મેંગો ફ્રુટી કેન્ડી  (Mango fruit candy Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#કૈરી #post1 ઉનાળો શરુ થાય એટલે સૌથી પહેલા આપણને ફળોનો રાજા કેરી યાદ આવે પણ સાથે-સાથે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું પણ ખૂબ જ મન થાય તો આજે મેં કેરીમાંથી ફ્રુટી બનાવી અને તેની કેન્ડી બનાવી છે. જે બાળકોને તો ભાવેજ પણ મોટા ને પણ એટલી જ ભાવે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ + 7_8 મિનિટ
7 - 8 લોકો માટે
  1. 1/2કાચી કેરી
  2. 2 નંગપાકી કેરી
  3. 1/2 કપખાંડ
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ + 7_8 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બંને કેરીની છાલ ઉતારી અને કુકરમાં બને તેટલું ઓછું પાણી મૂકીને બે વિસલ કરીને કેરી ને બાફી લો. હવે કુકર ઠંડુ થાય ત્યારબાદ કેરીના મિશ્રણને મિક્સરમાં પીસી અને પલ્પ બનાવી લો.

  2. 2

    હવે એક વાસણમાં થોડું પાણી નાખી તેમાં ખાંડ નાખી અને તેની અડધા તારની ચાસણી બનાવી લો.

  3. 3

    ચાસણી ઠંડી થાય ત્યારબાદ પલ્પમાં નાખી અને મિક્સ કરી અને આ પલ્પને ગાળી લો. આ પલ્પને બને તેટલો ઘાટો રાખવાથી કેન્ડી ખાવાની વધારે મજા આવશે ફ્રુટી જેટલું પતલુ જ્યુસ નથી બનાવવાનું.

  4. 4

    હવે આ મિશ્રણને કેન્ડીના મોલ્ડ માં ભરી તેને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં જમાવવા માટે રાખી દો.

  5. 5

    તો તૈયાર છે ફળોનો નો રાજા કેરીમાંથી ઉનાળામાં ઠંડક આપનારી ફ્રુટી કેન્ડી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes