કાકડી ટામેટાંનું રાયતું

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી.

કાકડી ટામેટાંનું રાયતું

#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ કાકડી
  2. ૧૦૦ ગ્રામ ટામેટાં
  3. ૨ નંગ લીલા મરચાં
  4. ૨૦૦ ગ્રામ દહીં
  5. સ્વાદાનુસાર સંચળ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૨ ચમચી સીંગદાણાનો પાવડર
  8. ૧ ચમચી રાઈનાં કુરિયા
  9. ૧/૨ ચમચી શેકેલું વાટેલું જીરું
  10. ૨ ચમચી તેલ
  11. ૧/૨ ચમચી ઝીણી રાઈ
  12. ચપટીહીંગ
  13. ૭-૮ મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાકડી તથા ટામેટાંને ધોઈ લો. કાકડીને છોલીને ચોપરમાં ચોપ કરો. કાકડી કડવી ન હોય તે ચાખી લેવી. ટામેટાં ઝીણા સમારો. કાકડીની સાથે લીલા મરચાં પણ ચોપ કરી લેવા.

  2. 2

    એક મિક્સિંગ બાઉલના દહીં લઈ તેને વ્હીસ્ક કરો. તેમાં સમારેલી કાકડી, લીલા મરચાં, ટામેટાં ઉમેરી મિક્સ કરો.

  3. 3

    તેમાં સંચળ, મીઠું, શેકેલું જીરૂં ઉમેરી મિક્સ કરો.

  4. 4

    તેનાં સીંગદાણાનો પાવડર તથા રાઈનાં કુરિયા ઉમેરી મિક્સ કરો.

  5. 5

    એક તડકા પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હીંગ, મીઠા લીમડાનાં પાન ઉમેરી વઘાર તતડે પછી તેને રાયતા પર રેડી મિક્સ કરો.

  6. 6

    તૈયાર રાયતાને ઠંડુ સર્વ કરો. તૈયાર છે કાકડી ટામેટાનું રાયતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes