રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયા માં માવા ને મસળી ને અથવા ખમણી ને તેમાં ખાંડ મિક્સ કરવી. સરખું ભેગું થઇ જાય પછી ધીમા ગેસ ઉપર રાખી ને હલાવવું. ગેસ ધીમો રાખવો અને મિશ્રણ ને હલાવતા રહેવું. નહીંતર માવો લોયા માં ચોંટી જાય.
- 2
થોડું વાર પછી મિશ્રણ ઘટ્ટ થતું જશે લગભગ તાજો માવો હશે તો 20 -25 મિનિટ માં થોડું થોડું પેન છોડવા લાગશે. થોડું ડીસ માં ઠંડુ કરી ને ગોળ વાળી ને જોઈ લેવું. અથવા થોડો બદામી કલર થાય પછી ગેસ ઉપર થી નીચે ઉતારી ને ઠંડુ થવા દેવું ત્યાર બાદ તેમાં એલચી નો ભૂકો કરી ને મિક્સ કરી ને પેંડા વાળવા. અથવા પેંડા ઉપર એલચી ના દાણા થી ડેકોરેશન કરવું. તો તૈયાર છે માવા ના પેંડા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12716165







ટિપ્પણીઓ (4)