મકાઈ પાલક બેસન ટિક્કી (Corn Spinach Besan Tikki recipe in Guj.)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#LB
#cookpadgujarati
#cookpadindia
#cookpad
અમેરિકન મકાઈ નો મીઠો સ્વાદ સામાન્ય રીતે બાળકોને પસંદ હોય છે પણ પાલકની ભાજી ખાવાનું બાળકો પસંદ કરતા નથી. પાલકમાં આપણા શરીરને જરૂરી એવા ઘણા મિનરલ્સ હોય છે. એ ઉપરાંત પાલક એક બહુ સારા એન્ટિઓક્સિડન્ટ નો સ્ત્રોત પણ છે.
તો મેં આજે મકાઈ, પાલક અને બીજા વેજિટેબલ્સનો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે અને હા એ ઉપરાંત આ વાનગી બનાવવા માટે મેં બેસન નો પણ ઉપયોગ કર્યો છે જેમાંથી પણ આપણા શરીરને સારું એવું પ્રોટીન પણ મળે છે. આ વાનગી બનાવવા માટે ઓછા તેલ નો ઉપયોગ કરીને પણ તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આ ટિક્કીને સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
8-10 ટિક્કી
  1. 1/4 કપસ્લાઇટલી ક્રશ કરેલા અમેરિકન મકાઈના કાચા દાણા
  2. 1/2 કપછીણી સમારેલી પાલક
  3. 1/4 કપઝીણું ખમણેલું ગાજર
  4. 2 Tbspઝીણું સમારેલું કેપ્સીકમ
  5. 1/4 કપઝીણી સમારેલી ડુંગળી
  6. 2 Tbspઝીણી સમારેલી કોથમીર
  7. 1 Tspગરમ મસાલો
  8. 1/2 Tspશેકેલા જીરુંનો પાવડર
  9. 1/2 Tspઆમચૂર પાવડર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1/2 કપથી થોડું ઓછું બેસન
  12. 1/4 Tspહળદર પાવડર
  13. 3 Tbspતેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક બાઉલમાં સ્લાઇટલી ક્રશ કરેલા કાચી મકાઈના દાણા, ઝીણી સમારેલી પાલક અને ઝીણું ખમણેલું ગાજર ઉમેરો.

  2. 2

    હવે તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ, ડુંગળી અને કોથમીર ઉમેરો.

  3. 3

    ગરમ મસાલો, જીરુ પાવડર, આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

  4. 4
  5. 5

    બેસન અને હળદર પાવડર ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરો. (મિક્સ કરતી વખતે હાથને બદલે ચમચાનો ઉપયોગ કરવો જેથી પાણી ના છૂટે)

  6. 6

    તૈયાર કરેલા બેટર માંથી મનગમતી સાઇઝની પણ થોડી ફ્લેટ ટિક્કી વાળો. (ટિક્કી બહુ જાડી ન વાળવી.) હવે આ ટિક્કીને ફ્રીઝમાં અડધો કલાક સેટ થવા માટે રાખો.

  7. 7

    એક પેનમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ મૂકી તેમાં આ ટિક્કી ને બંને તરફથી શેકો. (શેકતી વખતે ગેસની ફ્લેમ મીડીયમ ટુ સ્લો રાખવી જેથી ટિક્કી અંદર સુધી કુક થઈ જાય)

  8. 8

    જેથી મકાઈ પાલક બેસન ટિક્કી સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  9. 9

    આ વાનગી બાળકોને લંચબોક્સમાં ટોમેટો કેચપ સાથે આપવામાં આવે તો તેમને ખાવાની ખૂબ મજા આવે છે.

  10. 10
  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes