુ. હવે દાળ ને ૨ મિનિટ સુધી ઉકળવા દેવુ પછી તેને જીરા રાઈસ સાથે સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
#AM1હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted Hetal Manani -
મિક્સ દાળ પાલક ખીચડી (Mix Dal Palak Khichdi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#GA4#WEEK13#TUVAR Bhavana Ramparia -
-
-
-
-
-
-
-
-
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
-
-
મિક્સ દાળ તડકા (Mix Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DR મિક્સ દાળ તડકા (હેલ્ધી રેસિપીઝ) Sneha Patel -
-
પાલક દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપાલક આપડા સ્વસ્થ માટે ખુબજ હે હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, અને કેલ્શિયમ હોય છે. આજે મે પાલક નો ઉપયોગ કરી દાળ બનાવી છે જે ખુબજ ટેસ્ટી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
-
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#AM1ભારતીય વ્યંજન મા દરરોજ ના ખાવાના મા દરેક ના ઘરે ફિક્સ ડીશ હોઈ છે જેમાં દાળ, ભાત, રોટલીને શાક બનાવીએ છે પણ આજે મે તડકા દાળ બનાવી છે, જેમાં બે દાળ ને મિક્સ કરી ને બનાવી છે, જેમાં મે તુવેર દાળ અને છોડાવાડી દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે જે મારા પતિ ને ખુબ જ ભાવે છે આ દાળ અમારા ઘરમાં ખુબ જ બને છે જે મને મારી મોમ એ બનાવતા શીખવાડી હતી તમે પણ આ બનવાનો ટ્રાય કરજો ખુબ ભાવશે નાના છોકરાઓ થી માડી મોટા ને ખુબ ભાવશે. Jaina Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
-
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
ડબલ તડકા મસૂર દાળ (Double Tadka Masoor Dal Recipe In Gujarati)
#DR#30mins#cookpad_guj#cookpadindiaદાળ એ શાકાહારી ઓ માટે પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. આપણે આપણા રોજિંદા ભોજન નો દાળ નો સમાવેશ જરૂર થી કરવો જોઈએ. અમુક નાના બાળકો ને દાળ ઓછી ભાવતી હોય છે ત્યારે જુદી જુદી રીતે દાળ બનાવી તેના ભોજન માં દાળ નો સમાવેશ થાય એ જરૂરી છે. મસૂર ની દાળ પૌષ્ટિક તો છે જ પરંતુ પચવા માં પણ બીજી દાળ ની સરખામણી એ સરળ છે. આજે ડબલ તડકા સાથે ઝટપટ બનતી મસૂર દાળ બનાવી છે. Deepa Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ (4)