ગ્રેપ વોલનટ રાયતા

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#મિલ્કી આપણે જમવાની સાથે સાઈડ ડીશ તરીકે વિવિધ પ્રકારનાં રાયતા સર્વ કરતા હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું ગ્રેપ વોલનટ રાયતા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી.

ગ્રેપ વોલનટ રાયતા

#મિલ્કી આપણે જમવાની સાથે સાઈડ ડીશ તરીકે વિવિધ પ્રકારનાં રાયતા સર્વ કરતા હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું ગ્રેપ વોલનટ રાયતા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ દહીં
  2. સ્વાદાનુસાર મીઠું
  3. ૨ ચમચી દળેલી ખાંડ
  4. ૧/૨ ચમચી શેકેલું વાટેલું જીરું
  5. ૧/૨ ચમચી વાટેલા કાળા મરી
  6. ૪ નંગ અખરોટ
  7. ૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીંને એક મિક્સિંગ બાઉલમાં લઈ તેમાં મીઠું, દળેલી ખાંડ ઉમેરો.

  2. 2

    તેમાં શેકેલું વાટેલું જીરું તથા વાટેલા કાળા મરી ઉમેરી વ્હીસ્ક કરો. કાળા મરી ન ઉમેરવા હોય તો લાલ મરચું અથવા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી શકાય છે.

  3. 3

    ત્યારબાદ તેમાં ૩ નંગ અખરોટનાં નાના ટુકડા તથા સમારેલી લીલી દ્રાક્ષ ઉમેરો અને મિક્સ કરી ફ્રીજમાં મૂકી ૧૫ મિનિટ માટે ઠંડુ કરો.

  4. 4

    તૈયાર રાયતાને સર્વિંગ બાઉલમાં કાઢી તેના પર વાટેલું શેકેલું જીરું, વાટેલા કાળા મરી, અખરોટનાં ટુકડા તથા લીલી દ્રાક્ષનાં ટુકડાથી ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ગ્રેપ વોલનટ રાયતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes