રાંધવાની સૂચનાઓ
- 1
હૂંફાળા દૂધ મા યીસ્ટ, ખાંડ નાખી હલાવો અને ૧૦ મિનિટ સુધી રાખો. મેંદો, ઘઉં નો લોટ, મીઠું, લસણની પેસ્ટ, ચીલી ફલૈકસ, લીલા મરચાં, ફૂદીનો નાખી મિક્ષ કરો. પછી તેમાં યીસ્ટ મિશ્રણ અને બટર નાખી બરાબર મસળી લોટ બાંધો અને ૧ કલાક સુધી રાખો.
- 2
બાસમતી ચોખા ને ૩૦ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી ૪ કપ પાણી મા તમાલ પત્ર, લવીંગ,એલચી, તજ, મીઠું પ્રમાણસર નાખી ચોખા નાખી ૮૦% જેટલાં બાફી લો.
- 3
૧ ડુંગળી સ્લાઇસ કરી લો. કડાઇ મા ૧|૪ કપ તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી તળી લો. અડધા કાજુ તળી લો. પછી એ જ તેલ મા ગાજર, બટાકા, પનીર, ફણસી, વટાણા સાતડો.
- 4
એ જ તેલ મા હવે ૨ એલચી, ૧ તજ ટુકડો, ૨ લવીંગ, જીરું નાખી હલાવો. પછી તેમાં ૧ ડુંગળી કાપેલી નાખી સાતડો. પછી તેમાં ટમેટા નાંખો અને ચડવા દો. લસણ પેસ્ટ અને લીલા મરચા નાખી દો. અને અડધાં કાજુ નાખી દો અને ચડવા દો. ચડી જાય એટલે તેને થોડુ ઠંડુ થવા દો અને પછી મિક્ષર મા ગ્રાઇનડ કરો પેસ્ટ બનાવી લો.
- 5
કડાઇ મા તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં બનાવેલી પેસ્ટ નાખી બરાબર હલાવ્યા કરો. પછી તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, બિરયાની મસાલો નાખી હલાવો. પછી તેમાં દહી નાંખો. તેલ છુટુ પડે ત્યા સુધી હલાવો. ફૂદીનો, કોથમીર, મીઠું પ્રમાણસર નાખી મિક્ષ કરો. પછી તેમાં સાતડેલ શાક નાખી હલાવો અને બરાબર મિક્ષ કરો.
- 6
પરદા ડો ના લોટ ને બરાબર મસળી લો. પછી તેમાં થી અડધો લોટ લઈ ને વણી લો. પછી તેને બટર લગાવેલ બેકિંગ ટીન મા પાથરી દો. પછી તેમાં કાજુ,તળી ને રાખેલ ડુંગળી નુ લેયર કરી દો. પછી તેમાં રાઈસ નુ લેયર કરી દો. તેમાં કેસર વાળું દૂધ, ઘી નાખો.
- 7
પછી તેમાં મસાલા નુ લેયર કરી દો. લેયર ફરી રીપીટ કરો. રાઈસ ના લેયર ઉપર ૧ ટીપું કેવરા એસેન્સ નાખી દો.પછી બાકી વધેલા લોટ મા થી વણી ને ઉપર થી પેક કરી લો. પછી તેને બટર લગાવીને પ્રીહિટેડ ઓવનમાં ૩૦ મીનીટ સુધી બેક કરો.
- 8
ટીન મા થી કાઢી ફરી બીજી બાજુ ૧૦ મિનિટ સુધી બેક કરો.
- 9
પછી તેને વચ્ચે થી કાપી લો અને ગરમ સવઁ કરો
Similar Recipes
-
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5#WEEK5#ફૂડ ફેસ્ટિવલ1#પરદા બિરયાની#ચોખા રેસીપી#ઘઉં રેસીપીપરદા બિરયાની માં ઘઉં ના લોટ માં થી મોટી રોટલી બનાવી ને તેમાં રાંધેલા ચોખા,તળેલી ડુંગળી, કોથમીર/ફુદીના ના પાન,મિશ્ર શાક\છોલે ...કે તળેલા બટાકા ના કટકા કે એકલું મિશ્ર શાક ને પાછું ચોખા નું સ્તર,ને ઉપર...તળેલી ડુંગળી, કોથમીર, ઘી,શાક,ચોખા ને...રોટલી થી બધું ઢાંકી ને ધીમી પર રાખી બન્ને બાજુ વારાફરતી ઉથલાવી ને શેકાવા દહીં...થવા દો...પરદા બિરયાની તૈયાર... Krishna Dholakia -
-
-
More Recipes
ટિપ્પણીઓ (15)