મટકા પનીર બિરયાની વિથ કર્ડ એન્ડ મસાલા પાપડ

મટકા પનીર બિરયાની વિથ કર્ડ એન્ડ મસાલા પાપડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ધોઈ ને ૧ કલાક માટે પલાળી દો. જેથી દાણો ખીલે. ગરમ દૂધ માં કેસર નાખી ને સાઇડ માં રહેવા દો. ટામેટા ની મિક્સર માં પ્યુરી કરી લો. આદું મરચાં લસણ ની પણ પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં બધા આખા મસાલા નાખી ને તેલ નાખી ને મીઠું નાખી ને ચોખા નાખી દો. ૧૦ મિનીટ ઉકાળો. ચોખા બફાવા આવે એટલે ચમચા થી થોડા બહાર કાઢી ને દબાવી જોવો. ધ્યાન રાખવું ચોખા વધારે બફાઈ નાં જાય. પછી ગેસ બંધ કરી ને બધું પાણી કાઢી નાખવું..
- 3
હવે આદું મરચાં ને લસણ ની પેસ્ટ બનાવી લો.. પનીર ના ચોરસ ટુકડા કરી લો. ટામેટા ની પ્યુરી બનાવી લો.
- 4
ડુંગળી ઊભી સમારી ને તેલ મૂકી ને બ્રાઉન રંગની ફ્રાય કરો. અને સાઇડ માં રાખી દો
- 5
હવે એક પેન માં ઘી ગરમ કરો. અને તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી ને સાતડો.૨ મિનીટ સાંતળો પછી તેમાં બીજી સમારેલી ડુંગળી સમારેલી નાખી ને ફ્રાય કરો. ૫ મિનીટ ફુલ ગેસ પર ફ્રાય કરો..
- 6
હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખી બિરયાની મસાલો, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, હળદર પાવડર, મીઠું સ્વાદાનુસાર નાખી ને ૫ મિનીટ માટે ફ્રાય કરો. હવે તેમા એક વાટકો દહીં નાખી ને ફ્રાય કરો. થોડી વાર ઢાંકણ બંધ કરી ને ઘી ઉપર આવે ત્યાં સુધી સાંતળો.
- 7
હવે તેમાં આખા મરચાં નાખી ને ૫ મિનીટ માટે ફરીથી સાતડો.. હવે તેમાં પનીર ના ચોરસ ટુકડા કરી ને નાખી ને ફરીથી ફ્રાય કરો. હવે તેમાં બાફેલા ચોખા પાથરી દો. પછી તેમાં કેસર વાળું દૂધ ચારેય તરફ નાખી દો.
- 8
હવે તેની પર તળેલી ફ્રાય કરેલી ડુંગળી પાથરી દો. અને ફુદીના નાં સમારેલા પાન અને ઝીણી સમારેલી કોથમીર નાખી દો.
- 9
હવે એલ્યુમિનિયમ ફોઈલ લઈ પેન ને આખું ઢાંકી ને ઉપર ઢાંકણ ઢાંકી દો. ૧૫ મિનીટ માટે ધીમાં તાપે થવા દો. ત્યારબાદ એક માટલી લઈ ને તેની અંદર તૈયાર થયેલી બિરયાની નાખી પાછી ૧૦ મિનીટ માટે ગેસ પર ધીમાં તાપે ગરમ કરવા મુકો.. તૈયાર છે પનીર મટકા બિરયાની
- 10
મસાલા પાપડ માટે પાપડ તળી લો. હવે તેની પર કાકડી ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલી કોથમીર સમારેલી, ટામેટા સમારેલા, ઝીણી સેવ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર ભભરાવી દો. તૈયાર છે મસાલા પાપડ.
- 11
બિરયાની ને મસલત પાપડ, લીંબુ શરબત, દહીં, પંજાબી અથાણું, સલાડ, કાચા મરચા સાથે સર્વ કરો..
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા વિથ ગાર્લીક નાન, મિસ્સી રોટી, બટર પરાઠા)
#એનીવરસરી#મૈન કોર્સ આજે હું અહી પંજાબી કુસિન નું મૈન કોર્સ લાવી છું. સૌ પ્રથમ જ્યારે પંજાબી વાનગી આપડે ત્યાં જાણીતી બની ત્યારે સૌ ની પસંદગી નું શાક પનીર બટર મસાલા જ હતું.આપડે રેસ્ટોરન્ટ માં પણ આના પર જ વધારે પસંદગી ઉતારિયે છીઅે. આજે હવે આપડે એમાં વિવિધ વરાઇટી ને સ્વીકારતા થયા છીએ.તો ચાલો આજે આપડે અહી એ ટોમેટો ઓનિયન ગ્રેવી થી બનતું બટરી પનીર બટર મસાલા નું શાક અને અલગ અલગ પ્રકારની રોટી થી ભરેલી ટોકરી સર્વ કરીશું. Kunti Naik -
-
-
મસાલા ખીચડી પાપડ
#એનિવર્સરી#વીક3આજે મૈન કોર્સ માં મસાલા ખીચડી પાપડ બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)