માર્બલ કેક(marble cake recipe in gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#મોમ
મારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀

માર્બલ કેક(marble cake recipe in gujarati)

#મોમ
મારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉંનો લોટ
  2. 1 વાટકીદૂધ
  3. 1/2વાટકો દ્લેળી ખાંડ
  4. 2ચમચા તેલ અથવા ઘી અથવા બટર
  5. 1/4 ચમચીબેકિંગ સોડા
  6. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  7. 5-6ટીપા વેનીલા એસન્સ
  8. 2 ચમચીકોકો પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટ ને ચાળી તેમા ખાંડ બેકીંગ પાઉડર બેકિંગ સોડા નાખી મિક્સ કરો હવે તેમા તેલ વેનીલા એસન્સ અને દૂધ નાખી બેટર તૈયાર કરો.

  2. 2

    વ્હાઇટ બેટર ના 2 સરખા ભાગ કરો.1 ભાગ મા 2 ચમચી કોકો પાવડર નાખી બીજુ બેટર તૈયાર કરો.

  3. 3

    1 તપેલા મા રેતી નાખી પહેલા થી પ્રિ હિટ કરવુ.હવે 1 ટીન ના મોલ્ડ અથવા ડબરા મા ઘી લગાવી કોરો કોટ લગાવી રાખો.હવે તેમા પહેલા 2 ચમચી વ્હાઇટ બેટર એની ઉપર 2 ચમચી ચોકલેટ બેટર નાખો.ધીરે ધીરે આ પ્રોસેસ કરતા જાવ અને વચ્ચે વચ્ચે મોલ્ડ ને ટેપ કરતા જાવ.તેથી એમા ઍર બબલ ના રહે

  4. 4

    હવે તેમા ટૂથ પીક થી ડિઝાઈન બનાવવા ટૂથ પીક ને ઉપર નિ સાઈડ થી વચ્ચે સુધી લાવવાની.અને રૂમાલ થી લૂછી ને પછી એવીજ રેતે લાઈન કરવા નિ આં ફ્લાવર જેવી ડિઝાઈન બનાવવાની.

  5. 5

    હવે તેને બેક કરવા 30 થી 35 મીનિટ મુકી દો.ગેસ ની ફ્લેમ ધીમી રાખવાની.35 મીનિટ પછી ટૂથ પીક થી ચેક કરો.

  6. 6

    ટૂથ પીક સાફ નિકળે તો કેક તૈયાર છે.ટૂથ પીક મા થોડી પણ કેક ચોટે તો 5 મીનિટ માટે ફરી ઠાકી ને થવા દો.

  7. 7

    તૈયાર છે માર્બલ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes