પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.

#CDY
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાણી બનાવવા માટે
  2. બાઉલ લીલા ધાણા
  3. ૧/૨બાઉલ ફુદીનો
  4. ૪ નંગલીલા મરચા
  5. ૧/૨ઈચ આદુનો ટુકડો
  6. લીંબુનો રસ
  7. ૨ ચમચીપાણીપુરીનો મસાલો
  8. ૧/૨ ચમચીસંચળ
  9. ૧/૪ ચમચીહિંગ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પાણી જરૂર મુજબ
  12. માવો બનાવવા માટે
  13. ૭-૮ નંગ બાફેલા બટાકા
  14. ૧ કપબાફેલા દેશી ચણા
  15. ૧/૨ ચમચીલાલ મરચું
  16. ૧/૨ ચમચીસંચળ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. ૫૦ નંગ પાણીપુરી ની પૂરી
  19. સમારેલી ડુંગળી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દેશી ચણા ને ૫ થી ૬ કલાક માટે પલાળી લો. ત્યારબાદ તેને કુકરમાં ૫ થી ૬ સીટી વગાડી બાફી લો. બટાકાને પણ બાફી લો.

  2. 2

    બાફેલા બટાકાને મેશ કરી તેમાં બાફેલા ચણા ઉમેરો.મીઠું, મરચું અને સંચળ ઉમેરી મિક્સ કરી માવો તૈયાર કરો.

  3. 3

    પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં પાણી બનાવવાની બધી સામગ્રી ઉમેરીને ક્રશ કરી લો. આ આ પેસ્ટને એક બાઉલમાં ગાળી લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પાણીપુરી નું પાણી રેડી કરો.

  4. 4

    એક પ્લેટમાં પાણીપુરીની પૂરી, મસાલો, સમારેલી ડુંગળી તથા બાઉલમાં પાણી લઈ પાણીપુરી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes