શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો જીણો લોટ
  2. ૧ વાટકી જીણી સમારેલી મેથીની ભાજી
  3. ૧ ટેબલસ્પૂન સૂકું લસણ ખાંડેલું
  4. ૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  5. ૧ ટીસ્પૂન ધાણાજીરું
  6. ૧/૪ ટીસ્પૂન હળદર
  7. ૧/૪ ટીસ્પૂન હિંગ
  8. ૧/૪ અજમા [અવોઇડ કરી શકાય ]
  9. મીઠું સ્વાદમુજબ
  10. તેલ મોણ અને શેકવા માટે જરુરમુજબ
  11. પાણી લોટ બાંધવા માટે
  12. પીરસવા માટે
  13. કેરીનો મુરબ્બો
  14. કેરીનું ખાટુંતાજું અથાણું
  15. ગોળકેરીનું અથાણું
  16. ગાજર સમારેલા
  17. લીલા કાચા મરચા
  18. મસાલા ચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કથરોટમાં ઘઉંનો લોટ ચાળીને લો
    તેમાં જીણી સમારેલી મેથીની ભાજી ઉમેરો
    સાથે તેમાં મોણ -માટે ૩ ટેબલસ્પૂન તેલ ઉમેરો
    હવે તેમાં બધા મસાલા ઉમેરી લો
    લાલમરચું,હળદર,હિંગ, ધાણાજીરું,અજમો,મીઠું અને વાટેલું લસણ ઉમેરો.

  2. 2

    બધું જ હાથ વડે ભેગું કરી લો
    જરૂર મુજબ પાણી લઇ રોટલી જેવો લોટ બાંધી લો
    તેલ વડે લોટ કૂણવી લઇ ૨૦ મિનિટ ઢાંકી રાખી દો

  3. 3

    લોટને તેલ વાળા હાથ વડે ફરી કૂણવી લેવો
    એકસરખા લુઆ કરી લઇ લોટનું અટામણલઇ પાતળા થેપલા વણી લેવા

  4. 4

    ગેસ પર લોખન્ડની લોઢી ગરમ થવા મુકવી
    લોઢી ગરમ થઇ જાય એટલે થેપલું તવીમાં શેકવા માટે મૂકવું
    એક બાજુ આછી ગુલાબી ભાત પડે એટલે પલટાવી લેવું
    બન્ને બાજુ તેલ મૂકી આછા ગુલાબી રંગના શેકવા
    તેલ ના બદલે ઘીનો ઉપયોગ પણ કરી શકાય
    આ રીતે બધા જ થેપલા સેકી લેવા

  5. 5

    તો તૈય્યાર છે ગરમાગરમ મેથીના થેપલા
    જેને મેં અથાણાં,ગાજર,મરચા અને ચા સાથે પીરસેલ છે

  6. 6

    લોકડાઉન માટેની આ શ્રેષ્ટ રેસિપી છે
    વળી કાઠિયાવાડી દરેક ઘરે નાસ્તામાં,જમવામાં મુસાફરીમાં સાથે લઇ જવામાં,પિકનિક હોય કે
    કંઈપણ પ્રસંગ હોય થેપલા તો હોય જ,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes