પનીર ચીલી રાઈસ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#ડિનર
#સ્ટાર
બાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે.

પનીર ચીલી રાઈસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ડિનર
#સ્ટાર
બાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ વ્યક્તિ માટે
  1. ૨ કપ ચોખા
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. ૨ ચમચી મેંદો
  4. ૨ ચમચી કોર્ન ફ્લોર
  5. ૧ કપ સમારેલું કોબીજ
  6. ૧ ગાજર સમારેલું
  7. ૨ ડુંગળી સમારેલી
  8. ૧ કેપ્સીકમ સમારેલું
  9. ૮ થી ૧૦ ફણસી સમારેલી
  10. ૧ મોટો ટૂકડો આદુ ઝીણું સમારેલું
  11. ૧૦ થી ૧૨ કળી લસણ ઝીણી સમારેલી
  12. ૩ લીલાં મરચાં સમારેલાં
  13. ૭ થી ૮ ચમચી સોયા સોસ
  14. ૬ થી ૭ ચમચી ચીલી સોસ
  15. ૩ થી ૪ ચમચી વિનેગર
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૪ થી ૫ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને પલાળી ઓસાવિ લેવા. દાણો છુટ્ટો અને સહેજ ઓછો રાંધવો જેથી દાણો છુટ્ટો અને સહેજ કડક રહે. પનીર નાં ટુકડા કરી તેમાં મેંદો, કોર્ન ફ્લોર અને મીઠું નાખવું. સહેજ પાણી અને સોયા સોસ નાખી સરખું મિક્સ કરી તળી લેવું. પનીર માં પાણી પનીર છુટ્ટા રહે એટલું જ નાખવું.

  2. 2

    કડાઈ મા તેલ નાખી આદુ, લસણ અને મરચા નાખવા. સહેજ શેકાય એટલે દુંગલી નાખી દેવી. ત્યાર બાદ ગાજર અને ફણસી નાખી શેકવા. હવે કોબી અને કેપ્સીકમ નાખી સોયા સોસ અને ચીલી સોસ નાખવા. સતત હલાવતા રહેવું.

  3. 3

    હવે તેમાં ભાત નાખી મીઠું અને વિનેગર નાખવું. સરખું મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes