શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ કપ મેંદો
  3. ૧ કપ ટોસ્ટનો ભૂકો
  4. ૮ થી ૧૦ કળી છીણેલું લસણ
  5. ૧ ચમચી મરચું પાઉડર
  6. ૧/૨ ચમચી મરી પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પનીરના એક સરખા ટૂકડાં કરી લો. એક બાઉલમાં મેંદો લઇ લો અને તેમાં મીઠું, મરી પાઉડર, મરચું પાઉડર, છીણેલું લસણ અને ૧ કપ પાણી નાખી મિક્સ કરી લો.

  2. 2

    ત્યાર પછી એ જ મિશ્રણમાં પનીર ને કૉટ કરી ૧૦ મિનિટ મેરીનૅટ થવા દો. ત્યાર પછી ટોસ્ટનો ભૂકો કરી તેમાં રગદોળવા અને ૧૫ મિનિટ સુધી ફ્રિજરમાં રાખો.

  3. 3

    ફ્રિજરમાં સેટ થયા પછી તેલમાં તળી લો.તૈયાર છે પનીર બાઇટ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes