રવાનો હાંડવો

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#લોકડાઉન
ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી.

રવાનો હાંડવો

#લોકડાઉન
ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ મધ્યમ વાટકી બારીક રવો
  2. ૧૧/૨ મધ્યમ વાટકી દહીં
  3. ૧ મધ્યમ વાટકી ઠંડું દૂધ
  4. ૧ નાની ડુંગળી સમારેલી
  5. ૨ ટેબલ સ્પૂન સમારેલા કેપ્સીકમ ના ટુકડા
  6. ૨ ટેબલ સ્પૂન ખમણેલું ગાજર
  7. ૧-૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર (સ્વાદાનુસાર)
  8. ૨ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ટી સ્પૂન ખાવાનો સોડા
  11. વઘાર માટે
  12. ૩ ટેબલ સ્પૂન તેલ
  13. ૧ ટી સ્પૂન રાઈ
  14. ૧ ટેબલ સ્પૂન સફેદ તલ
  15. થોડા મીઠા લીમડાના પાન
  16. સાથે સર્વ કરવા માટે.. ગ્રીન કોથમીર ની ચટણી
  17. માાાાાા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બારીક રવા માં દહીં અને દૂઘ નાખી ને મિક્સ કરો, ગાંઠા વગર નું ખીરું તૈયાર કરવું. એમાં સમારેલા કેપ્સીકમ, ડુંગળી, કોથમીર અને ખમણેલું ગાજર નાખી ને મિક્સ કરો.

  2. 2

    એમાં મીઠું અને લાલ મરચું પાવડર નાખી ને મિક્સ કરો. અગર જરૂર પડે તો પાણી નાખવું. મધ્યમ કદનું ખીરું તૈયાર કરવું. ૧/૨ કલાક ઢાંકીને પલાળી રાખો.

  3. 3

    અડધો કલાક પછી, એક કઢાઈમાં /પાન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને સફેદ તલ નું વઘાર કરો, તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન નાખો. રવા ના ખીરા માં ખાવાનું સોડા નાખી ને ફીણી અને આ વઘાર ઉપર નાખી ને ઢાંકી ને ઘીમે ગેસ પર પકાવો.

  4. 4

    નીચે નું પડ સોનેરી રંગના થાય અને ઉપર નું પડ સુકો થાય એટલે હાંડવો ને પલટાવીને થોડી વારે પકવો જ્યાં સુધી બીજું પડ ગુલાબી થાય.

  5. 5

    ગરમાગરમ સ્વાદિષ્ટ રવાનો હાંડવો ગ્રીન કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes