મિક્ષ વેજ દલિયા કબાબ

#લોકડાઉન
દરરોજ તો શું બનાવીએ શું બનાવીએ એમજ પુછીએ છીએ ઘરના સભ્યો ને.પરંતુ આ લોકડાઉન માં તો ઓછી સામગ્રી માં પણ નવી નવી ડિશ બનાવી દઈએ છીએ.બરાબર ને બહેનો....તો આજે મેં એજ રીતે એક નવી ડિશ બનાવી છે.થોડા શાકભાજી પડ્યા હતા ફ્રીજ માં તો તેનો ઉપયોગ કરી દલિયા સાથે મિક્સ કરી કબાબ બનાવી દીધા.
મિક્ષ વેજ દલિયા કબાબ
#લોકડાઉન
દરરોજ તો શું બનાવીએ શું બનાવીએ એમજ પુછીએ છીએ ઘરના સભ્યો ને.પરંતુ આ લોકડાઉન માં તો ઓછી સામગ્રી માં પણ નવી નવી ડિશ બનાવી દઈએ છીએ.બરાબર ને બહેનો....તો આજે મેં એજ રીતે એક નવી ડિશ બનાવી છે.થોડા શાકભાજી પડ્યા હતા ફ્રીજ માં તો તેનો ઉપયોગ કરી દલિયા સાથે મિક્સ કરી કબાબ બનાવી દીધા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને તેનો માવો કરો.દલિયા ને ગરમ પાણી મા પલાળી ને કૂકરમાં બે સીટી વગાડી બાફી લો.
- 2
દલિયા, બફાઈ જાય એટલે તેને પણ મિશ્રણ માં ઉમેરો.હવે બધા સુકાં મસાલા ઉમેરો સેઝવાન સોસ અને ચોખા નો લોટ, બ્રેડ ક્રમ્સ ઉમેરીને બરાબર મિક્સ કરો.લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરો અને કબાબ બનાવી લો.
- 3
હવે કબાબ ને રવા માં રગદોળી લો અને પછી તેને ફ્રીજ માં ૧૦ મિનિટ સુધી મૂકી દો.તેલ ગરમ કરો તેમાં બધા કબાબ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગના તળીને કાઢી લો.
- 4
ગરમ ગરમ મિક્સ વેજ દલિયા કબાબ ને લીલા ધાણા ની ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ વેજ પુલાવ
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વસાણા, અડદિયા, કાટલું,બધી લીલોતરી ભાજી, શાકભાજી....બધી સીઝન નું શિયાળામાં ખાઈ લેવું જોઈએ.તો આજે મેં બધા શાકભાજી નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. Bhumika Parmar -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મિક્ષ વેજ. દલિયા ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું હેલ્થી બ્રેકફાસ્ટ લઈને આવ્યો છું. જે ઘઉંના ફાડામાંથી બનાવી શકાય છે. ઘઉંના ફાડાને ઘણાં લોકો થુલી અને હિંદીમાં દલિયાનાં નામથી પણ ઓળખે છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દલિયામાં પ્રોટીન, વિટામીન B1, B2, ફાઈબર ઉપરાંત ઘણા બધા પોષકતત્ત્વો રહેલા છે. મોટા ભાગનાં જે ડાયેટ કે વર્કઆઉટ કરતા લોકો હોય છે તે દલિયાને પોતાનાં નાસ્તામાં સામેલ કરે છે. તેમાં બીટા ગ્લુકેન સહિત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોંચીને જેલ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેવો એહસાસ થાય છે અને મેદસ્વીતાની તકલીફ સતાવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના કારણે જો દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ તો વજન જલ્દી નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં બીજા ખોરાક કરતાં કેલેરી ઓછી હોય છે અને આહારમાં લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેના લીધે હૃદય રોગ થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. ઘણા વર્કઆઉટ કરતા લોકો તેનું દૂધમાં રાંધીને સેવન કરે છે. તેમાંથી ખીચડી, ઉપમા, લાપસી, રબડી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે આપણે આ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા દલિયા (ઘઉંના ફાડા) માં વેજિટેબલ્સ ઉમેરી ઉપમા બનાવીશું. જે બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
હરાભરા કબાબ કપ્સ વીથ મેક્સિકન સાલસા
#સ્ટાર્ટર્સહરા ભરા કબાબ એક ખૂબ જ જાણીતું સ્ટાર્ટર છે જે આપણે ઘરે કે બહાર રેસ્ટોરન્ટ માં ખાઈએ છીએ.પરતુ આજે મેં એજ સ્ટાર્ટર ને ટ્વિસ્ટ કરી નવું સ્ટાર્ટર બનાવ્યું છે અને મેક્સિકન સાલસા અને ચીઝ ઉમેરીને એકદમ ટેસ્ટી બનાવ્યું છે. Bhumika Parmar -
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
-
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ ચીઝ બર્ગર
#બર્થડેઘરમાં કોઈ પણ નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય તો પહેલી ફરમાઈશ તો બર્ગર ની જ હોય.મમ્મી મારા ફ્રેન્ડ ને તમે બનાવો એ બર્ગર ખૂબ જ ભાવે છે.એટલે મારી પાર્ટી માં બર્ગર તો બનાવજો.તો બર્ગર નું રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
મિક્ષ કઠોળ સીગાર
#કઠોળમિક્ષ કઠોળ નો ઉપયોગ કરી મે સ્પ્રીંગ રોલ સીટ થી સીગાર બનાવી ટામેટા સોસ સાથે સર્વ કરયું છે. Bhumika Parmar -
-
બેક્ડ સ્ટફ્ડ નાન(Baked stuffed naan recipe in Gujarati)
#રોટીસઆપણે રોજિંદા આહારમાં રોટલી, ભાખરી, પરાઠા, એવું ખાઈએ છીએ.અને એના વગર ભાણું પણ અધુરું ગણાય છે.પરંતુ ક્યારેક એજ વસ્તુઓને નવા રુપરંગ આપી બનાવવા મા આવે તો બાળકો ને પણ મજા આવી જાય છે.એજ રીતે મેં આજે ઘઉં નો લોટ લઈ તેમાં પીઝા નું સ્ટફિંગ મૂકી બેક્ડ નાન બનાવ્યા છે. Bhumika Parmar -
છોલે મસાલા ગ્રીલ સેન્ડવિચ(Chole masala grill sandwich recipe)
#GA4#Week3આપણે ઘણી બધી રીતે સેન્ડવિચ બનાવીએ છીએ જેમકે વેજીટેબલ સેન્ડવિચ, પનીર સેન્ડવીચ,મેયોનીસ સેન્ડવિચ વગેરે...એજ રીતે આજે મેં છોલે સાથે એક સેન્ડવિચ બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
બીટરુટ હાર્ટ શેેપ કટલેટ
#લવઆજે મેં લવ ચેલેન્જ માટે મારી ફેવરીટ ડિશ બીટ ની કટલેટ બનાવી છે જે વેલેન્ટાઈન ડે માટે પરફેક્ટ છે.સાથે શેપ પણ હાર્ટ નો આપ્યો છે.જે ખૂબ જ સરસ લાગે છે.્ Bhumika Parmar -
હોમમેડ નાનખટાઈ
#લોકડાઉન લોકડાઉન માં તો મજા પડી ગઈ છે ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરતા કરતા ખાવું ગેમ રમવી અને નવું નવું બનાવવા નું.આજે મેં ઘરના સભ્યો માટે નાનખટાઈ બનાવી છે જે ખૂબજ સરસ લાગે છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
વેજ મેયો પુડલા સેન્ડવિચ (veg mayo pudla sandwich recipe in Gujar
#GA4#Week12સેન્ડવિચ આપણે ઘણા પ્રકારની બનાવીએ છીએ.અને નાના થી માંડીને મોટા બધા ને ભાવે છે.આજે મેં ચણા ના લોટ ના પુડલા માંથી વેજીટેબલ નાખી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#GP4#Week7નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
લેમન કોરીએન્ડર રાઈસ વિથ પનીર ચીલી સોસ(Lemon Coriander Rice Paneer Chili Sauce Recipe In Gujarati)
#Famઆ ડીશ મારા ઘરના બધા સદસ્યો ની ફેવરિટ છે.લીંબુઅને ધાણા સાથે ભાત નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે'. Bhumika Parmar -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
-
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
#મિલ્કી સેન્ડવીચ મારા ઘરના બધા સદસ્યો ને ખૂબજ ભાવે છે.જલ્દી અને સરળતાથી બની જાય છે. Bhumika Parmar -
રાઈસ શીખ કબાબ
#ચોખાઆ વાનગી વધેલા ભાત માથી બનાવી છે. જેમ આપણે વેજ શીખ કબાબ બનાવીયે એમ જ ભાત નો ઉપયોગ કરી કબાબ બનાવ્યા છે. સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોબી અને બીટ ના મૂઠિયાં
#ડીનરઆ સમયે તો ઘરમાં જે વસ્તુ હોય છે એનાથી જ કામ ચલાવું પડે છે.મારા ઘરે કોબી અને બીટ પડ્યા હતા તો મેં તેમાંથી સોફ્ટ અને સ્વાદિષ્ટ મૂઠિયાં બનાવી દીધા.... Bhumika Parmar -
દલિયા પનીર કબાબ
#દિવાળી#ઇબુક#day29દિવાળી માં મીઠાઈ અને નમકીન સાથે ગરમ નાસ્તા પણ હોય જ છે. જ્યારે તહેવાર માં ખાવાનો અતિરેક જ થતો હોય ત્યારે જો આપણે નાસ્તા ,મીઠાઈ ની પસંદગી સમજણપૂર્વક કરીએ તો સ્વાસ્થ્ય પણ સચવાય.દલિયા-ઘઉં ના ફાડા ના સ્વાસ્થ્ય લાભ થી આપણે અજાણ નથી. આપણે તેની લપસી, ખીચડી વગેરે તો બનવીયે જ છીએ. આજે તેમાં પનીર ને ભેળવી ને એક સ્વાસ્થ્યપ્રદ કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (7)