ઘઉં ના લોટની ભાખરી

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

#goldenapron3
#week 8
ભાખરી આમ તો દરેક ઘરમાં બનતી જ હોયછે સાંજે જમવા માં શાક ને ભાખરી ને સવારમાં હેલ્દી નાસ્તો ઘણાના ઘરમાં ભાખરી બનતી જ હોયછે તે પણ ચા સાથે લેવાય છે કહેવાય છેને કે સવારનો નાસ્તો હેલ્થ માટે સારો કહેવાય છે તો ભાખરી ને પણ નાસ્તામાં ખાઈ શકાય છે બીજા નાસ્તા બહારના લેવા કરતા ઘરની ભાખરી સારી તે સવારે લેવાથી આખો દિવસ ભૂખ પણ નથી લાગતી ને હેલ્થ માટે પણ સારી ઘરનું કઈ પણ લઈએ પણ તે ચોખ્ખું ને સ્વચ્છ પણ ખરું ને ગરમ પણ મલેછે પછી બપોરના ભલે ને હળવું જમીએ તેનાથી કઈ નુકસાન નથી થતું બસ જે કઈ મન ખાવાનું થાય તે ઘરનું જ ખવાનું આગ્રહ રાખવો જોઇએ તે પણ તાજું ચોખ્ખું આપણને મળી રહે હા ક્યારે ક અલગ નાસ્તો હોય પણ બને ત્યાં સુધી ગરમ ને તાજો ને ઘરનું જ લેવાની કોશિશ કરવી જોઈએ તો આજે મેં સવારના નાસ્તા માટે ભાખરી બનાવી છે તે ની રીત જોઈ લઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઘઉં નો લોટ એક વાટકો
  2. તેલ મોંણ માટે બે ચમચા મોટા
  3. નમક સ્વાદ મુજબ
  4. દેશી ઘી ભાખરીમાં લગાવા માટે
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરી નો લોટ એક વાસણ મા લઈને તેમાં બે ચમચા તેલ નાખી બરાબર મોંણ દેવું તેમાં મોંણ સરખું લાગવું જોઈએ જરૂર પ્રમાણે મીઠું નાખવું જો મીઠા વાળી ભાખરી ના ખાતા હોય તો ના નાખવું ઘણા લોકો ભાખરી માં મીઠું નથી નાખતા તો હવે થોડું થોડું પાણી નાખતા જવું ને લોટ બાંધતા જવું લોટ થોડો કઠણ બાંધવો

  2. 2

    લોટ બાંધી ને તેના એક સરખા લુવા કરવા ને તેને પાટલી ઉપર ભાખરી વણીને તેમાં વેલણ થી ખાડા કરવા મેં ભાખરી નર થોડી પતલી વણી છે ઘણા લોકો જાડી પણ બનાવેછે તો હર કોઈ પોતાની મન પસન્દની ભાખરી બનાવી શકાય છે ભાખરી માં થોડા ખાડા કરીને શેકવી

  3. 3

    આ રીતે ભાખરી ને વણવી ને તેને માટીની તાવડી ગેસ ઉપર ગરમ થાય પછી સેકવી તેને ગેસની ધીમી ફ્લેમ કરીને સેકવી તેને બન્ને બાજુ શેકવી

  4. 4

    તે શેકાય ગયા પછી તેને એક ડીશ જે થાળીમાં લઈને તેની ઉપર દેશી ઘી લગાવવું ને ગરમ ગરમ ચા સાથે ને રાઈતા મરચાં કે કઈ પણ ખાટું અથાણું હોય તો ચાલે તેની સાથે પાપડ તે પણ કોઈ પણ પાપડ ચાલે ચોખાના હોય કે અડદના હોય કે પછી મગના પાપડ કે ઘઉં ના ખીચીના પાપડ હોય પણ તે નાસ્તામાં ખાવાની પણ એક મજાછે તો તૈયાર છે ભાખરી ને ચાં

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ (5)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
ખૂબ સરસ.#goldenapron3 week9વાર્તા લખો ત્યાં લખવું.

Similar Recipes