હોમમેડ કેક

khushi
khushi @cook_21610909

#કાંદાલસણ અહીં મેં કાંદા લસણ વિનાની રેસિપી બનાવી છે.જેમાં કેક ,આઈસક્રીમ ,સ્વીટ વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી મેં કેકની રેસિપી બનાવી છે.

હોમમેડ કેક

2 કમેન્ટ્સ કરેલ છે

#કાંદાલસણ અહીં મેં કાંદા લસણ વિનાની રેસિપી બનાવી છે.જેમાં કેક ,આઈસક્રીમ ,સ્વીટ વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી મેં કેકની રેસિપી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બેટર બનાવવા માટે :-
  2. 250 ગ્રામબિસ્કીટ
  3. 1 ગ્લાસદૂધ
  4. 2 ચમચીઘી
  5. ક્રીમ બનાવવા માટે :-
  6. 1/4 કપગરમ દૂધ
  7. 1 કપદળેલી ખાંડ
  8. 100 ગ્રામબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ૧ વાટકો ભરીને મનગમતા બિસ્કીટ લો.હવે બિસ્કીટ ક્રીમ વાળા હોય તો તેની ક્રીમ નીકાળી લો. હવે આ બિસ્કીટ ને મિક્સર બાઉલમાં ક્રશ કરી લો.

  2. 2

    એક ગ્લાસ દૂધ લઈ લો.ક્રશ કરેલા બિસ્કીટમાં આ દૂધ ધીરે ધીરે નાખો અને મિક્સ કરતા જાવ.હવે તેને બરાબર મિક્સ કરી બે મિનીટ સુધી હલાવો. હવે કેકનો બેટર તૈયાર છે.

  3. 3

    હવે એક એલ્યુમિનિયમ નો બાઉલ લઇ લો.તેમાં એક ચમચી ઘી અને એક ચમચી મેંદો લો.પછી તેને બરાબર બાઉલમાં ફેલાવી દો.

  4. 4

    હવે બેટર ને આ એલ્યુમિનિયમના બાઉલમાં નાખો. હવે એક કઢાઈ લઈ લો.તેમાં બે ગ્લાસ પાણી નાખી સ્ટેન્ડ મૂકો.તેમાં આ બાઉલ મૂકી દો અને તને ઉપરથી બંધ કરી દો.પછી તેને પંદર-વીસ મિનિટ સુધી ધીમા ગેસે ચડવા દો.

  5. 5

    હવેે કેક નો બેઝ તૈયાર છે.હવે તેને એક થાળીમાં લઈ લો.

  6. 6

    હવે ક્રીમ બનાવવા માટે :- સૌપ્રથમ એક ચોથાઈ કપ ગરમ દૂધ લો. એક કપ દળેલી ખાંડ લો. હવે ખાંડને એક એક ચમચી કરીને દૂધમાં નાખતા જાવ અને હલાવતા જાવ.

  7. 7

    હવે દુધ નું લિક્વિડ તૈયાર છે.હવે સો ગ્રામ બટર લઈ લો.બટર બહુ નરમ ન હોવું જોઈએ. આ બટર ને એક બાઉલમાં લઈ લો.

  8. 8

    આ બટર ને 5-7 મિનિટ સુધી બરાબર ફેંટો.હવે તેને દસ મિનિટ સુધી ફ્રિઝરમાં મૂકો.દસ મિનિટ સુધી ફ્રીઝરમાં મુક્યા બાદ તેને બહાર કાઢી લો.પછી તેમાં એક ચમચી દળેલી ખાંડ નાખો.

  9. 9

    હવે તેને બરાબર મિક્સ કરી ફરીથી દસ મિનિટ સુધી ફ્રિઝરમાં મૂકો. 10 મિનીટ સુધી રાખ્યા બાદ તેને બહાર કાઢી લો. હવે તેમાં તૈયાર કરેલ દૂધ નું લિક્વિડ ધીરે ધીરે નાખો અને હલાવતા જાવ. જ્યારે તે બરાબર મિક્સ થઈ જાય ત્યારે ક્રીમ તૈયાર થઇ જશે.તો તૈયાર છે કેક ની ક્રીમ.

  10. 10

    હવે કેકનો બેઝ અને કેક ની ક્રીમ તૈયાર છે.હવે કેક ને મનગમતું ગ્રેસિંગ કરો. તો તૈયાર છે હોમમેડ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushi
khushi @cook_21610909
પર

Similar Recipes