વેજ.સોયા ટિક્કી(Veg.Soya Tikki Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#મોમ

મારી મોટી દિકરીનો ઘણા દિવસથી સોયા ટિક્કી બનાવવાનો આગ્રહ હતો અને આજે નવા કોન્ટેસ્ટ ની થીમ પણ આવી ગઈ.એટલે આજે મેં #વેજ_સોયા_ટિક્કી બનાવી લીધાં.ખુબ સરસ બન્યાં હતાં અને બાળકો માટે ખુબ હેલ્થી વાનગી થઈ જાય છે.આમ તો બાળકો સોયાબીનનું શાક નથી ખાતાં પણ આ રીતે બનાવશો તો જરૂર થી ખાશે.મહેમાનો આવે કે વાર તહેવારે એક અલગ વાનગી બનાવી સ્ટાર્ટરમાં પણ સર્વ કરી શકાય.
સોયાબીન પ્રોટીનથી સરભર છે.સોયાબીન એક એવુ શાકાહારી ભોજન છે જેમા માંસાહારથી પણ વધુ પ્રોટીન અને પોષક તત્વ જોવા મળે છે. લોકો તેને ખાવા માટે જુદી જુદી રીતે ઉપયોગમાં લે છે. સોયા પ્રકૃતિ તરફથી વરદાનના રૂપમાં મળેલ છે.તેમા કેલ્શિયમ, ઓમેગા-6, ઓમેગા -3, ફાઈબર જેવા તત્વ રહેલા હોય છ્ જેનાથી શરીરની કેટલી પણ બીમારીઓની સારવાર શક્ય છે. જે લોકો બરાબર સોયાબીનનું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતા નથી. તેમા વિટામિન બી કોમ્પલેક્સ અને વિટામિન ઈ પણ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. જે શરીર નિર્માણમાં અમિનો એસિડ પ્રદાન કરે છે. આ આપણા શરીરની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિદ્ધ થાય છે.

વેજ.સોયા ટિક્કી(Veg.Soya Tikki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 વ્યક્તિ
  1. 2 કપસોયા ચંક્સ (સોયાબીન વડી)
  2. 3બટાકાનો માવો (1-½ થી 2 કપ)
  3. 1 કપડુંગળી (ઝીણી સમારેલી)
  4. 1/2 કપમકાઈના દાણા(બાફેલા)
  5. 1/3 કપકેપ્સીકમ(ઝીણા સમારેલા)
  6. 2-3 ચમચીઆદુ-મરચાં-લસણની પેસ્ટ (3મરચાં-1ટૂકડોઆદુ-12થી15લસણ)
  7. 1/2 કપપૌંઆ(ક્રશ કરેલાં)
  8. 1/4કોથમીર
  9. 1/2 ચમચીજીરું પાવડર
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1/4 ચમચીમરી પાવડર
  12. 1/2 ચમચીલાલ મરચું
  13. 1/4 ચમચીહળદર
  14. 1/2 ચમચીધાણાજીરું પાવડર
  15. 1 ચમચીઆમચૂર પાવડર
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 2 ચમચીઘી
  18. 1કોલસો(ધૂમાડો કરવા)
  19. તેલ/ઘી/બટર શેલો ફ્રાય કરવાં

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક પેનમાં પાણી ઉકાળી સોયાબીન ચંક્સ ઉમેરો.5 મિનિટ ઉકાળો.હવે સોયા ચંક્સ ને પાણી એક મોટી ચારણી મા કાઢી ઉપર ઠંડુ પાણી રેડી દો.

  2. 2

    બધાં શાક સમારીને તૈયાર કરી લો.સોયા ચંક્સ નું પાણી નિતારી થોડાં થોડાં કરી મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો.એકદમ પેસ્ટ ન કરવી.

  3. 3

    હવે ક્રશ કરેલી ચંક્સ માં બધાં શાકભાજી અને મસાલા ઉમેરી હાથથી બરાબર મીક્ષ કરી લો.હવે મિશ્રણમાં ખાડો કરી નાની વાટકી મુકી કોલસાનો ધૂમાડો કરી 10 મિનિટ ઢાંકી દેવું.જેનાથી સરસ સ્મોકી સ્મેલ આવશે.

  4. 4

    10 મિનિટ બાદ તમને ગમે એવાં શેપમાં ટિક્કી બનાવી શેલો ફ્રાય કરી લો.બંને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય પછી સર્વિંગ પ્લેટ માં કાઢી ચટણી અને કેચપ સાથે સર્વ કરો.

  5. 5

    તૈયાર છે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ વેજ સોયા ટિક્કી.

  6. 6

    # આઈસ્ક્રીમ સ્ટિક માં બનાવી ફ્રાય કરી લોલીપોપ બનાવી શકાય. # શીખ હોય તો એમાં કબાબ રીતે બનાવીને પણ ફ્રાય કરી શકાય.

  7. 7

    મારી પાસે બંને વસ્તુ ન હતી એટલે ટિક્કી નો આકર આપી બનાવી લીધાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes