થાળ

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
Junagadh

# કાંદા લસણ થાળ- ચુરમા ના લાડુ -પ્રસાદ

થાળ

# કાંદા લસણ થાળ- ચુરમા ના લાડુ -પ્રસાદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3વાટકી ઘઉં નો ભાખરી નો લોટ
  2. 3 ચમચીચણાનો લોટ
  3. 3ચમચા ઘી મોણ માટે
  4. ગરમ પાણી જરૂર મુજબ
  5. ઘી જરૂર મુજબ
  6. તેલ /ઘી તળવા માટે
  7. એલચી 10 કાજૂ 10 બદામ 10 કિશમિશ પા કપ
  8. 3વાટકી ચણાનો લોટ
  9. 4લીલા મરચાં (ભરવા માટે)
  10. ચણાનો લોટ હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ હિંગ ખાંડ મીઠું તેલ
  11. 4લીલા મરચાં (કટકા કરવા માટે)
  12. 2બટેટા
  13. 6ખજૂર
  14. 1/2પણી મેથી ની ભાજી
  15. 1/2લીંબુ
  16. 3 ચપટીસાજીના ફૂલ
  17. 2 ચપટીહિંગ
  18. મીઠું જરૂર મુજબ
  19. તેલ તળવા માટે
  20. 1વાટકી તુવેર દાળ
  21. 1ટમેટું
  22. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  23. 1/2લીંબુ
  24. 1ચમચો ગોળ
  25. 1/2 ચમચીહળદર
  26. 1/4 ચમચીલાલ મરચાં નો પાવડર
  27. 1/2 ચમચીધાણા જીરૂ
  28. કોથમીર - લીમડાના પાન
  29. મીઠું જરૂર મુજબ
  30. વઘાર : 2 ચમચી ઘી 2 ચમચી તેલ રાય જીરૂ મેથી હિંગ લાલ સૂકું મરચું
  31. તજ બે ત્રણ કટકા લવિંગ છ
  32. 1વાટકી ચોખા
  33. 1/2 ચમચીઘી બે ચપટી મીઠું લીંબુ ના રસનાં છ સાત ટીપાં
  34. 6બટેટા
  35. 1ટમેટું
  36. 1પાવળુ તેલ
  37. 1 ચમચીલાલ મરચાં નો પાવડર
  38. 1 ચમચીધાણા જીરૂ
  39. 1/2હળદર
  40. 2 ચપટીગરમ મસાલો
  41. 1 ચમચીખાંડ
  42. 1/2લીંબુ
  43. મીઠું જરૂર મુજબ
  44. વઘાર : રાય જીરૂ હિંગ
  45. 10ખજૂર
  46. 2 ચમચીધાણા જીરૂ
  47. 1/2 ચમચીલાલ મરચાં નો પાવડર
  48. 2 ચપટીગરમ મસાલો
  49. 1લીંબુનો રસ
  50. 2 ચમચીગોળ
  51. ચપટીહિંગ
  52. મીઠું જરૂર મુજબ
  53. 1વાટકી ઘઉં નો લોટ
  54. 1 ચમચીતેલ
  55. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાણી ગરમ કરી ઘંઉ નો ભાખરી નો લોટ અને ચણાનો લોટ લેવો તેમાં સરખું મોણ ભેળવી ગરમ પાણી નાખીને મુઠિયા વાળી લેવા

  2. 2

    મુઠિયા તળી લો મુઠિયા ધીમા તાપે તળવા અને ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી ચાળી લેવાં

  3. 3

    લોયામા એક ચમચો ઘી ગરમ કરી તેમાં માં ગોળ નાખી હલાવી તૈયાર કરેલા ચુરમા ના ભૂકામા રેડીને સહેજ ઠંડુ થવા દો અને સરખું ભેળવી લો જરૂર મુજબ ઘી ગરમ કરી તેમાં રેડો(ઘી માં ચપટી ચુરમા નો ભૂકો નાખો તળાઈને ઉપર આવે તેવું ઘી ગરમ કરવું

  4. 4

    ગરમ ઘી નાખી તરત ઢાંકી દો થોડી વાર રહે પછી બરાબર ભેળવી લો એલચીનો ભૂકો કરી અને કાજુ બદામ ના ટુકડા કરીને અને કિશમિશ નાખી બધું સરખું ભેળવી લાડુ વાળી લેવા તૈયાર છે ચુરમા ના લાડુ

  5. 5

    લોયામા ચણાનો લોટ લેવો ધીમા તાપે શેકીને ઠંડો થાય એટલે તેમાં ખાંડ મીઠું હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ હિંગ તેલ નાખી હલાવી લો મરચાં માં કાપો કરી ને તેમાં મસાલા વાળો લોટ ભરી દેવો ભરેલા મરચાં તૈયાર કર્યા બાદ મેથીની ભાજી ધોઈ સુધારીને રાખો ખજૂર ધોઈ ઠળિયા કાઢી લો મરચાં ના કટકા કરી મીઠું છાંટી રાખી બટેટા ને ધોઈને પતીકા કરી ભજીયા કરવા ચણાના લોટમાં મીઠું જરૂર મુજબ પાણી નાખીને લોટ તૈયાર કરી લોયામા તેલ ગરમ કરો અને પછી લોટમાં ઉપર સાજીના ફૂલ નાખી તેની ઉપર લીંબુનો રસ અને બે ચમચી ગરમ તેલ નાખો હલાવી લો

  6. 6

    સુધારીને રાખેલ મેથીની ભાજી ભરેલા મરચાં ખજૂર મરચાં ના કટકા બટેટા ની પતરી નાં ભજીયા તળી લેવા

  7. 7

    ખજૂર ધોઈ ઠળિયા કાઢી બાફી લો ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરતી વખતે તેમાં ગોળ મીઠું ધાણા જીરૂ હિંગ લાલ મરચાં નો પાવડર ગરમ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લેવું જોઈએ એટલું પાણી નાખીને લીંબુનો રસ ભેળવી લો તૈયાર છે ચટણી

  8. 8

    કુકરમાં દાળ ધોઈ પલાળી રાખો કુકરમાં દાળ મુકી અને દાળની સાથે તપેલીમાં ચોખા ધોઈને બાફવા મૂકી દીધા તેમાં ઉપર મુજબ ઘી મીઠું અને લીંબુનો રસ નાખી દીધા છે જેથી ભાત તૈયાર થઇ જશે

  9. 9

    દાળ માં જરૂર મુજબ પાણી નાખીને બ્લેંડર થી એકરસ કરી તેમાં મીઠું હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ ગોળ આદુ મરચાં ની પેસ્ટ નાખી ઉકળવા દો પછી તપેલીમાં ઘી તેલ ગરમ કરી તેમાં રાય જીરૂ મેથી તજ બે લવિંગ લાલ સુકૂ મરચું હિંગ અને લાલ સુકા મરચાં નો પાવડર નો વઘાર કરી ને ચાર લવિંગ અધકચરા વાટીને નાખી કોથમીર લીમડાના પાન નાખો તૈયાર છે દાળ

  10. 10

    કુકરમાં બટેટા ધોઈને બાફવા મૂકી દો બફાયેલા બટેટા ને સુધારો લોયામા તેલમાં રાય જીરૂ હિંગ નો વઘાર કરી ને તેમાં એક ટમેટાના કટકા નાખી હલાવી મીઠું હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ ખાંડ નાખીને હલાવી લો બાફેલા બટેટા નાખી હલાવી થોડુંક પાણી નાખીને ઉકળવા દો પછી તેમાં લીંબુનો રસ કોથમીર ગરમ મસાલો નાખીને હલાવી લેવું તૈયાર છે શાક

  11. 11

    ઘંઉ નો લોટ લેવો તેમાં તેલનું મોણ નાખી લોટ બાંધો વીશ મિનિટ સુધી રહેવા દો અને પછી ફૂલકા રોટલી બનાવી લો અને ઘી લગાવી દો

  12. 12

    તૈયાર છે થાળ ચુરમા ના લાડુ પ્રસાદ

  13. 13

    ચુરમા ના લાડુ મિક્સ ભજીયા ચટણી સાથે દાળ - ભાત બટેટા નું શાક અને રોટલી અને પછી દહીં - છાશ તો હોય જ__થાળ- પ્રસાદ કાઠિયાવાડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes