4 ફ્લેવરની દાલગોના કોફી (4 flavours Dalgona Coffee Recipe In Gujarati)

4 ફ્લેવરની દાલગોના કોફી (4 flavours Dalgona Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કોફી સાકર ને મિક્સ કરવા. પાણીને પણ ગરમ કરી લેવું.
- 2
કોફી અને સાકરના મિક્સ માં ગરમ પાણી ઉમેરીને ખૂબ ફીણવું.દાલગોના માટે નું મિશ્રણ તૈયાર કરવું.
- 3
ક્લાસિક કોફી માટે એક ગ્લાસમાં ગરમ દૂધ લઈ અને તેમાં બનાવેલ કોફી મિશ્રણને ઉપરથી નાખવું.
- 4
મોકાચીનો નો કોફી માટે ત્યારબાદ એ જ કોફી મિશ્રણમાં કોકો પાવડર મિક્સ કરીને ફરી ફેટવું, તેને પણ એક ગ્લાસમાં ગરમ દૂધમાં ઉપરથી મિશ્રણ ઉમેરવું.
- 5
કોકો ક્રશ વીથ ચોકલેટ કોફી માટે એક ગ્લાસમાં સૌથી પહેલા ચોકલેટ સીરપ સ્પ્રેડ કરવું અને ત્યારબાદ તેમાં ગરમ દૂધ નાખીને તેના ઉપર કોફી મિશ્રણ ઉમેરવું અને ત્યારબાદ તેના પર ચોકલેટ ક્રશ કરીને sprinkle કરવું.
- 6
આઈસ કપ્પા કોફી માટે એક ગ્લાસમાં 4 આઈસ ક્યુબ નાખી ને તેના પર કોફી મિશ્રણ ઉમેરવું અને ત્યારબાદ ચોકલેટ ક્રશ કરી ને સ્પ્રિંકલ કરવું.
- 7
આ રીતે સર્વિંગ પ્લેટ માં ૪ ફ્લેવરની દાલગોના કોફી તૈયાર કરી સર્વ કરવું.
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (4)