અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સ્નેક્સ
વરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.
મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.
ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઅડદ ની દાળ
  2. ૧/૨ કપમગ ની દાળ
  3. ૧/૪ વાટકીઝીણી સમારેલી કોથમીર
  4. ૨ નંગઝીણા સમારેલા મરચા
  5. મીઠું સ્વાદમુજબ
  6. તેલ તળવા માટે
  7. ચટણી સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ૪-૫ કલાક માટે અડદ ની દાળ અને મગ ની દાળ ને પલાળવી

  2. 2

    હવે બરાબર ધોઈ લઈ મિક્ષર મા ઓછા પાણી સાથે વાટી લેવી ૧-૨ ચમચી જ પાણી લેવું

  3. 3

    હવે આ ખીરા ને ૫ મિનિટ સુધી હાથ વડે બરાબર એક જ દિશા માં ફેટવું જેથી એકદમ ફ્લફી થઈ જશે.

  4. 4

    ફેટાય જાય એટલે પાણી માં આ રીતે ચેક કરવું પાણી માં ખીરૂ પાણી ઉપર તરે એટલે ફેટાય ગયું કહેવાય

  5. 5

    હવે એમાં મરચા મીઠું અને કોથમીર ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું

  6. 6

    હવે તેલ ગરમ કરી મિડીયમ તાપે તળી લેવાં

  7. 7

    ગરમાગરમ વડા કોથમીર ફૂદીના ની ચટણી અને ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરવાં. સાથે મરચા પણ સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes