ચટપટી કોર્ન પાલક ટીક્કી (Chatpati Corn Palak Tikki Recipe In Gujarati)

Rachana Sagala
Rachana Sagala @Rachana

#PS
આમ તો પાલક છોકરાઓને ભાવતી નથી હોતી જો આવી રીતે ચટપટી ટિક્કી બનાવી આપવામાં આવે તો બાળકો હસતા હસતા ખાઈ પણ લે છે અને તેમને પૂરતા vitamins અને Minerals પણ મળી રહે છે.

ચટપટી કોર્ન પાલક ટીક્કી (Chatpati Corn Palak Tikki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PS
આમ તો પાલક છોકરાઓને ભાવતી નથી હોતી જો આવી રીતે ચટપટી ટિક્કી બનાવી આપવામાં આવે તો બાળકો હસતા હસતા ખાઈ પણ લે છે અને તેમને પૂરતા vitamins અને Minerals પણ મળી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 લોકો માટે
  1. 1 1/2 કપબાફેલા છીણેલા બટાકા
  2. 1 કપઝીણી સમારેલી પાલક
  3. 1/2 કપઝીણી સમારેલી કોથમીર
  4. 1કપ‌ બાફેલા ક્રશ કરેલા મકાઈના દાણા
  5. 1/2 કપબાફેલા મકાઈના દાણા
  6. 3 ટેબલસ્પૂનઆદુ મરચા ઝીણા સમારેલા
  7. 2 ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  8. 2 ટેબલસ્પૂનસફેદ તલ
  9. 3 ટેબલસ્પૂનબ્રેડ ક્રમ્સ
  10. 2 ટેબલસ્પૂનતેલ
  11. 1 ટીસ્પૂનહળદર પાઉડર
  12. 1 1/2 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  13. 1 ટીસ્પૂનશેકેલું જીરૂ પાઉડર
  14. 1 ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  15. 1 1/2 ટેબલસ્પૂનચાટ મસાલા પાઉડર
  16. 1 ટેબલસ્પૂનઆમચૂર પાઉડર
  17. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચટપટી કોર્ન પાલક ટિક્કી બનાવા માટેની બધી સામગ્રી લો,

  2. 2

    હવે એક બાઉલ લો, તેમાં બાફેલા મેશ કરેલા બટાકા એડ કરો, હવે તેમાં બાફેલા ક્રશ કરેલા મકાઈના દાણા એડ કરો, હવે તેમાં ઝીણી સમારેલી પાલક એડ કરો, હવે પાલક એડ કર્યા બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરો, હવે તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરો,

  3. 3

    હવે તેમાં ઝીણા સમારેલા આદુ-મરચા એડ કરો, હવે આદુ-મરચા એડ કર્યા બાદ તેમાં સફેદ તલ એડ કરો, હવે તેમાં બ્રેડ ક્રમ્સ એડ કરો,

  4. 4

    હવે બ્રેડ ક્રમ્સ એડ કર્યા બાદ તેમાં કોર્ન ફ્લોર એડ કરો, હવે કોર્ન ફ્લોર એડ કર્યા બાદ તેમાં બધા મસાલા એડ કરો,

  5. 5

    હવે બધું એકસરખું મિક્સ કરી લો, હવે હથેળી પર તેલ લગાવી તેની ટિક્કી વાળી લો, હવે તેના પર થોડા સફેદ તલ લગાવી દો,

  6. 6

    હવે એક કઢાઈ લો તેમાં શેલો ફ્રાય માટે તેલ લઈ ટીકકી ને શેલો ફ્રાય કરો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બન્ને સાઇડ ફ્રાય કરો, બન્ને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરો,

  7. 7

    તૈયાર છે ચટપટી કોર્ન પાલક ટિક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Sagala
Rachana Sagala @Rachana
પર
cooking new dishes is my hobby
વધુ વાંચો

Similar Recipes