કેરી નો મુરબ્બો

#કૈરી
મેં first time બનાવ્યો છે. કુકર માં એક સીટી પણ વધારે લાગે છે☺️
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેસર કેરી ની છાલ ઉતારી મિડીયમ કટકા કરી કેરી ડુબે એટલું પાણી નાખી બાફવા મુકી દો એક સીટી વગાડી લો(અથવા એક લોયા માં પાણી ઉકળે એટલે કેરી ના ટુકડા નાખી ૪ ૫ મિનિટ થવા દયો)કુકર માં બહુ બફાઈ જાય નહીં તેનુ ધ્યાન રાખવું. બહાર બફાતુ હોય તો આપણે ચેક કરી શકીએ
- 2
ત્યાર બાદ ચારણીમાં કાઢી ચાર પાંચ મિનિટ ઠંડુ થવા દો એક લોયામાં ખાંડ ઉમેરી બાફેલી કેરી એડ કરી તવેથાથી હળવા હાથે હલાવો (બાફેલી કેરીના ટુકડા ન થાય તેનું ધ્યાન રાખવું)
- 3
ચાસણી જોવા માટે તવેથા ની મદદથી એક ડીશ ઉપર ત્રણ-ચાર ટીપા લઇ થોડીવાર ઠંડુ થવા દઈ ચેક કરો. એકથી સવા તારની ચાસણી કરો (તજ અથવા તજ નો ભુકકો લવિંગ એલચીના દાણા અથવા પાવડર બદામ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો) કેસર નાંખવાથી ટેસ્ટ અને કલર સારા આવે છે.કેરીના ટુકડા ટ્રાન્સપરન્ટ દેખાય ત્યાં સુધી થવા દેવું
- 4
ઠંડુ થવા રાખી દો
- 5
મેં અહીં ખાલી એલચી પાવડર જ એડ કયૉ છે.(મને અને મારા બાળકોને તજ લવિંગ નો ટેસ્ટ ગમતો નથી)
- 6
ફોટોગ્રાફી માટે😎
- 7
કાચની બરણીમાં ભરી આખું વરસ સ્ટોર કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
-
-
-
મુરબ્બો
#મેંગોગરમી ની મૌસમ એટલે કેરી ની મૌસમ, અથાણાં-મસાલા ની મૌસમ. અથાણાં માં કેરી નો મુરબ્બો બાળકો માં બહુ પ્રિય હોય છે. Deepa Rupani -
-
-
-
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
કેરી મુરબ્બો
# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છેજોઈએ એની રીત. Naina Bhojak -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
તોતાપૂરી કેરી નો ઇસ્ટન્ટ મુરબ્બો (Totapuri Keri Instant Murabba Recipe In Gujarati
#EBWeek 4 તોતા પૂરી કેરી નો ઇસ્ટન્ટ મુરબ્બો આપડે ૧૨ મહિના સુધી સ્ટોર કરી શક્ય છે Archana Parmar -
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બો ત.સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન કેલ્શિયમ આયરન ફાઇબર અને મિનરલ હોય છે. મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.મુરબ્બા નું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે આબાલવૃદ્ધ સૌકોઈ મુરબ્બાને પસંદ કરે છે.કાચી કેરી માં રહેલું ફીનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. કાચી કેરી નો મુરબ્બો ભૂખવર્ધક માનવામાં આવે છે. બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન, કબજિયાત તેમજ આતરડા ને લગતી અન્ય બીમારીમાં કાચી કેરીનો મુરબ્બો રાહત આપે છે.તેમાં રહેલા વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઈ તથા સેલેનિયમ હૃદયરોગના જોખમને ઘટાડે છે, આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. કાચી કેરી માં ભરપૂર માત્રામાં આયરન ઉપલબ્ધ છે જેને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ સંતુલિત રહે છે.કાચી કેરીનો મુરબ્બો એનર્જી બુસ્ટર નું કામ કરે છે. Riddhi Dholakia -
આંબળા (આમળા) મુરબ્બો
#શિયાળા#OnerecipeOnetreeવિટામિન સી થી ભરપૂર એવા આંબળા શિયાળા માં ભરપૂર મળે ત્યારે તેનો વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. આજે મેં આંબળા નો મુરબ્બો બનાવ્યો છે. મેં ખાંડ ની જગ્યા એ ખડી સાકર વાપરી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવ્યો છે. Deepa Rupani -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4મોટે ભાગે નાના બાળકો ને બહુ જ ભાવે છે. નાના બાળકો તો ફ્રૂટ નો જામ સમજી ને રોટલી, ભાખરી, બ્રેડ પર લગાવી ને ફટાફટ ખાઈ જાય છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.હું કેરી ના મુરબ્બો ની સાથે આમળા નો પણ બનાવું છું.તમે અગિયારસ માં ફરાળ ની રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો.ટેસ્ટ માં સરસ ચટપટો હોય છે. Arpita Shah -
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
ગૃહીણીઓ ને ૩૬૫ દિવસ વકૅ ફ્રોમ હોમ હોય 😜😜 કોઈ રજા નહીં, તદ ઉપરાંત વાર તહેવારની મિઠાઈઓ, નાસ્તા, ઘઉં ચોખા મસાલા ભરવાના, બારેમાસ નાં અથાણા ઉફફફ છતાં પણ આ બધુ જ સરસ રીતે પાર પાડે એ પાક્કી ગુજરાતણ 😎🤩 મેં પણ અથાણા ની સીઝન માં બનાવ્યો કેરી નો મુરબ્બો. Bansi Thaker -
-
બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest cake recipe in Gujarati)
#જુલાઈMy first recipe and first time made cake Payal Patel -
મેંગો ખીર(Mango kheer recipe in gujarati)
#કૈરીખીર પારંપરિક મીઠાઈ છે જેને બનાવવી ખુબજ સરળ છે. ખીર ઠંડી કે ગરમ કોઈ પણ રીતે ખાઈ શકાય. ઉનાળા માં કેરી ને અલગ અલગ રીતે ઉપયોગ કરીને વાનગીઓ બનાવતા હોઈએ. અહીંયા ખીર ને કેરી ઉમેરી ને અલગ ફ્લેવર બનાવી છે જે બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#Week 2ગોળ ચાસણી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ યમી મુરબો તમે પણ ટ્રાય કરજો આ એક વરસ સુધી સારો રહે છે Prafulla Ramoliya
More Recipes
ટિપ્પણીઓ (2)