અલ્ફેન્ઝો મેંગો જામ🥭 (Alphonso Mango Jam Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#કેરી
હાફૂસ કેરી માં થી બનતા જામ ની ફ્લેવર્સ ખૂબ સ્વીટ હોય છે.આ જામ થી તમે આખું વર્ષ મેંગો આઈસક્રીમ, મેંગો મીલ્ક શેક ની મજા માણી શકો છો. બાળકો રોટલી થેપલા કે બ્રેડ પર બટર સાથે લગાવી મજે થી ખાઈ શકે છે.એમાં કોઈ પ્રિઝર્વટિવ કે એસ્સેન્સ , કલર એડ નથી કર્યો.. છતાં પણ એની ફ્લેવેર એકદમ નેચરલ ફ્રેશ લાગે છે..અમે જ્યારે કેસર કે હાફૂસ કેરી એકસાથે પાકી જાઈ છે ત્યારે મોટા પ્રમાણ માં જામ બનાવી સ્ટોર કરી આખું વર્ષ એની મજા માણી એ છીએ. ઉપવાસમાં પણ એનો ઉપયોગ કરી શકો છો.

અલ્ફેન્ઝો મેંગો જામ🥭 (Alphonso Mango Jam Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#કેરી
હાફૂસ કેરી માં થી બનતા જામ ની ફ્લેવર્સ ખૂબ સ્વીટ હોય છે.આ જામ થી તમે આખું વર્ષ મેંગો આઈસક્રીમ, મેંગો મીલ્ક શેક ની મજા માણી શકો છો. બાળકો રોટલી થેપલા કે બ્રેડ પર બટર સાથે લગાવી મજે થી ખાઈ શકે છે.એમાં કોઈ પ્રિઝર્વટિવ કે એસ્સેન્સ , કલર એડ નથી કર્યો.. છતાં પણ એની ફ્લેવેર એકદમ નેચરલ ફ્રેશ લાગે છે..અમે જ્યારે કેસર કે હાફૂસ કેરી એકસાથે પાકી જાઈ છે ત્યારે મોટા પ્રમાણ માં જામ બનાવી સ્ટોર કરી આખું વર્ષ એની મજા માણી એ છીએ. ઉપવાસમાં પણ એનો ઉપયોગ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિની
૩-૪
  1. ૫૦૦g હાફુસ કેરી નો પલ્પ
  2. ૫૦૦ g ખાંડ / સાંકર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિની
  1. 1

    કેરી ના પલ્પ માં ખાંડ નાખી ને ગેસ પર મૂકવું. જાડા તળિયાવાળા વાસણમાં મૂકવું. મિડિયમ ગેસ પર થવા દેવું. થોડી થોડી વારે હલાવતા રહેવું.ધ્યાન રાખવું નીચે લાગી ના જાય. થોડું પાણી બળવા લાગે એટલે ગેસ એકદમ ધીમો રાખવો.હાથ પર કપડું ઓઢાડી હલાવતા રહેવું.નહીતો એના છાંટા ખૂબ ઉડ્સે. રકાબી માં ટીપું પાડવું.એ જરા પણ રેલાય નહિ એની ફરતે થી પાણી નહીં છૂટે એટલે ગેસ બંધ કરવો.આ સ્ટે જ પર જ વધારે સાવચેત રહેવું. એમાં ખાંડ નું પ્રમાણ સરખું હસે તો કોઈ preservetiv ની જરૂર પડતી નથી. ઠંડુ પડે પછી એર ટાઇટ બોક્સ માં ભરી લેવું.

  2. 2

    ૩-૪ મહિના પછી એવું લાગે તો ફ્રીજ માં નીચેના ભાગમાં જ મૂકવું. એમાં થી તમે આખું વર્ષ ઉપવાસ માં લઇ શકાય એવું મિલ્ક શેક આઈસ્ક્રીમ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes