ગુજરાતી કઢી

Juliben Dave
Juliben Dave @julidave

#ટ્રેડિશનલ
#goldenapron3
#વિક૮

શેર કરો

ઘટકો

  1. ૩ વાટકી ખાટી છાશ
  2. ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
  3. ૨ ટેબલસ્પૂન ગોળ
  4. ૧ ટીસ્પૂન મીઠું
  5. ૨ લીલા મરચા
  6. ૧ ટીસ્પૂન છીણેલું આદુ
  7. મીઠો લીમડો
  8. ૧/૨ જીરું
  9. વઘરમાટે
  10. ૫ નંગ લવિંગ
  11. ૩ ટુકડા તજ
  12. ૧નંગ સુકુલાલ મરચું
  13. ૧ ટેબલસ્પૂન ઘી
  14. ૧ ટેબલસ્પૂન તેલ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં છાસ લો,તેમાં ચણાનો લોટ ઉમેરો
    ઝેરણી વડે જેરી લો,બ્લેન્ડર નો ઉપયોગ પણ કરી શકાય
    સ્વાદમુજબ મીઠું ઉમેરો,
    લીલા મરચાના ટુકડા,આદુની છીણ,મીઠાલીમડાની તીરખી ઉમેરો
    સ્વાદમુજબ ગોળ ઉમેરો ખાંડ પણ વાપરી શકાય પણ
    કઢીમાં ગોળ જ વપરાય છે આમ પણ ગુજરાતીઓ ગોળનો ઉપયોગ વધુ કરે છે
    ગેસ પર ઉકળવા મુકો
    ઉકળવાનુ શુરુ થાય એટલે ગેસ ધીમો કરી દેવો
    ત્રણ ઉભરા આવે ત્યાં સુધી કઢી ઉકાળવી

  2. 2

    કઢી ઊકળી જાય એટલે વઘારની તૈય્યારી
    એક વઘારિયામાં તેલ અને ઘી બન્ને સાથે લો
    ઘી તેલ ગરમ થાય એટલે જીરું,તજ લવિંગ ઉમેરો
    આ બધું તતડી જાય એટલે સૂકું લાલમરચું બે ટુકડા કરી ઉમેરો
    કઢીમાં વઘાર રેડી દો,તરત જ છીબું ઢાંકી દો
    વઘાર કરી તરત જ ઉપર ઢાંકી દેવા થી સોડમ જળવાય રહે છે

  3. 3

    કોથમીર નાખી ગરમાગરમ કઢી પીરસો

  4. 4

    કઢી ગુજરાતીઓનું વ્હાલી વાનગી છે
    દરેક ગુ જરાતીના ઘરે વિકમાં એકવાર તો કઢી બને જ
    પ્રસંગમાં પણ કઢી તો હોય જ, કઢી વિના જાણે થાળી સુની હોય તેવું લાગે
    જેવી રીતે ગુજરાતી દાળ પ્રખ્યાત છે તેટલી જ કઢી પણ,,
    આ કઢીને ભાત સાથે,રોટલા સાથે,ખીચડી સાથે દરેક વસ્તુ સાથે પીરસી શકાય છે
    કઢીમાં વિવિધ શાકભાજી નાખીને પણ બનાવી શકાય છે પણ કાઠિયાવાડી
    કઢીનો સ્વાદ જ અનોખો છે, જે પણ એક વાર આ કઢી ચાખે એટલે તે
    કાઠિયાવાડી કઢીનો ચટાકો કોઈ દિવસ નહીં ભૂલે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ (3)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
hello...આજે મે પણ તમારી રેસીપી follow કરીને કઢી બનાવી
બહુ સરસ થઈ😊
thank u 😊

Similar Recipes