ઘઉંના લોટ ના કૂલચા (Wheat Kulcha Recipe in Gujarati)

ushaba jadeja
ushaba jadeja @ushaba17
Junagadh Gujarat

આપણે બધાં કૂલાચા ખાવાના ખૂબ પસંદ કરીએ છીએ. પરંતુ તે મેંદા ના લોટ ના બનેલા હોવાથી આપણે બોવ બધા નથી ખાતા. તો આજે આપણે બનાવીશું ઘઉં ના લોટના કુલચાં. જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત હેલ્થી પણ છે

ઘઉંના લોટ ના કૂલચા (Wheat Kulcha Recipe in Gujarati)

આપણે બધાં કૂલાચા ખાવાના ખૂબ પસંદ કરીએ છીએ. પરંતુ તે મેંદા ના લોટ ના બનેલા હોવાથી આપણે બોવ બધા નથી ખાતા. તો આજે આપણે બનાવીશું ઘઉં ના લોટના કુલચાં. જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત હેલ્થી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો માટે
  1. ૨ કપઘઉં નો લોટ
  2. 2 ચમચીમિલ્ક પાઉડર
  3. 1 ચમચીદળેલી સાકર
  4. 1પાઉચ ઇનો
  5. 1/2 કપદહીં
  6. 2 ચમચીકાળા તલ
  7. 2ચમચા સમારેલી કોથમીર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 3ચમચા તેલ મોણ માટે
  10. ચમચીબટર અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ ચાળી ને તેમાં મીઠું, દળેલી સાકર, મોણ નાખો. અને મિલ્ક પાઉડર ઉમેરો.ત્યારબાદ તેમાં ઇનો અને દહીં ઉમેરો

  2. 2

    પછી સારી રીતે તેને મિક્સ કરી ને લોટ બાંધી ને 1/2 કલાક લોટ રાખી મૂકો

  3. 3

    ત્યારબાદ એના આઠ સરખા ભાગ કરી લો અને એક ભાગનું ગુંડલું કરી તેના ઉપર કાળા તલ અને કોથમીર છાંટી પછી હળવા હાથે વણી લો.

  4. 4

    ત્યારબાદ તપાવેલી નોનસ્ટિક પર પહેલા સાઇડ માં પાણી છાંટો અને વચ્ચે કુલચા ને ધીમા તાપે ચઢવા દો. નોનસ્ટિક ઉપર ઢાંકી દો જેથી કુલાચા એકદમ સરસ રીતે ચડી જાય. આ જ રીતે બીજી બાજુ શેકી લો

  5. 5

    તેના ઉપર બટર અથવા ઘી લગાડી, ગરમ ગરમ પંજાબી શાક સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushaba jadeja
ushaba jadeja @ushaba17
પર
Junagadh Gujarat
cooking is home made formation of love ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes