રગડામાં પાણીપુરી

અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને ખૂમચા-લારી પર પાણીપુરી ખાનારા શોખીનો હવે ઘરે બેઠા પાણીપુરીની રાહ જોઈ રહ્યા છે. અહીંયા અમદાવાદમાં મેજોરીટી વર્ગ એવો છે કે જે ગરમ રગડામાં પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. તો આજે આપણે મસ્ત ગરમ રગડામાં પાણીપુરી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે, તો શરૂ કરીએ આજની રેસિપી.
રગડામાં પાણીપુરી
અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને ખૂમચા-લારી પર પાણીપુરી ખાનારા શોખીનો હવે ઘરે બેઠા પાણીપુરીની રાહ જોઈ રહ્યા છે. અહીંયા અમદાવાદમાં મેજોરીટી વર્ગ એવો છે કે જે ગરમ રગડામાં પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. તો આજે આપણે મસ્ત ગરમ રગડામાં પાણીપુરી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે, તો શરૂ કરીએ આજની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
રગડો બનાવવા માટે - સૌ પ્રથમ ગરમ પાણીમાં કુકિંગ સોડા નાખી સફેદ વટાણા ૬-૭ કલાક પલાળી રાખો. ત્યારબાદ વટાણાને બરાબર પાણીથી ધોઈ અને કૂકરમાં વટાણા, બટાકા, સહેજ મીઠું તથા જરૂર મુજબ પાણી લઈને ૬-૭ વિસલ થાય ત્યાં સુધી બાફો. બટાકાની છાલ કાઢીને હાથથી મેશ કરી લો.
- 2
એક ફ્રાયપેન મધ્યમ આંચે ગેસ પર મૂકી તેમાં બાફેલા વટાણા પાણી સાથે, મેશ કરેલા બટાકા ઉમેરી મિક્સ કરો. તેમાં જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું.
- 3
ત્યારબાદ તેમાં હળદર, મીઠું, ગરમ મસાલો, શેકેલું જીરૂં પાવડર, સંચળ નાખી ગરમ કરો. પછી તેમાં પાણીપુરીનું પાણી બનાવવા જે આદુ, લીલા મરચાં, ફુદીનો, લીંબુના રસની જે પેસ્ટ બનાવી હોય તે ૩-૪ ચમચી ઉમેરો. લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય છે. આ મિશ્રણ ૧૦-૧૫ મિનિટમાં ખદખદી જાય એટલે ગેસ બંધ કરો. તો તૈયાર છે ગરમાગરમ પાણીપુરીનો રગડો.
- 4
ગ્રીન તીખું પાણી બનાવવા માટે - મિક્ષર જારમાં કોથમીર, ફુદીનો, આદુ, લીંબુનાં ફૂલ, લીલાં મરચાં, મીઠું, સંચળ, જીરું તથા જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રીન ચટણી તૈયાર કરો.
- 5
એક તપેલીમાં એક લીટર પાણી લઈ તેમાં બનાવેલી ગ્રીન ચટણીની પેસ્ટ ઉમેરો, પાણી ઠંડુ બનાવવું હોય તો તેમાં બરફનાં ટુકડા ઉમેરી મિક્સ કરો, પછી તેમાં જલજીરા પાવડર અને સહેજ હિંગ નાખી મિક્સ કરો, જો મીઠું કે સંચળ ઓછું લાગે તો ઉમેરી પાણીને બરાબર હલાવી લો અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરો તો આ રીતે એકદમ ટેસ્ટી પાણી તૈયાર થશે.
- 6
પુરી બનાવવા માટે - માર્કેટમાં તૈયાર પાણીપુરીની પુરીનાં પેલેટ્સ મળે છે તેને ગરમ તેલમાં તળશો એટલે સરસ એકદમ ક્રિસ્પી ફૂલેલી પુરી તૈયાર થશે.
- 7
તો તૈયાર છે ટેસ્ટી રગડામાં પાણીપુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલેદાર ચોળાફળી વિથ આઈસ ચટણી
#સ્ટ્રીટઆજે હું જે રેસીપી પોસ્ટ કરું છું એ પારંપારિક તો છે સાથે-સાથે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. જે આપણા બધાનાં ઘરે દિવાળીમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ એવા ઘણા લોકો છે જે રેગ્યુલરમાં પણ ખાવાના શોખીન હોય છે. જેનું નામ છે ચોળાફળી. અહીંયા અમદાવાદમાં તેમજ બીજા ગામ-શહેરોમાં કાચવાળી લારીમાં વાંસનાં ટોપલામાં ભરેલી ચોળાફળી તો બધાએ જ જોઈ હશે. એમાં પણ અમારા મણિનગર ચારરસ્તાની ચોળાફળી તો આખા અમદાવાદમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં ઠેર-ઠેર દરેક વિસ્તારમાં મણિનગર ચારરસ્તાવાળા લખેલી લારી જોવા મળે છે. જેમ સવારે ઘણા લોકો ફાફડા-જલેબી, વણેલા ગાંઠીયા, ફૂલવડી જેવા ગરમ નાસ્તા કરવાનાં શોખીન હોય છે તેવી જ રીતે સાંજે ચોળાફળીની લારી પર ચોળાફળી ખાનારા પણ ઘણા શોખીન હોય છે. હવે ઘણાને થાય કે એવું તે શું ખાસ છે આ ચોળાફળીમાં કે હું આટલા વખાણ કરું છું? તો તેની સાથે જે આઈસ ચટણી મળે છે એ તેની મુખ્ય ખાસિયત છે. ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે કે લોકો ચોળાફળી તો ખાય પણ તેનાથી વધારે સાથે ચટણી પીતા હોય છે. તો આજે આપણે ચોળાફળીની સાથે-સાથે તેની સાથે ખાવામાં આવતી આઈસ ચટણી પણ બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પાણીપુરીનો રગડો
# આપણે બધાને ગરમાગરમ રગડો ભરેલી પાણીપુરી ભાવતી જ હોય છે. બહારની પાણીપુરી હાઈજેનિક નથી હોતી તો આજે આપણે રગડો બનાવીએ જે આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ. Nigam Thakkar Recipes -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
વઢવાણી મરચાનું અથાણું (આથેલા વઢવાણી મરચાં)
#લીલીગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય તેમાં પણ મરચાનું અથાણું તો બધાનું પ્રિય હોય છે અને બધાનાં ઘરમાં આ અથાણું બનતું જ હોય છે. જે ઘણા દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaપાણીપુરી નામ સાંભળતા કે દૂરથી પણ જોઈ જતાં નાના હોય કે મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. અમદાવાદની આ ફેમસ રેસીપી છે એમ કહેવાય છે. પરંતુ, મને એવું લાગે છે કે પાણીપુરી તો ઓલ ઓવર ગુજરાતની ફેમસ છે. ફર્ક માત્ર એટલો જ હોય કે દરેકની પાણીપુરીનો ટેસ્ટ અલગ-અલગ હોય છે. પાણીપુરી ઘણા બધા ફ્લેવરની બનાવી શકાય છે. મેં અહીં માત્ર ફૂદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
મેથીનાં ગોટા
#મિલ્કી #goldenapron3 week9 Puzzle Word - Spicy મેથીનાં ગોટા એ દરેક ગુજરાતીનું ભાવતું ફરસાણ છે. ઘણા લોકોનાં ગોટા ઠંડા થયા પછી કઠણ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ ગોટા બનાવતા શીખીશું જે ગરમાગરમ તો સરસ લાગશે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ રહેશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
છડેલા ઘઉંનો ખીચડો
#લોકડાઉન #goldenapron3 week11અત્યારે કોરોના વાયરસનાં કારણે લોકડાઉન ચાલી રહ્યું છે જેનાં લીધે ઘરમાં જ રહેવું સુરક્ષિત છે. શાકભાજી લેવાં પણ બહાર જવું સુરક્ષિત નથી. તો આવી પરિસ્થિતિમાં ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને રસોઈ કરવી જોઈએ. તો આજે લંચ/ડિનરમાં વનપોટ મિલ તરીકે ખાઈ શકાય તેવી હેલ્ધી તથા ટેસ્ટી વાનગી પોસ્ટ કરું છું જેનું નામ છે છડેલા ઘઉંનો ખીચડો આ ખીચડો ઉત્તરાયણ દરમિયાન તો અવશ્ય બનતો જ હોય છે પરંતુ હજુ માર્કેટમાં તુવેરનાં લીલવા મળે છે અને મારા ત્યાં ફ્રિજમાં પણ સ્ટોર કર્યા હતા તો મેં તેનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ તીખો ખીચડો બનાવ્યો છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગ્રેપ વોલનટ રાયતા
#મિલ્કી આપણે જમવાની સાથે સાઈડ ડીશ તરીકે વિવિધ પ્રકારનાં રાયતા સર્વ કરતા હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું ગ્રેપ વોલનટ રાયતા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
બટાકા વડા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે સાંજે બટાકાવડાની બનાવવાની તૈયારી કરી અને અચાનક ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો એટલે બટાકાવડાનાં સ્વાદમાં અનેક ગણો વધારો થયો. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મૂળા ભાજીનાં મૂઠિયાં
#શિયાળાઆપણા બધાનાં ઘરમાં શિયાળામાં વિવિધ પ્રકારની ભાજીમાંથી વાનગીઓ બનાવવામાં આવે છે. શિયાળામાં મૂળા તથા મૂળાની ભાજીમાંથી પરોઠા, શાક, કઢી, સલાડ વગેરે બનાવવામાં આવે છે. મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તો આજે આપણે મૂળા ભાજીમાંથી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી બનાવીશું જે ખૂબ જ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લીલા ચણાની કઢી
#મિલ્કી શિયાળામાં આપણે લીલા ચણાને શેકીને તો ખાતા જ હોઈએ છે આ સિવાય તેમાંથી શાક પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કઢી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કાકડી ટામેટાંનું રાયતું
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાઈનેપલ રાયતા
#રેસ્ટોરન્ટઆજનો દિવસ મારા માટે ખૂબ જ સ્પેશિયલ છે કારણકે આજે હું કુકપેડ પર મારી 200 મી રેસિપી પોસ્ટ કરું છું. હસતા-રમતા ગમ્મત કરતાં-કરતાં ડબલ સેન્ચ્યુરી ક્યારે પૂરી થઈ ગઈ તેની ખબર જ ન પડી તો આ દિવસે દહીં અને ખાંડનાં શુકન કરીએ.આજની મારી રેસિપી છે એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ રાયતાની છે. જે સાઈડ ડીશ તરીકે સર્વ થતું હોય છે. રાયતા ઘણીબધી રીતે બનાવી શકાય છે તથા તેને રોટલી અને બિરિયાની સાથે સર્વ કરવામાં આવે છે. રાયતા વિશે વધુ જણાવું તો તે એક ભારત તથા પાકિસ્તાનમાં ખવાતી સહિયારી વાનગી છે. દહીંમાં મીઠું, લીલા મરચાં, ફૂદીનો, કોથમીર, જીરું તથા કાકડી, ડુંગળી, ગાજર, ટામેટાં, અનાનસ વગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાયતું બનાવવામાં આવતું હોય છે. તેમાં ક્યારેક આદુ, લસણ અને રાઈની દાળ વાટીને ઉમેરાય છે. બુંદી રાયતા એ ઉત્તર ભારતનું એક પ્રચલિત રાયતું છે જે ગુજરાતમાં દહીં મમરી તરીકે અલાયદા નાસ્તામાં ખાવામાં આવે છે. તેને ઠંડુ કરીને પીરસવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં વિવિધ પ્રકારનાં સલાડને દહીંમાં ઉમેરીને તેમાં વાટેલા સીંગદાણા ઉમેરી તેલ, મીઠા લીમડાનાં પાન નો વઘાર કરીને સ્વાદિષ્ટ રાયતું બનાવવામાં આવે છે જે કોશીમ્બીર તરીકે ઓળખાય છે. રાયતું એ એક ભારત પાકિસ્તાનની મસાલેદાર વાનગીનો દાહ શાંત કરતી એક વાનગી કહી શકાય. તો આજે હું પાઈનેપલમાંથી બનતા રાયતાની રેસિપી પોસ્ટ કરું છું. તમે જો આ રાયતું એકવાર ખાશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવું સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાણીપુરી અને સૂકી ભેળ
#GA4#WEEK26 આજે સૌની પ્રિય એવી પાણીપુરી અને સૂકી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
શિયાળા સ્પેશિયલ થાળી
#માસ્ટરક્લાસઆજે શિયાળા સ્પેશિયલ રેસીપી લઈને આવ્યો છું. શિયાળામાં દરેક પ્રકારનાં લીલા શાકભાજી સારા મળે છે જેમકે મૂળા, મેથી, પાલક, તુવેર, રીંગણ, લીલી હળદર વગેરે. શિયાળામાં બાજરીનાં રોટલા પણ દરેકનાં ઘરમાં બનતા હોય છે, બાજરી આમ ગરમ પ્રકૃતિની હોય છે પણ શિયાળામાં ખાવાથી નડતી નથી. શિયાળામાં કાઠિયાવાડી ભોજન જમવાની પણ મજા આવે છે. તો આજે આપણે શિયાળા સ્પેશિયલ રેસીપીમાં તુવેર રીંગણની કઢી, મૂળાની ભાજીનું શાક, બાજરીનાં રોટલા અને તુવેરની દાળની ખીચડી બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
મસાલા પાણીપુરી સેન્ડવીચ
પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#હેલ્થીફૂડ Urvashi Mehta -
પાત્રા
#ટ્રેડિશનલપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે. જે દરેક ગુજરાતીનું ફેવરિટ છે. તે અળવીનાં પાન પર બેસનનું મિશ્રણ લગાવીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને વઘારીને સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં ચરોતરનાં પાત્રા ખૂબ વખણાય છે તથા બારડોલીનાં તળેલા પાત્રા ખૂબ પ્રસિદ્ધ છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
આલુ પકોડા
#કાંદાલસણ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું આપણે ગુજરાતીઓતો વિવિધ પ્રકારનાં ભજીયા (પકોડા) ખાવાનાં શોખીન હોય છે. મને તો રાયપુરનાં ભજીયા બહુ જ ભાવે છે. તેમાં પણ તેનાં બટાકાનાં ભજીયા તો સૌથી પ્રિય તે ભજીયાની ખાસ વાત એ છે કે બટાકાનાં પિતા જાડા હોવા છતાં તે ખૂબ જ સોફ્ટ હોય છે તો બટાકાને અધકચરા બોઈલ કરીને પછી તેનાં ભજીયા બનાવે છે, તો હું પણ તેવી જ રીતે બટાકાંનાં ભજીયા બનાવીશ તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજ. ચીઝ કોર્ન ચાટ
#મિલ્કી આપણે મૂવી જોવા જઈએ ત્યારે ઈન્ટરવલમાં કોર્ન મસાલા ચાટ ખાઈએ છીએ. અમદાવાદમાં લો ગાર્ડન પાસે સ્ટ્રીટ પર પણ આ કોર્ન ચાટ ખૂબ જ ટેસ્ટી મળે છે. જે લીંબુ મસાલા, બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા જેવી અલગ-અલગ પ્રકારની મળતી હોય છે. આજે આપણે શીખીશું વેજ. ચીઝ કોર્ન ચાટ જે ખૂબ જ ચટપટી તથા સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાકા કેળાનું ભરેલું શાક
આજે #સ્ટફ્ડ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક જેમાં મેં સ્ટફિંગમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, આમચૂર પાવડર, વરિયાળી તથા તજ પાવડરનો ઉપયોગ કર્યો છે જેના લીધે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મોગરી રીંગણનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં શાકમાર્કેટમાં ફ્રેશ કૂણી મોગરી મળે છે. મોગરી બે પ્રકારની હોય છે લીલી અને જાંબલી. તેનો ઉપયોગ શાક, રાયતું તથા સલાડ તરીકે કરી શકાય છે. મોગરી વિશે ગુજરાતીમાં એક કહેવત પ્રખ્યાત છે - "મૂળો મોગરી અને દહીં, બપોર પછી નહીં" તો આજે આપણે મોગરી રીંગણનું શાક બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ (8)