બ્રેડ કૂલચા(Bread kulcha recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#રોટીસ
આ ફૂલચા ખુબજ મુલાયમ બને છે અને ખુબજ ટેસ્ટી લાગતાં હોય છે.

બ્રેડ કૂલચા(Bread kulcha recipe in gujarati)

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#રોટીસ
આ ફૂલચા ખુબજ મુલાયમ બને છે અને ખુબજ ટેસ્ટી લાગતાં હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યકિત
  1. ૧/૨ કપહુંફાળું પાણી
  2. ૨ ચમચીખાંડ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. ૨ ચમચીયિસ્ટ
  5. ૨ કપમેંદો+ વણવા માટે
  6. ચમચા મિલ્ક પાવડર
  7. ચમચો બારીક સમારેલ કોથમીર
  8. ૨ ચમચીબટર + ૪ ચમચી ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ઉંચા વાસણ માં પાણી લઈ તેમાં ખાંડ નાખી મિક્સ કરી લો. હવે યિસ્ટ ઉમેરી મિક્સ કરી ૧૦ મિનિટ બાજુ માં રાખી લો જેથી યિસ્ટ ઍક્ટિવેટ થઈ જાય.

  2. 2

    હવે એક બોલ માં મેંદો લઈ લો. તેમાં મીઠું, બટર અને યિસ્ટ વાળું પાણી ઉમેરી કણક બાંધી લો.

  3. 3

    ૫-૭ મિનિટ સુધી મસળી ને નરમ કરો. હવે કણક ને ઢાંકી ને એક કલાક સુધી રાખો. જેથી તે ડબલ થઈ જાય.

  4. 4

    કલાક બાદ કણક ને પંચ કરી હવા નીકળી લો. હવે તેમાંથી ૮ લુઆ પાડી લો.

  5. 5

    કોરો લોટ લઈ કૂલચા વણી લો. કૂલચા ને એક ડિશ માં નીચે લોટ ભભરાવી ને અડધી કલાક સુધી કપડું ઢાંકી ને રાખી લો.

  6. 6

    હવે લોઢી ગરમ કરી કૂલચા ની એક સાઈડ પાણી લગાવી ને પાણી વળી બાજુ લોઢી પર મૂકી દો. જેથી તે ચોંટી જશે.

  7. 7

    હવે ઉપર ની બાજુ પાણી લગાવી સમારેલી કોથમીર ભભરાવો.

  8. 8

    હવે લોઢી ઊંઘી કરી ને ગેસ ના તાપે શેકો. શેકાઈ ગયા બાદ બટર લગાવી લો.

  9. 9

    ગરમ ગરમ કુલ્ચા છોલે સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

ટિપ્પણીઓ

Similar Recipes