ટમેટા નો ઓળો (ટમેટા નો ભરતું)!!
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટા ને પાણી થી ધોઈને સાફ કરી લો. ત્યારબાદ તેમાં ૨ ચીરા પાડીને, મિડિયમ ગૅસ પર શેકીને છાલ કાઢીને, ગુંદો કરી લો.
- 2
હવે એક કડાઈમાં મિડિયમ ગૅસ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખીને સાંતળો. હવે ઝીણા સમારેલા લીલાં મરચાં નાખીને મિક્સ કરીને હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- 3
ત્યારબાદ તેમાં શેકેલા ટમેટા નો ગૂંદો અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લો. ટમેટા નૂ પાણી સૂકાય ત્યાં સુધી પકાવો. ગૅસ બંધ કરી દો.
- 4
ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને ગરમ ગરમ ટમેટા નો ઓળો રોટલી, દાળ અને ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો ઓળો
આ વાનગી સૌથી પહેલાં ત્યારે બનાવી હતી જ્યારે મારી પાસે મોબાઈલ ન હતો પછી ઘણીવાર બનાવી પણ ફોટા પાડવાની ટેવ ઓછી હોય ભુલાય ગયું #RB12 Jigna buch -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11682135
ટિપ્પણીઓ