એગલેસ મેંગો કેક

#કૈરી
આ કેક ને કૂકર માં બનાવવાથી તેનો રંગ ખૂબ જ સરસ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આ રીતે કેક બનાવવા ની બધી સામગ્રી તૈયાર રાખવી.સૌ પ્રથમ બેકિંગ કેક ટીન ને તેલ વડે ગ્રીસ કરી તેના પર બધી બાજુ મેંદો છાટવો વધારા નો મેંદો કાઢી નાખવો.હવે એક કૂકર મા એક કપ મીઠું પાથરી દેવું.તેના પર સ્ટેન્ડ મૂકી,ઢાંકણું બંધ કરી દસ મિનિટ મધ્યમ આંચ પર પ્રિહીટ કરવા મૂકવું.ધ્યાન રહે કે ઢાંકણા માંથી રબર ની રીંગ અને સિટી કાઢી નાખવી.એક મોટા બાઉલમાં કેરી ની પ્યુરી નાખવી,તેમાં સુજી નાખી મિક્સ કરવું દળેલી સાકર અને તેલ નાખી વ્હિસ્કર્ થી બરાબર મિક્સ કરવું.(જરૂર લાગે તો સાકર વધારે નાખવી).ઢાંકી ને દસ મિનિટ રેસ્ટ આપો
- 2
હવે કેક બેટર માં એક બે ટેબલસ્પૂન દૂધ અને બેકિંગ પાઉડર,બેકિંગ સોડા નાખી એકદમ બરાબર હલાવવું.જેથી કેક બેટર એકદમ હલકું બને.કેક બેટર ને ગ્રીસ કરેલા કેક ટીન માં નાખી બે થી ત્રણ વાર ટેપ કરવું.જેથી અંદર ની હવા બહાર નીકળી જાય.ઉપર બદામ પિસ્તા કાજુ ની કતરણ ભભરાવવી.કેક ટીન ને પ્રિહીટ કરેલા કૂકર મા મુકી ઢાંકણું બંધ કરી મધ્યમ આંચ પર 30-35 મિનિટ બેક કરવું. બેક થયા બાદ તેમાંથી સરસ સુગંધ આવશે. તુથપીક વડે ચેક કરી ગેસ બંધ કરવો
- 3
Cake બહાર કાઢી અડધો કલાક ઠંડી થવા દેવી.ત્યાર બાદ છરી થી સાઈડ માંથી રિલીઝ કરવી.પ્લેટ મા પલટાવી સીધી કરી કટ કરવી. સર્વ કરવી. માઇક્રોવેવ ઓવેન માં કરવી હોય તો પહેલાં તેને 180 ડિગ્રી પર 10-12 મિનિટ પ્રિહીટ કરવું ત્યાર બાદ કેક ને 30-35 મિનિટ બેક કરવી.આ કેક ખૂબ સરસ સ્પોંજી અને સોફ્ટ બને છે.
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (6)