મસૂર બિરયાની

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#goldenapron3
#Week9
#Biryani
કઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે.

મસૂર બિરયાની

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
#Week9
#Biryani
કઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઓસાવેલો છૂટો ભાત
  2. 1/2 કપઆખા મસૂર
  3. 1મોટો કાંદો બારીક સમારેલો
  4. 1મોટું ટમેટુ બારીક સમારેલું
  5. 1/4 કપબિરસ્તો (બ્રાઉન તળેલા કાંદા)
  6. 3ટે.સ્પૂન ઘી
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. મસાલો વાટવા
  9. 5-6કળી લસણની
  10. 1 ટુકડોઆદુ
  11. 1નંગ લીલું મરચું
  12. 2ટે.સ્પૂન લાલ મરચું
  13. 2ટે.સ્પૂન ધાણાજીરૂ
  14. 1/2ટી.સ્પૂન હળદર
  15. 1ટી.સ્પૂન વાટેલું જીરૂ
  16. 2ટે.સ્પૂન ખસખસ
  17. 8-10 ટુકડાકાજુ
  18. 3-4લવિંગ
  19. 2 ટુકડાતજ
  20. 1 ટુકડોજાવંત્રી
  21. 1ટે.સ્પૂન સાકર
  22. 3-4ટે.સ્પૂન દહીં
  23. 1નંગ ટમેટું
  24. મીઠુ સ્વાદ મુજબ
  25. ગાર્નિશ માટે
  26. ઘી, કોથમીર, ફૂદીનો, બિરસ્તો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મસૂર ને 3-4 કલાક પલાળી રાખવા
    પાણી ગરમ કરી તેમાં મીઠુ ઉમેરવું. પાણીમાં ઉકાળો આવે એટલે મસૂર ઉમેરવા. 5-7 મિનિટ માં મસૂર બફાઈ જશે. ઢાંકણ ઢાંકીને 10 મિનિટ રાખવા. મસૂર ને ચારણી માં નીતારી લેવા.

  2. 2

    વાટવાના મસાલા ની બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં પેસ્ટ બનાવવી.

  3. 3

    એક કડાઈ માં ઘી ગરમ કરી કાંદા સાંતળવા. કાંદા થોડા બદામી થાય એટલે ટમેટાં ઉમેરવા.

  4. 4

    ટમેટાં થોડા ચડી જાય,એટલે વાટેલો મસાલો ઉમેરવો. જરૂર મુજબ મીઠુ ઉમેરવું. થોડું પાણી ઉમેરવું. બધું સરખું સંતળાઈ જાય ઘી છૂટું પડે એટલે મસૂર ઉમેરી હલાવી ને ઉતારી લેવું.

  5. 5

    બીજી એક કડાઈ લઈ એમાં થોડુક ઘી લગાવવું. પહેલા ભાત નું લેયર કરવું. પછી મસૂર મિશ્રણ નુ એક લેયર કરવું. ઉપર બિરસ્તો અને કોથમીર છાંટવી.

  6. 6

    ઉપર પાછું ભાત નું લેયર અને મસૂર નું લેયર કરવું છેલ્લે ભાત નું લેયર નુ કરી ઉપર ઘી, કોથમીર ફૂદીનો અને બિરસ્તો થી ગાર્નિશ કરવું.

  7. 7

    ગેસ પર એક લોઢી ગરમ કરવા મૂકવી. તેના પર મસૂર બિરયાની વાળી કડાઈ મૂકી ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 8-10 મિનિટ રહેવા દેવું. તૈયાર છે મસૂર બિરયાની..
    મસાલા દહીં/ રાયતા અને પાપડ સાથે બિરયાની સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર

Similar Recipes