ચોકલેટ વેનીલા કેક(chocolate vanila cake recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

ચોકલેટ વેનીલા કેક(chocolate vanila cake recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ થી ૫ વ્યક્તિ
  1. બાઉલ દહીં
  2. બાઉલ મેંદો
  3. બાઉલ દળેલી ખાંડ
  4. ૨ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીવેનીલા એસેન્સ
  6. ૧ (૧/૨ ચમચી)બેકિંગ પાઉડર
  7. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  8. ચોકલેટ મેલટ કરવા માટે
  9. ડેરી મિલ્ક ૨
  10. ૨ ચમચીગરમ દૂધ
  11. ચોકલેટ ગનાચે બનાવવા
  12. ૨૫ ગ્રામ બટર
  13. ૩ ચમચીકોકો પાઉડર
  14. ૧ ચમચીકોફી પાઉડર
  15. ૧/૨ વાટકીદળેલી ખાંડ
  16. ડેકોરશન માટે
  17. જેમ્સ ૨ પેકેટ
  18. વેફર બિસ્કિટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં નાખો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને મેંદો ઉમેરો બધુ વ્યવસ્થિત બીટ કર્યા પછી તેમાં વેનિલા એસેન્સ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા બે ચમચી તેલ ઉમેરો. બધુ વ્યવસ્થિત મિક્સ થઈ ગયા પછી બેક થવા મૂકો.

  2. 2

    કૂકરમાં બે કરતી વખતે તેમાંથી રીંગ અને સીટી કાઢી લેવી. તળિયે મીઠું નાખી દસ મિનિટ પ્રિહિટ કરી લેવું. ત્યારબાદ જે વાસણમાં બેક કરવા મૂકવાની છે, તે પહેલાથી જ ગ્રીસ કરી લેવું.૪૦ થી ૪૫ મિનિટ બાદ ટૂથપીક ની મદદથી ચેક કરી લેવું.તૈયાર છે આપણી વેનીલા કેક....

  3. 3

    ખાંડ સીરપ બનાવવા માટે ફક્ત ખાંડ ડૂબે તેટલું જ પાણી લેવું અને ચાસણી લેવાની નથી,ફક્ત ખાંડને ઓગળવાની જ છે. વેનીલા કેક રેડી છે તેના બે ભાગ કરી બન્ને ભાગ પર ખાંડ સીરપ લગાવવું જેનાથી તે સોફ્ટ રહે છે ખાંડ સીરપ સાથે મે અહીં ડેરી મિલ્ક મેલટ કરીને લીધી છે. ડેરીમિલ્ક ના ટુકડા કરી તેમાં ૨ ચમચી ગરમ દૂધ ઉમેરી મેલટ કરવી.જે બે ભાગ કરેલા છે તેના પર મેલટ કરેલ ચોકલેટ પણ લગાવી.

  4. 4

    ચોકલેટ ગનાચે બનાવવા માટે એક તપેલીમાં ૨૫ ગ્રામ જેટલું બટર લેવું. તે ઓગળી જાય પછી તેમાં દળેલી ખાંડ, કોકો પાઉડર અને એક ચમચી જેટલી કોફી ઉમેરો.બધું બરાબર મિક્સ થઇ જાય પછી તરત જ ઉતારી લેવું.

  5. 5

    ત્યારબાદ જે ગનાચે રેડી છે તે રેડી દેવું ઉપર મેં થોડી દળેલી ખાંડ sprinkle કરેલી છે પુરા રાઉન્ડ પર છૂટી છૂટી જેમ્સ મૂકી ડેકોરેશન કરો. મેં અહીં વેફર બિસ્કીટ અને જેમ્સ થી ડેકોરેટ કરેલ છે. તમે તમારી પસંદગી પ્રમાણે કંઈ પણ લઈ શકો છો.બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને ટેસ્ટમાં પણ ખૂબ સારી લાગે છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

Similar Recipes