વેજ.લેયર બીરયાની(Veg. layer biryani in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને એક બાઉલ મા લઈ બરાબર ધોય 2 કલાક પહેલા પલાળી લેવા.ત્યાર બાદ 2 કલાક પછી ભાત મા મીઠું અને લીંબુ નો રસ ઉમેરી ભાત ને છુટો રહે તે રીતે ચડવી લેવો.ભાત ચડી જાય એટલે ચાળણી મા કાઢી છુટો કરી ઠંડો કરી લેવો.
- 2
ત્યાર બાદ બધા વેજીટેબલ ધોય ને લાંબી સ્લાઈસ મા સમારી લેવા પછી આદુલસણ ની પેસ્ટ અને મરચી ની કટકી કરી લેવી. ત્યાર પછી પેન મા તેલ મા ગરમ મુકી તેમા જીરૂ નાખી બધા ખડા મસાલા તેમા નાખી તેમા કાંદા ને થોડી વાર સાંતળી પછી તેમા મરચી ની કટકી અને આદુલસણ ની પેસ્ટ ઉમેરવી તેને પણ સાંતળવી.
- 3
પછી તેમા બધા વેજીટેબલ ઉમેરી તેમા હળદર મરચુ પાવડર,ધાણાજીરૂ પાવડર,બિરયાની મસાલો અને મીઠું ઉમેરી બધુ મિક્સ કરી થોડી વાર ચડવી લો.
- 4
ત્યાર બાદ બધા વેજ.સરસ ચડી જાય એટલે તેમા કોથમીર ઉમેરવી હવે તેને એક બાઉલ મા એક વાર શાક નુ લેયર પછી ભાત નુ લેયર પછી શાક નુ લેયર એવી લેયર ત્યાર કરવુ.
- 5
ત્યાર બાદ બાઉલ ને સવિૅંગ ડીશ મા અનમોલ્ડ કરી બિરયાની ને રાયતા અને મીઠા દહીં સાથે સવૅ કરો.હવે ત્યાર છે આપણી વેજ.લેયર બિરયાની.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ