ઘઉંના લોટ ના પિઝા બેઝ

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#goldenapron3
#week -11
#Atta
#લોકડાઉન
હાલના લોકડાઉન ના સમય માં બહાર પિઝા ખાવા માટે જઈ ના શકો અને ઘર માં રહીને હેલ્થી ખાવું પણ જરૂરી છે તો સો ના મનપસંદ પિઝા બનાવવા માટે ઘઉં ના લોટ ના પિઝા બેઝ ઘરમાં બનાવીને ખવડાવો

ઘઉંના લોટ ના પિઝા બેઝ

#goldenapron3
#week -11
#Atta
#લોકડાઉન
હાલના લોકડાઉન ના સમય માં બહાર પિઝા ખાવા માટે જઈ ના શકો અને ઘર માં રહીને હેલ્થી ખાવું પણ જરૂરી છે તો સો ના મનપસંદ પિઝા બનાવવા માટે ઘઉં ના લોટ ના પિઝા બેઝ ઘરમાં બનાવીને ખવડાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1.5 કપઘઉં નો લોટ
  2. 1 નાની ચમચીડ્રાય યીસ્ટ
  3. 1 મોટી ચમચીખાંડ
  4. 1 મોટી ચમચીઓલિવે ઓઇલ
  5. 1 મોટી ચમચીમિલ્ક પાવડર
  6. સ્વાદ મુજબ મીઠું
  7. જરૂર મુજબ હુંફાળું પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પેલા એક વાડકી માં 1/4 કપ હુંફાળા પાણી માં ડ્રાય યીસ્ટ અને ખાંડ ને મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ પ્રુફ થવા રાખી દો

  2. 2

    એક બાવલ માં ઘઉં નો લોટ મીઠું મિલ્ક પાવડર ને મીઠું મિક્સ કરી લો તેમાં પ્રુફ થયેલું યીસ્ટ નું મિક્સરણ નાખો અને જરૂર મુજબ હુંફાળા પાણી થી ઢીલો લોટ બાંધી લો લોટ ને લગભગ 5 મિનિટ સુધી મસળી લો તમે જેટલો લોટ ને મસળીને સોફ્ટ કરશો તો પિઝા સ્પોન્જી થશે

  3. 3

    લોટ ને તેલ વારો હાથ લગાવીને ઢાંકીને 45 મિનિટ કે 1 કલાક માટે ગરમ જગા પર. રાખી દો

  4. 4

    1 કલાક પછી લોટ ડબલ થઇ જશે એને ફરી મસળીને 4 ભાગ કરીને તમને જે સાઈઝ ના પિઝા જોઈએ તે સાઈઝ માં વણી લો
    ગ્રીસ કરેલી પિઝા ટ્રે કે થાળી માં મૂકી ઢાંકીને 10 મિનિટ ડબલ પ્રુફ માટે રાખી દો

  5. 5

    10 મિનિટ પછી ચપ્પુ થી પીક કરી દો જેથી પિઝા ફૂલે નહીં પ્રિહિટ ઓવન માં 160 ડિગ્રી પર 8 થી 10 મિનિટ માટે બેક કરી લો..
    તો તૈયાર છે ઘઉંના લોટ ના પિઝા બેઝ તેના પર પિઝા સોસ મોઝરેલા ચીઝ ને મનપસંદ ટોપિંગ નાખીને ફરી 5 મિનિટ બેક કરી ગરમા ગરમ પિઝા સર્વ કરો...

  6. 6

    નોંધ - જો તમારી પાસે યીસ્ટ ના હોય તો 1/4 કપ દહીં 1/2 નાની ચમચી બેકિંગ સોડા બાકીની બધી આજ સામગ્રી નાખીને લોટ બધી લેવો..જેમ કુલચા કે નાન નો લોટ બાંધીએ એ રીતે પણ સરસ પિઝા બેઝ બને છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes