શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 250 ગ્રામચોખાના પૌવા
  2. 50 ગ્રામમકાઈના પૌવા
  3. 1કટોરી મમરા
  4. 1કટોરી શીંગ દાણા
  5. 1કટોરી દાળિયા
  6. 1કટોરી સૂકા કોપરાની સ્લાઈસ
  7. 3 ચમચીલાલમરચુ પાવડર
  8. 2 ચમચીહળદર
  9. 5નંગ લીલા મરચાની કાપેલી રિંગ
  10. 2 ચમચીગરમ મસાલો
  11. 1/2કટોરી દળેલી ખાંડ અથવા સાકર
  12. મીઠું જરૂર મુજબ
  13. 1/2કટોરી કિશમીશ
  14. કઢી પત્તા જરૂર મુજબ
  15. 7-8કાજુ સજાવટ માટે.
  16. તેલ તળવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા પૌવાના ચેવડા માટેની બધી જ સામગ્રી તૈયાર કરો.....

  2. 2

    હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો....અને બીજી એક મોટી પરાત માં (તાંસળી) એક કટોરી જેટલા મમરા પાથરો...(ઓપશનલ)

  3. 3

    મમરા ઉપર ચપટી મીઠું અને ચપટી હળદર નાખો.....મમરાનો ગુણ એ છે કે પૌવા તળીને નાખો એટલે તેનું વધારાનું તેલ શોષી લે છે....એકદમ ગરમ તેલમાં પહેલા સાદા પૌવા તળો.....

  4. 4

    અને ત્યાર પછી શીંગ દાણા.... દાળિયા...કોપરાની સ્લાઈસ....મીઠો લીમડો (કઢીપત્તા)... મકાઈના પૌવા વાર ફરતી તળતા જાવ અને એક એક થર ઉપર મસાલા ભભરાવતા જાવ...છેલ્લે દળેલી ખાંડ નાખો....(ઓપશનલ)....અને બધું સરસ મિક્સ કરી લો.....હવે આપણો કાંદા લસણ વગરનો પૌવાનો ચેવડો તળાઈ ને તૈયાર છે તેને કાજુ અને કિશમીશ વડે સજાવો...અને સ્વાદિષ્ટ નાસ્તાની મજા માણો....આ ચેવડો દસથી બાર દિવસ સારો રહે છે.....ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો....👍🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes