રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)

Ena Joshi @cook_22352322
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં રવો લો. તેમાં દહીં નાખી દો હવે તેમાં મરચાં ની પેસ્ટ ઉમેરો.
- 2
હવે તેને 15/20 મીનીટ ઢાંકી ને રાખી દો. પછી તેમાં ઈનો અથવા સોડા નાખી બરાબર હલાવી લો. જરૂર મુજબ પાણી નાખી દો. હવે એક થાળી પર તેલ લગાવી આં ખીરું પાથરી દો ઉપર થી લાલ મરચું અને મરી પાઉડર ભભરાવો.
- 3
પછી ઢોકળા નાં કૂકર માં પાણી નાખી દો અને તેને 15 મીનીટ સુધી સ્ટીમ કરો.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને તલ ને લીલાં મરચાં નાખો વઘાર કરો તે ઢોકળાં પર રેડી દો
- 5
હવે છરી વડે કાપા પાડી લો. ઉપર થી કોથમીર ભભરાવીને ગાર્નિશ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ રવા નાં ઢોકળાં. સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378896















ટિપ્પણીઓ (6)